________________
પંચકર્મગ્રન્થપરિશીલન
(ખ) પૂર્વમાંથી ઉદ્ધૃત અર્થાત્ આકરૂપ કર્મશાસ્ત્ર - આ વિભાગ પહેલા વિભાગથી બહુ નાનો હોવા છતાં વર્તમાન અભ્યાસીઓ માટે તે એટલો મોટો છે કે તેને આકર કર્મશાસ્ત્રનો વિભાગ કહેવો પડે છે. આ ભાગ સાક્ષાત્ પૂર્વમાંથી ઉદ્ધૃત છે એવો ઉલ્લેખ શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને સંપ્રદાયોના ગ્રન્થોમાં મળે છે. પૂર્વમાંથી ઉદ્ધૃત કરવામાં આવેલ કર્મશાસ્ત્રનો અંશ બન્ને સંપ્રદાયોમાં આજ પણ વિદ્યમાન છે. ઉદ્ધારના સમયે સંપ્રદાયભેદ રૂઢ થઈ જવાના કારણે ઉદ્ધૃત અંશ બન્ને સંપ્રદાયોમાં કંઈક ભિન્ન-ભિન્ન નામથી પ્રસિદ્ધ છે. શ્વેતામ્બર સંપ્રઠાયમાં (1) કર્મપ્રકૃતિ, (2) રાતક, (3) પંચસંગ્રહ અને (4) સપ્તતિકા એ ચાર ગ્રન્થો અને દિગમ્બર સંપ્રદાયમાં (1) મહાકર્મપ્રકૃતિપ્રામૃત તથા (2) કષાયાભૂત એ બે ગ્રન્થો પૂર્વોધૃત મનાય છે.
(ગ) પ્રારણિક કર્મશાસ્ત્ર - આ વિભાગ ત્રીજી સંક્લનાનું ફળ છે. તેમાં કર્મવિષયક નાનોમોટા પ્રકરણગ્રન્થો સમાવિષ્ટ છે. આ પ્રકરણગ્રન્થોનું અધ્યયન-અધ્યાપન આજ વિરોષપણે પ્રચલિત છે. આ પ્રકરણોનું અધ્યયન કર્યા પછી મેધાવી અભ્યાસી ‘આકર ગ્રન્થો’નું અધ્યયન કરે છે. ‘આગ્રન્થો’માં પ્રવેશ કરવા માટે પહેલાં પ્રાકરણિક વિભાગનું અવલોકન કરવું જરૂરી છે. આ પ્રાકરણિક કર્મશાસ્ત્રનો વિભાગ વિષની આઠમીનવમી શતાબ્દીથી લઈને સોળમી-સત્તરમી શતાબ્દી સુધીના ગાળામાં નિર્મિત અને પલ્લવિત થયો છે.
(3) ભાષા - ભાષાદષ્ટિએ કર્મશાસ્ત્રને ત્રણ હિસ્સામાં વિભાજિત કરી શકાય - (ક) પ્રાકૃત ભાષામાં રચિત, (ખ) સંસ્કૃત ભાષામાં રચિત અને (ગ) પ્રચલિત પ્રાદેશિક ભાષાઓમાં રચિત.
(૭) પ્રાકૃત - પૂર્વાત્મક અને પૂર્વોધૃત કર્મશાસ્ત્ર પ્રાકૃત ભાષામાં રચાયાં છે. પ્રાણિક કર્મશાસ્ત્રનો બહુ મોટો ભાગ પ્રાકૃત ભાષામાં જ રચાયેલો મળે છે. મૂળ ગ્રન્થો સિવાય તેમના ઉપરની ટીકા-ટિપ્પણીઓ પણ પ્રાકૃત ભાષામાં છે.
(ખ) સંસ્કૃત- પ્રાચીન સમયમાં જે કર્મશાસ્ત્ર રચાયાં છે તે બધાં પ્રાકૃતમાં જ છે, પરંતુ પછીથી સંસ્કૃત ભાષામાં પણ કર્મશાસ્ત્રની રચના થવા લાગી. મોટે ભાગે સંસ્કૃત ભાષામાં કર્મશાસ્ત્ર પર ટીકા-ટિપ્પણ વગેરે જ લખવામાં આવ્યાં છે, પરંતુ કેટલાંક પ્રાકરણિક કર્મશાસ્ત્ર બન્ને સંપ્રદાયોમાં એવાં પણ છે જે સંસ્કૃત ભાષામાં રચવામાં આવ્યાં છે.
(ગ) પ્રગલિત પ્રાદેશિક ભાષાઓ - આ ભાષાઓમાં મુખ્યપણે કર્ણાટકી, ગુજરાતી અને રાજસ્થાની-હિન્દી આ ત્રણ ભાષાઓનો સમાવેશ થાય છે. આ ભાષાઓમાં મૌલિક ગ્રન્થ નામ માત્રના છે. આ ભાષાઓનો ઉપયોગ મુખ્યપણે મૂળ અને ટીકાનો અનુવાદ કરવામાં જ કરવામાં આવ્યો છે. ખાસ કરીને આ પ્રાદેશિક ભાષાઓમાં તે જ ટીકાટિપ્પણ-અનુવાદ આદિ છે જે પ્રારણિક કર્મશાસ્ત્રવિભાગ પર લખાયાં છે. કર્ણાટકી અને હિન્દી ભાષાનો આશ્રય દિગમ્બર સાહિત્યે લીધો છે, જ્યારે ગુજરાતી ભાષાનો આશ્રય શ્વેતામ્બર સાહિત્યે લીધો છે.
આગળ અમે ‘શ્વેતામ્બરીય કર્મવિષયક ગ્રન્થ’ અને ‘દિગમ્બરીય કર્મવિષયક ગ્રન્થ શીર્ષવાળાં બે કોષ્ટકો આપ્યાં છે, જેમનામાં તે બધા કર્મવિષયક ગ્રન્થોનું સંક્ષિપ્ત વિવરણ છે જે શ્વેતામ્બરીય અને દિગમ્બરીય સાહિત્યમાં આજે વિદ્યમાન છે યા જેમના હોવાની જાણ થઈ છે. જુઓ પ્રથમ કર્મગ્રન્થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org