________________
૧૧૪]
વિજ્ઞાન અને ધર્મ વર્તમાન જન્મ પ્રાપ્ત કરીને નવા દેહમાં રહીને એ પ્રયત્નનું ફળ પામે છે.
આ બધી વાત ઉપરથી તે એ જ વાત ફલિત થાય છે કે બાળમાનવોની વિશિષ્ટ બુદ્ધિમત્તા જ આત્માને દેહથી ભિન્ન માનવાનું કહે છે. એને પૂર્વજન્મ સ્વીકારવાનું પણ જણાવે છે. ટૂંકમાં, આત્માનું દેહથી ભિન્ન (સ્વતંત્ર) આત્મા તરીકેનું અસ્તિત્વ સિદ્ધ કરી આપે છે.
કેટલા હશે જગતમાં એવા વિશિષ્ટ શક્તિમાન બાળમાન?
એક ગણતરી મુજબ તે દરેક દેશમાં ૨૦ બાળમાનવે વસે છે. આ બધા બાળમાન એવી એંકાવનારી વાત રજૂ કરે છે કે વિજ્ઞાન તે હજી પણ આને ઉકેલ મેળવવા માટે ચંચુપાત માત્ર કરી શકવા ભાગ્યશાળી નીવડયું લાગે છે.
બાળ બુદ્ધિમાન તરીકે જેઓ પંક્યા છે તેમાંનાં લગભગ બધાયે સામાન્ય બાળકની જેમ જ જીવનની શરૂઆત કરી હોય છે. સંશોધનને પરિણામે એવું પણ જાણવા મળ્યું છે કે એમાંનાં કેટલાકને તે ઘણા લાંબા સમય પછી બેલતાં આવડ્યું છે.
પેરિસ સ્કૂલ ઓફ એન્થ પેલેજીના પ્રે. રબર્ટ તકત જણાવે છે કે, આ પ્રકારનું બાળક ત્રણ વર્ષની વય સુધી તે સ્વપ્નમાં જ ખોવાયેલું હોય છે. અને પિતાની આસપાસ શું બની રહ્યું છે એને ખ્યાલ સુદ્ધાં હેત નથી.
પછી તદ્દન અચાનક રીતે માબાપના ભારે આશ્ચર્ય વચ્ચે આવું બાળક અજબ બુદ્ધિ બતાવવા માંડે છે.
અહી એવા કેટલાક બાળ-બુદ્ધિમાન માનના પ્રસંગો જોઈએ. (૧) સરેજબાળા
દાહોદમાં લા વર્ષની બાલિકા કુમારી સરોજબાળાએ ત્રણ દિવસમાં જાહેરમાં હજારો માનવેની મેદની સમક્ષ વેદ, પુરાણ, રામાયણ, ગીતા, મહાભારત, ઉપનિષદ, પુરાણ, શ્રુતિ-સ્મૃતિ વગેરેનું કઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org