________________
૧૧૮]
વિજ્ઞાન અને ધર્મ
(૫) કીમ ઉગગ?
સેલિ(કોરિયામાં ત્રણ વર્ષનું એક બાળક અદ્ભુત શક્તિ ધરાવે છે. આ બાળકનું નામ “કીમ ઉગયેગ' છે. એને જન્મ ૧૯૬૩ ના માર્ચની સાતમી તારીખે થયે હતે. ત્રણ વર્ષની ઉંમરે એની ઊંચાઈ ૩૪ ઈંચની હતી. અને ૩૨ પૌડ વજન હતું. એના પિતા, હેયાંગ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રેફેસર છે અને માતા સેઉલ નેશનલ યુનિવર્સિટીમાં શરીરશાસ્ત્રની શિક્ષિકા છે.
આ છોકરો અંગ્રેજી અને જર્મની સારી રીતે બેલી શકે છે. કે એની માતૃભાષા કેરીઅન છે. ગણિતના ગમે તેવા અઘરા સવાલના જવાબો બહુ જ સહેલાઈથી આપી શકે છે. એ કવિતા પણ સુંદર લખી શકે છે. x x ૧૩ માસની ઉંમરે આ બાળકે અંગ્રેજીના ઘણા શબ્દ કસ્થ કરી લીધા હતા. એક માસ પછી તે એણે જર્મન ભાષામાં બોલવાનું શરૂ કરી દીધું. ૧૮ માસની ઉંમરે એ કેનથી ચિત્રો ચીતરતાં શીખી ગયે. બે વર્ષ અને ચાર માસની વયે એણે ડાયરી લખવાની શરૂ કરી, જેનાં હજારો પાનાં બહુ નાની વયમાં જ એણે લખી નાખ્યાં. એણે સેંકડે ચિત્ર દોર્યો છે અને કાવ્યે પણ રહ્યાં છે.
માનવશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ એની મેધા ૨૦૦ અંક ઉપરની છે.
પણ આ બાળકને પણ કેટલાક પ્રશ્નો મૂંઝવી રહ્યા છે. એની ખ્યાતિ વધતી જાય છે. ગયા માસમાં એક જ દિવસમાં ૭૦૦ મુલાકાતીઓને એણે મુલાકાત આપી હતી. મુલાકાતીઓને આ ધસારે ખૂબ જ કંટાળાજનક બની ગયું હતું. (૬) કુમારી સાકાર
બાળબુદ્ધિમાન કુમારી ઓસાકા શાળામાં માત્ર સરવાળા જ શીખેલી અને ૨૬ વર્ષની વય સુધી વાંચતાં પણ નહોતું આવડતું.. આમ છતાં ગણિતના અઘરામાં અઘરા પ્રશ્નના તે ઉત્તર આપી દેતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org