________________
પ્રથમકર્મગ્રન્થપરિશીલન
૫
અને રક્ષણશીલ જૈન સમાજ માટે એટલું નિઃસંકોચ કહી શકાય કે તેણે તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં ભગવાન મહાવીરે ઉપદેશેલાં તત્ત્વોથી અધિક ગવેષણા કરી નથી કારણ કે તેમ કરવું સંભવ જ ન હતું. પરિસ્થિતિ બદલાઈ જવાથી ભલે ને શાસ્ત્રીય ભાષા અને પ્રતિપાદન શૈલી મૂળ પ્રવર્તકની ભાષા અને શૈલીથી કંઈક બદલાઈ ગયાં હોય, પરંતુ એટલું સુનિશ્ચિત છે કે મૂળ તત્ત્વોમાં અને તત્ત્વવ્યવસ્થામાં જરા પણ અન્તર પડ્યું નથી. તેથી જૈન શાસ્ત્રના નયવાદ, નિક્ષેપવાદ, સ્યાદ્વાદ આદિ અન્ય વાદોની જેમ કર્મવાદનો આવિર્ભાવ પણ ભગવાન મહાવીરથી થયો છે એમ માનવામાં કોઈ પ્રકારનો વાંધો ઉઠાવી શકાતો નથી. વર્તમાન જૈન આગમ ક્યારે અને કોણે રચ્યાં એ પ્રશ્ન ઐતિહાસિકોની દૃષ્ટિએ ભલે ને વિવાદાસ્પદ હોય, પરંતુ તેમને પણ એટલું તો અવશ્ય માન્ય છે કે વર્તમાન જૈન આગમના બધા વિશિષ્ટ અને મુખ્ય વાદ ભગવાન મહાવીરના વિચારની વિભૂતિ છે. કર્મવાદ જૈનોનો અસાધારણ અને મુખ્ય વાદ છે એટલે ભગવાન મહાવીરથી તેનો આવિર્ભાવ થયો હોવાની બાબતમાં કોઈ જાતની શંકા કરી શકાતી નથી. ભગવાન મહાવીરને નિર્વાણ પામ્યાને 2448 વર્ષ વીતી ગયા.' તેથી વર્તમાન કર્મવાદ અંગે એ કહેવું કે તેને ઉત્પન્ન થયે અઢી હજાર વર્ષ થયા સર્વથા પ્રામાણિક છે. ભગવાન મહાવીરના શાસનની સાથે કર્મવાદનો એવો સંબંધ છે કે જો તેનાથી તેને અલગ કરી દેવામાં આવે તો તે શાસનમાં શાસનત્વ (વિશેષત્વ) જ ન રહે - આ વાતને જૈનધર્મનુ સૂક્ષ્મ અવલોક્ન કરનાર બધા ઐતિહાસિકો સારી રીતે જાણે છે અને માને છે.
અહીં કોઈ કહી રશકે કે ‘ભગવાન મહાવીર સમાન, તેમના પહેલાં, ભગવાન પાર્શ્વનાથ, નેમિનાથ આદિ થઈ ગયા છે. તેઓ પણ જૈન ધર્મના સ્વતન્ત્ર પ્રવર્તક હતા અને બધા ઐતિહાસિકો તેમને જૈન ધર્મના ધુરંધર નાયકો તરીકે સ્વીકારે પણ છે, તો પછી કર્મવાદના આવિર્ભાવના સમયને તમે જણાવેલા સમયથી વધુ પાછળ લઈ જવામાં શું વાંધો છે ? પરંતુ આના ઉત્તરમાં અમારું કહેવું છે કે કર્મવાદના ઉત્થાનના સમય અંગે જે કંઈ કહેવામાં આવે તે એવું હોય કે જેને માનવામાં કોઈને પણ કોઈ જાતની આનાકાની ન હોય. એ વાત ભૂલવી ન જોઈએ કે ભગવાન નેમિનાથ તથા પાર્શ્વનાથ આદિ જૈનધર્મના મુખ્ય પ્રવર્તકો થયા અને તેમણે જૈનશાસનને પ્રવર્તિત પણ કર્યું, પરંતુ વર્તમાન જૈન આગમો, જેમના ઉપર આજ જૈનશાસન અવલંબિત છે તે, તેમના ઉપદેશની સંપત્તિ નથી. તેથી કર્મવાદના સમુત્થાનનો જે સમય અમે ઉપર આપ્યો છે તેને અરાંનીય સમજવો જોઈએ.
બીજો પ્રશ્ન એ છે કે કર્મવાદનો આવિર્ભાવ ક્યા પ્રયોજનથી થયો ? આ પ્રશ્નના ઉત્તરમાં નીચે જણાવેલાં ત્રણ પ્રયોજનો મુખ્યપણે દર્શાવી શકાય -
(1) વૈદિક ધર્મની ઈશ્વરસંબંધી માન્યતામાં જેટલો અંશ ભ્રાન્ત હતો તેને ६२ કરવો. (2) બૌદ્ધ ધર્મના એકાન્ત ક્ષણિકવાદને અયુક્ત દર્શાવવો.
(3) આત્માને જડ તત્ત્વોથી ભિન્ન સ્વતન્ત્ર તત્ત્વરૂપે સ્થાપિત કરવો.
આના વિશેષ ખુલાસા માટે એ જાણવું જોઈએ કે આર્યાવર્તમાં ભગવાન મહાવીરના સમયમાં ક્યા ક્યા ધર્મો હતા અને તેમનાં મન્તવ્યો ક્યાં હતાં ?
1. આ લેખ ઈ.સ. 1919માં લખાયો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org