________________
પ્રથમકર્મગ્રન્થપરિશીલન
ભગવાન મહાવીરના કર્મવાદનું એક એ પણ ગૂઢ સાધ્ય હતું કે “જો આત્માને ક્ષણિક માત્ર માનવામાં આવે તો કર્મવિપાક કોઈ પણ રીતે ઘટી શકે નહિ. સ્વકૃત કર્મનો ભોગ અને પરકૃત કર્મના ભોગનો અભાવ તો જ ઘટી શકે જો આત્માને ન તો એકાન્ત નિત્ય માનવામાં આવે કે ન તો એકાન્ત ક્ષણિક.’·
[3] આજકાલની જેમ તે સમયે પણ ભૂતાત્મવાદી મોજૂદ હતા. તેઓ ભૌતિક દેહ નારા પામ્યા પછી કૃતકર્મભોગી પુનર્જન્મવાન કોઈ સ્થાયી તત્ત્વને માનતા ન હતા. તેમની આ દિષ્ટ ભગવાન મહાવીરને બહુ જ સંકુચિત જણાઈ. તેથી તે દૃષ્ટિનું નિરાકરણ મહાવીરે કર્મવાદ દ્વારા કર્યું.
કર્મશાસ્ત્રનો પરિચય
જો કે વૈદિક સાહિત્ય તથા બૌદ્ધ સાહિત્યમાં કર્મ વિરો વિચાર છે, પરંતુ તે એટલો અલ્પ છે કે તેનો કોઈ ખાસ ગ્રન્થ તે સાહિત્યમાં દેખાતો નથી. તેનાથી ઊલટું, જૈનદર્શનમાં કર્મવિષયક વિચાર સૂક્ષ્મ, વ્યવસ્થિત અને અતિવિસ્તૃત છે. તેથી તે વિચારોનું પ્રતિપાદક શાસ્ત્ર, જેને ‘કર્મશાસ્ત્ર’ યા ‘કર્મવિષયક સાહિત્ય' કહેવામાં આવે છે, તેણે જૈન સાહિત્યના બહુ મોટા ભાગને રોક્યો છે. કર્મશાસ્ત્રને જૈન સાહિત્યનું હૃદય કહેવું જોઈએ. એમ તો અન્ય વિષયના ગ્રન્થોમાં પણ કર્મની ઓછીવત્તી ચર્ચા મળે છે પરંતુ તેના સ્વતન્ત્ર ગ્રન્થો પણ અનેક છે. ભગવાન મહાવીરે કર્મવાદનો ઉપદેશ દીધો. તેની પરંપરા આજ સુધી ચાલતી આવી છે, પરંતુ સંપ્રદાયભેદ, સંક્લના અને ભાષાની દૃષ્ટિએ તેમાં કંઈક પરિવર્તન અવશ્ય થઈ ગયું છે.
(1) સંપ્રદાયભેદ - ભગવાન મહાવીરનું શાસન શ્વેતામ્બર અને દિગમ્બર એ બે શાખાઓમાં વહેંચાઈ ગયું. તે સમયે ર્મશાસ્ત્ર પણ વિભાજિત જેવું બની ગયું. સંપ્રદાયભેદનાં મૂળ એવા વજ્રલેપ ભેદ પર નખાયાં છે કે જેના કારણે પોતાના પિતામહ ભગવાન મહાવીરે ઉપદેશેલા કર્મતત્ત્વ ઉપર સાથે મળી વિચારવાનો પુણ્ય અવસર બન્ને સંપ્રદાયના વિદ્વાનોને ક્યારેય પ્રાપ્ત થયો નહિ. એનું પરિણામ એ આવ્યું કે મૂળ વિષયમાં કોઈ મતભેદ ન હોવા છતાં પણ કેટલાક પારિભાષિક શબ્દોમાં, તેમની વ્યાખ્યાઓમાં અને ક્યાંક ક્યાંક તાત્પર્યમાં ઓછોવત્તો ભેદ થઈ ગયો જેનાં કેટલાંક દૃષ્ટાન્તો વાચક પરિશિષ્ટમાં જોઈ શો - જુઓ પ્રથમ કર્મગ્રન્થનું પરિશિષ્ટ.
(2) સંકલના - ભગવાન મહાવીરના સમયથી આજ સુધીમાં કર્મશાસ્ત્રની જે ઉત્તરોત્તર સંકલના થતી આવી છે તેના સ્થૂલ દૃષ્ટિએ ત્રણ વિભાગ દર્શાવી શકાય ઃ
(ક) પૂર્વાત્મક કર્મશાસ્ત્ર - આ ભાગ સૌથી મોટો અને સૌથી પહેલો છે કેમ કે તેનું અસ્તિત્વ ત્યાં સુધી માનવામાં આવે છે જ્યાં સુધી પૂર્વવિદ્યા વિચ્છિન્ન થઈ ન હતી. ભગવાન મહાવીર પછી લગભગ 900 કે 1000 વર્ષ સુધી ક્રમિકહ્રાસરૂપે પૂર્વવિદ્યા વિદ્યમાન રહી હતી. ચૌક પૂર્વોમાંથી આઠમું પૂર્વ, જેનું નામ ‘કર્મપ્રવાદ’ છે તે તો મુખ્યપણે કર્મવિષયક જ હતું, પરંતુ તેના સિવાય બીજું પૂર્વ, જેનું નામ ‘અગ્રાયણીય’ છે તેમાં પણ કર્મતત્ત્વનો વિચાર તો એક ‘કર્મપ્રાભૂત’ નામનો ભાગ હતો. આજે શ્વેતામ્બર યા દિગમ્બર સાહિત્યમાં પૂર્વાત્મક કર્મશાસ્ત્રનો મૂળ અંશ વિદ્યમાન નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org