SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ પંચકર્મગ્રન્થપરિશીલન રહેવું એ જ સાચું મનુષ્યત્વ છે જે ભૂતકાળના અનુભવો દ્વારા બોધ આપીને મનુષ્યને પોતાની ભાવી ભલાઈ માટે તૈયાર કરે છે. પરંતુ તે નિશ્ચિત છે કે આવું મનુષ્યત્વ કર્મના સિદ્ધાન્ત ઉપર વિશ્વાસ કર્યા વિના કદી આવી શકતું નથી. આ ઉપરથી એ જ કહેવું પડે છે કે શું વ્યવહાર કે શું પરમાર્થ બધી જગાએ કર્મનો સિદ્ધાન્ત એકસરખો ઉપયોગી છે. કર્મના સિદ્ધાન્તની શ્રેષ્ઠતા અંગે ડૉ. મેક્સમૂલરના જે વિચારો છે તે જાણવા લાયક છે. તેઓ કહે છે : ‘એ તો નિશ્ચિત છે કે કર્મના સિદ્ધાન્તનો પ્રભાવ માનવજીવન ઉપર બેહદ પડ્યો છે. જો માનવી એ જાણે કે વર્તમાન જીવનમાં કોઈ જાતનો અપરાધ કર્યા વગર પણ મારે જે કંઈ દુઃખ વેઠવું પડે છે એ મારા પૂર્વજન્મના કર્મનું જ ફળ છે, તો તે, જૂનું દેવું ચૂકવનાર માનવીની જેમ, શાન્તપણે તે કષ્ટને સહન કરી લેરો; અને સાથે સાથે જો તે માનવી એટલું પણ જાણતો હોય કે સહનશીલતાથી જૂનું દેવું ચૂકતે કરી શકાય છે તથા તેના દ્વારા જ ભવિષ્યને માટે નીતિની - ધર્મની મૂડી ભેગી કરી શકાય છે, તો તે માનવીને ભલાઈને માર્ગે ચાલવાની પ્રેરણા આપોઆપ જ મળી જવાની. સારું કે ખરાબ, કોઈ પણ જાતનું કર્મ નાશ પામતું નથી એવો આ નીતિશાસ્ત્રનો સિદ્ધાન્ત અને શક્તિની અવિનાશિતાનો ભૌતિકશાસ્ત્રનો સિદ્ધાન્ત બન્ને એક્સરખા છે. બન્ને સિદ્ધાન્તોનો સાર એટલો જ છે કે ાનો પણ નારા થતો નથી. કોઈ પણ નીતિબોધ યા નીતિશિક્ષાના અસ્તિત્વ વિરો ગમે તેટલી શંકા કેમ ન હોય, પણ એટલું તો સુનિશ્ચિત છે કે કર્મનો સિદ્ધાન્ત સૌથી વધારે સ્થાનોમાં સ્વીકારવામાં આવ્યો છે, તેનાથી લાખો માનવીઓનાં કષ્ટો ઓછાં થયાં છે અને એ જ સિદ્ધાન્તના કારણે માનવીને વર્તમાન સંક્ટ સહન કરવાની શક્તિ પેદા કરવાનું તથા ભવિષ્યનું જીવન સુધારવાનું ઉત્તેજન મળતું રહ્યું છે. કર્મવાદના સમુત્થાનનો કાળ અને તેનું સાય કર્મવાદના વિરો બે પ્રશ્નો ઊઠે છે - (1) કર્મવાદનો આવિર્ભાવ ક્યારે થયો ? (2) અને શા માટે થયો ? પહેલા પ્રશ્નનો ઉત્તર બે દષ્ટિએ દઈ શકાય - (1) પરંપરા અને (2) ઐતિહાસિક દષ્ટિ. (1) પરંપરા અનુસાર કહેવામાં આવે છે કે જૈનધર્મ અને કર્મવાદનો પરસ્પર સંબંધ સૂર્ય અને તેનાં કિરણો વચ્ચેના સંબંધ જેવો છે. કોઈક સમયે, કોઈક દેશ વિરોષમાં જૈનધર્મનો અભાવ ભલે દેખાય પરંતુ તેનો અભાવ બધી જગાએ એક સાથે કદી નથી હોતો. તેથી સિદ્ધ છે કે કર્મવાદ પણ પ્રવાહરૂપે જૈનધર્મની સાથે સાથે અનાદિ છે અર્થાત્ તે અભૂતપૂર્વ નથી. (2) પરંતુ જૈનેતર જિજ્ઞાસુ અને ઇતિહાસપ્રેમી જૈન ઉક્ત પરંપરાને આનાકાની કર્યાં વિના માનવા તૈયાર નથી. સાથે સાથે જ તેઓ ઐતિહાસિક પ્રમાણના આધારે આપવામાં આવેલા ઉત્તરને માની લેવામાં જરા પણ અચકતા નથી. એ વાત નિર્વિવાદ સિદ્ધ છે કે આજ જે જૈનધર્મ શ્વેતામ્બર યા દિગમ્બર શાખારૂપે વિધમાન છે, આજ જેટલું જૈન તત્ત્વજ્ઞાન છે અને જે વિશિષ્ટ પરંપરા છે તે બધું ભગવાન મહાવીરના વિચારનું ચિત્ર છે. સમયના પ્રભાવે મૂળ વસ્તુમાં કંઈકે ને કંઈક પરિવર્તન થતું રહે છે, તેમ છતાં ધારણીલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001176
Book TitlePanchkarmagranthparishilan
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherJagruti Dilip Sheth Dr
Publication Year2007
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati, Karma, Principle, & Karm Theory
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy