________________
વિશિષ્ટ શક્તિથી આત્મસિદ્ધિ : પુનર્જન્મવાદ
[૧૧૩ બતાવી શકે તેમ નથી. આજે તે સ્વસ્થ આત્માનાં દર્શન અલભ્ય થયાં છે કે જે સુખને અફાટ સાગર હોય, જ્ઞાનને અનંત નિધિ હેય, ત્રિકાલદશી હેય.
પણ આવા અનંત જ્ઞાનના અસ્તિત્વની આછીપાતળી કલ્પના કરાવી જાય તેવા વિશિષ્ટ જ્ઞાનવાળા બાળમાન ક્યાંક કયાંક જેવા મળી જાય છે ખરા. એ વખતે એમ થઈ આવે છે કે જે જ્ઞાનની કક્ષાએામાં વિધવિધ તારતમ્યા હોય અને જ્ઞાનનાં જળ વધુ ને વધુ વિસ્તાર પામતાં હોય તે એ જ્ઞાનને અનંત સાગર પણ ક્યાંક કઈ અંતરમાં જરૂર હોઈ શકે.
આની સાથે સાથે બીજી પણ એક વાત સ્મરણપટે ચડી જાય છે કે જે બાળમાનને એવા જ્ઞાનની કોઈ શિક્ષણશાળામાં કદાપિ મૂકવામાં આવ્યાં નથી, રે! એવી શિક્ષણશાળાનાં જેમણે દર્શન પણ કર્યા નથી તે બાળકમાં આટલી બધી બુદ્ધિમત્તા આવી ક્યાંથી? શું ભણ્યા વિના આવું પાણ્ડિત્ય કદાપિ આવી શકે? જે આવી શકતું હોય તે બધાયને કેમ ન આવે? પ્રયત્ન સિવાય બેધ થઈ શકતે નથી, એવું સર્વત્ર જોવા મળે છે. તે તે અપવાદરૂપ આ બાળમાનનું શું સમજવું? કારણ વિના જ કાર્ય થઈ જાય ખરું ! ના, ના. તે પછી આ બાળમાન ૩-૪ વર્ષની ઉમરમાં સમર્થ – પાણ્ડિત્ય પામ્યા શી રીતે ?
સાચે જ આ પ્રશ્નન સામે પાશ્ચાત્ય દાર્શનિક મુઝારો અનુભવશે; પરંતુ પૌરસત્ય દાર્શનિકો તે તરત ઉત્તર આપી દેશે કે વર્તમાન જન્મમાં એ પ્રયત્ન ભલે નથી; પરન્તુ જન્માંતરમાં એવા પ્રયત્ન જરૂર હતા. અહીં પણ પ્રશ્ન થાય કે શું લંડનની ભૂમિમાં બીજ વાવવાથી ભારતમાં એનું વૃક્ષ બને? જન્માંતરને પ્રયત્ન આ જન્મમાં એનું ફળ આપે? અને ઉત્તર બહુ સ્પષ્ટ છે કે બે જીવનના દેહ જુદા હોવા છતાં આત્મા તે બેયમાં એક જ છે. જે આત્મામાં જન્મારના પ્રયત્નનું બીજ પડયું છે એ જ આત્મા વિ. ધ. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org