________________
ચતુર્થકર્મગ્રન્યપરિશીલન સમ્યકત્વોથી ભાયિકસમ્યકત્વ વિશિષ્ટ છે કેમ કે તે સ્થાયી છે જ્યારે પેલા બેય અસ્થાયી છે ન (4) એક શંકા એ થાય છે કે મોહનીયકર્મ ઘાતિકર્મ છે. તે સમ્યકત્વ અને ચારિત્રપર્યાયનો નાશ કરે છે, તો પછી સમ્યકત્વમોહનીયના વિપાકોદય અને મિથ્યાત્વમોહનીયના પ્રદેશોદય વખતે સમ્યકત્વપરિણામ વ્યક્ત કેવી રીતે થઈ શકે? આનું સમાધાન એ છે કે સમ્યકત્વમોહનીય મોહનીયકર્મ છે એ વાત સાચી પરંતુ તેના દલિકો વિશુદ્ધ હોય છે કેમ કે શુદ્ધ અધ્યવસાયથી જ્યારે મિથ્યાત્વમોહનીયર્મના દલિકોનો સર્વઘાતી રસ નષ્ટ થઈ જાય છે ત્યારે તે જ એકસ્થાન રસવાળા અને ક્રિસ્થાન અતિમન્દ રસવાળા દલિ સભ્યત્વમોહનીય કહેવાય છે. જેમ કાચ આદિ પારદર્શક વસ્તુઓ નેત્રના દર્શનકાર્યમાં રુકાવટ નથી નાખતી તેમ મિથ્યાત્વમોહનીયના શુદ્ધ દલિકોનો વિપાકોદય સમ્યત્વપરિણામના આવિર્ભાવમાં વિઘ્નરૂપ બનતા નથી. હવે રહી મિથ્યાત્વના પ્રદેશોની વાત. તે પણ સમ્યકત્વપરિણામનો પ્રતિબન્ધક નથી બનતો, કેમ કે નીરસ દલિકોનો જ પ્રદેશોદય થાય છે. જો જે દલિકો મન્દ રસવાળા છે તેમનો વિપાકોદય પણ ગુણનો ઘાત નથી કરતો તો નીરસ દલિકોના પ્રદેશોદયથી તો ગુણનો ઘાત થવાની સંભાવના જ નથી. જુઓ પંચસંગ્રહ દ્વાર 1 ગત 15મી ગાથાની ટીકામાં અગિયારમાં ગુણસ્થાનની વ્યાખ્યા.
* (5) ક્ષયોપશમજન્ય પર્યાય ક્ષાયોપથમિક કહેવાય છે. અને ઉપામજન્ય પર્યાય ઔપામિક કહેવાય છે. તેથી કોઈ પણ ક્ષાયોપથમિક અને પરામિક ભાવનું યથાર્થ જ્ઞાન કરવા માટે પહેલાં ક્ષયોપશમ અને ઉપશમનું જ સ્વરૂપ જાણી લેવું આવશ્યક છે. તેથી તેમનું સ્વરૂપ શાસ્ત્રીય પ્રક્રિયા અનુસાર નીચે લખીએ છીએ.
(a) ક્ષયોપશમ - ક્ષયોપશમ શબ્દમાં બે પદ છે ક્ષય અને ઉપામ. ક્ષયોપશમ શબ્દનો અર્થ કર્મનો ક્ષય અને ઉપરામ બક્ષે છે. ક્ષયનો અર્થ છે આત્માથી કર્મનો વિશિષ્ટ સંબંધ છૂટી જવો અને ઉપરામનો અર્થ છે કર્મે પોતાના સ્વરૂપમાં આત્મા સાથે સંલગ્ન રહીને પણ તેના ઉપર અસર ન પાડવી. આ તો થયો સામાન્ય અર્થ પરંતુ તેનો પારિભાષિક અર્થ કંઈક અધિક છે. બધાવલિકા પૂર્ણ થઈ જતાં કોઈ વિવક્ષિત કર્મનો જ્યારે ક્ષયો પરામ શરૂ થાય છે ત્યારે વિવક્ષિત વર્તમાન સમયથી આવલિકા સુધીના દલિકોનો, જેમને ઉઠયાવલિકાપ્રાસ યા ઉદીર્ણ દલિકો કહે છે તેમનો, તો પ્રદેરોદય અને વિપાકોદય દ્વારા ક્ષય (અભાવ) થતો રહે છે અને જે દલિકો વિરક્ષિત વર્તમાન સમયથી આવલિકા સુધીમાં ઉદય પામવા યોગ્ય નથી - જેમને ઉદયાવલિકાબહિર્ભત યા અનુદીર્ણ દલિકો કહે છે - તેમનો ઉપશમ (વિપાકોદયની યોગ્યતાનો અભાવ યા તીવ્ર રસમાંથી મન્દ રસમાં પરિણમન) થઈ જાય છે, જેથી તે ઇલિકો પોતાની ઉદયાવલિકાને પામતાં જ પ્રદેશોદય યા મન્દ વિપાકોદય દ્વારા ક્ષીણ થઈ જાય છે અર્થાત્ આત્મા ઉપર પોતાનું ફળ પ્રક્ટ કરી શક્તા નથી યા તો ઓછું પ્રકટ કરે છે.
આ રીતે આવલિકા સુધીના ઉદયપ્રાપ્ત કર્મલિકોનો પ્રદેશોદય અને વિપાકોદય દ્વારા ક્ષય થવાથી અને આવલિકા પછીના ઉદય પામવા યોગ્ય કર્મલિકોની વિપાકોદય સંબંધી યોગ્યતાનો અભાવ થવાથી યા તીવ્ર રસનું મન્દ રસમાં પરિણમન થતું રહેતું હોવાથી કર્મનો ક્ષયોપશમ થયો કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org