________________
પંચકર્મગ્રન્યપરિશીલન લેતાં એ પ્રશ્ન થાય છે કે તેનો નિયત હેતુ ક્યો છે? પ્રવચનશ્રવણ, ભગવપૂજન આદિ જે જે બાહ્ય નિમિત્ત મનાય છે તે બધાં તો સમ્યકત્વના નિયત કારણો હોઈ શકે જ નહિ કેમ કે આ બાહ્ય નિમિત્તો હોવા છતાં પણ અભવ્યોની જેમ અનેક ભવ્યોને સમ્યકત્વપ્રાપ્તિ થતી નથી. પરંતુ તેનો ઉત્તર એટલો જ છે કે સમ્યકત્વપરિણામ પ્રકટ થવામાં નિયત કારણ જીવનો તથાવિધ ભવ્યત્વ નામનો અનાદિ પારિણામિક સ્વભાવવિશેષ જ છે. જ્યારે આ પારિણામિક ભવ્યત્વનો પરિપાક થાય છે ત્યારે સમ્યકત્વલાભ થાય છે. ભવ્યત્વપરિણામ સાધ્ય રોગ જેવો છે. કોઈ સાધ્ય રોગ સ્વયમેવ (બાહ્ય ઉપાય વિના જ) શાન્ત થઈ જાય છે. કોઈ સાધ્ય રોગને શાન્ત થવા માટે વૈદ્યના ઉપચારની આવશ્યક્તા છે અને કોઈ સાધ્ય રોગ એવો પણ હોય છે જે ઘણા દિવસો પછી મટે છે. ભવ્યત્વસ્વભાવ એવો જ છે. અનેક જીવોનું ભવ્યત્વ બાહ્ય નિમિત્ત વિના જ પરિપાક પામે છે. એવા પણ જીવો છે જેમના ભવ્યત્વસ્વભાવનો પરિપાક થવા માટે સારુશ્રવણ આદિ બાહ્ય નિમિત્તાની જરૂરત પડે છે. અને અનેક જીવોનો ભવ્યત્વપરિણામ દીર્ધકાલ વ્યતીત થયા પછી પોતાની મેળે જ પરિપાક પામે છે. શાસ્ત્રશ્રવણ, અપૂજન આદિ જે બાહ્ય નિમિત્ત છે તે સહકારી માત્ર છે. તેમના દ્વારા ક્યારેક ક્યારેક ભવ્યત્વનો પરિપાક થવામાં મદદ મળે છે, તેથી વ્યવહારમાં તેઓ સમ્યકત્વનાં કારણો મનાયાં છે અને તેમના આલંબનની આવશ્યકતા દર્શાવવામાં આવે છે. પરંતુ નિશ્ચયદષ્ટિએ તથાવિધભવ્યત્વના વિપાકને જ સમ્યકત્વનું અવ્યભિચારી (નિશ્ચિત) કારણ માનવું જોઈએ. આનાથી શાસ્ત્રશ્રવણ, પ્રતિમાપૂજન આદિ બાહ્ય ક્રિયાઓની અનૈકાન્તિક્તાનો, જે અધિકારીભેદ પર અવલંબિત છે તેનો, ખુલાસો થઈ જાય છે. આ જ ભાવ ભગવાન્ ઉમાસ્વાતિએ “
ન્નિધામÉ તત્વાર્થસૂત્ર 1.3માં પ્રકટ કર્યો છે. અને આ જ વાત પંચસંગ્રહ દ્વાર 1 ગાથા 8ની મલયગિરિટીકામાં પણ છે.
(2) સમ્યકત્વ ગુણ પ્રકટ થવાનાં આભ્યન્તર કારણોની જે વિવિધતા છે તે જ ક્ષાયોપથમિક આદિ ભદોનો આધાર છે - અનન્તાનુબધિચતુષ્ક અને દર્શનમોહનીયત્રિક આ સાત પ્રકૃતિઓનો ક્ષયો પરામ એ ક્ષાયોપથમિકસમ્યકત્વનું કારણ છે, ઉપરામ ઔપામિકસમ્યકત્વનું કારણ છે અને ક્ષય ક્ષાયિકસભ્યત્વનું કારણ છે. તથા સમ્યત્વથી ય્યત કરી મિથ્યાત્વ તરફ ઝુકાવનાર અનન્તાનુબન્ધી ક્યાયોનો ઉદય સાસાદનસમ્યકત્વનું કારણ છે અને મિશ્રમોહનીયનો ઉદય મિશ્રણમ્યત્વનું કારણ છે. ઔપમિકસમ્યકત્વમાં કાલલબ્ધિ આદિ અન્ય ક્યાં ક્યાં નિમિત્તો અપેક્ષિત છે અને તે કઈ કઈ ગતિમાં ક્યાં
ક્યાં કારણોથી થાય છે એનું વિશેષ વર્ણન તથા ક્ષાયિક અને ક્ષાયોપથમિક સમ્યકત્વનું વર્ણન ક્રમશઃ તત્ત્વાર્થસૂત્ર અધ્યાય 2 સૂત્ર 3ના પહેલા અને બીજા રાજવાર્તિકમાં તથા સૂત્ર 4 અને 5ના સાતમા રાજવાર્તિકમાં છે.
(3) ઔપરામિકસમ્યક્ત્વ વખતે દર્શનમોહનીયનો કોઈ પ્રકારનો ઉદય નથી હોતો પરંતુ ક્ષાયોપથમિકસમ્યત્વ વખતે સમ્યકત્વમોહનીયનો વિપાકોદય અને મિથ્યાત્વમોહનીયનો પ્રદેશોદય હોય છે. આ ભિન્નતાના કારણે શાસ્ત્રમાં પથમિકસમ્યકત્વને ભાવસમ્યકત્વ અને ક્ષાયોપથમિકસમ્યકત્વને દ્રવ્યસમ્યકત્વ કહેલ છે. આ બન્ને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org