________________
૧૧૫
પંચકર્મગ્રન્યપરિશીલન છે કે એકમાત્ર મોક્ષ જ જીવનનું લક્ષ્ય છે અને મોક્ષ વાસ્તે કર્મમાત્ર, ભલે તે પુણ્યરૂપ હોય કે પાપરૂપ, હેય છે. એવું નથી કે કર્મનો ઉચ્છેદ શક્ય નથી. પ્રયત્નથી તે પણ રાજ્ય છે. જ્યાં ક્યાંય પણ નિવર્તિક ધર્મનો ઉલ્લેખ આવે છે ત્યાં સર્વત્ર તે આ મતનો સૂચક છે. તેના મત અનુસાર જ્યારે આત્મત્તિક કર્મનિવૃત્તિ શક્ય અને ઈષ્ટ છે ત્યારે તેને પ્રથમ દળની દષ્ટિની વિરુદ્ધ જ કર્મની ઉત્પત્તિનું અસલ કારણ દર્શાવવું પડ્યું. તેણે કહ્યું કે ધર્મ અને અધર્મનું મૂળ કારણ પ્રચલિત સામાજિક વિધિનિષેધ નથી પરંતુ અજ્ઞાન અને રાગદ્વેષ છે. ગમે તેટલું શિષ્ટસમ્મત અને વિહિત સામાજિક આચરણ કેમ ન હોય પણ જો તે અજ્ઞાન અને રાગદ્વેષમૂલક હોય તો તેનાથી અધર્મની જ ઉત્પત્તિ થાય છે. તેના મત અનુસાર પુણ્ય અને પાપનો ભેદ સ્થળ દષ્ટિ ધરાવનારાઓ માટે જ છે. તત્ત્વતઃ તો પુણ્ય અને પાપ બધું જ અજ્ઞાન અને રાગદ્વેષમૂલક હોવાથી અધર્મ અને હેય જ છે. આ નિવર્તક ધર્મવાદી દળ સામાજિક ન રહેતાં વ્યક્તિવિકાસવાદી રહ્યું. જ્યારે તેણે કર્મનો ઉચ્છેદ અને મોક્ષ પુરુષાર્થ માની લીધો ત્યારે તેને કર્મનાં ઉચ્છેદક અને મોક્ષનાં જનક કારણો પર પણ વિચાર કરવો પડ્યો. આ વિચારના ફલસ્વરૂપ તેણે જે કર્મનિવર્તક કારણો સ્થિર ર્યા તે જ આ દળનો નિવર્તક ધર્મ છે. પ્રવર્તક અને નિવર્તક ધર્મોની દિશા પરસ્પર તદ્દન વિરુદ્ધ છે. એકનું ધ્યેય સામાજિક વ્યવસ્થાની રક્ષા અને સુવ્યવસ્થાનું નિર્માણ છે જ્યારે બીજા દળનું ધ્યેય પોતાના આત્મત્તિક સુખની પ્રાપ્તિ છે, તેથી માત્ર આત્મગામી છે. નિવર્તિક ધર્મ જ શ્રમણ, પરિવ્રાજક, તપસ્વી અને યોગમાર્ગ નામોથી પ્રસિદ્ધ છે. કર્મપ્રવૃત્તિ અજ્ઞાન અને રાગદ્વેષજનિત હોવાથી તેની આત્યંતિક નિવૃત્તિનો ઉપાય અજ્ઞાનવિરોધી સમ્યજ્ઞાન અને રાગદ્વેષવિરોધી સંયમ જ સ્થિર થયો. બાકીના તપ, ધ્યાન, ભક્તિ આદિ બધા ઉપાયો ઉક્ત જ્ઞાન અને સંયમનાં જ સાધનરૂપે મનાયા છે.
નિવક ધર્મવાદીઓમાં અનેક પક્ષો પ્રચલિત હતા. આ પક્ષભેદ કંઈક અંશે તો વાદોની સ્વભાવમૂલક ઉગ્રતા-મૃદુતાને આભારી હતો તો કંઈક અંશે તત્ત્વજ્ઞાનની જુદી જુદી પ્રક્રિયાઓ ઉપર પણ અવલંબિત હતો. આવા પક્ષો મૂળમાં ત્રણ રહેલા જણાય છે. એક પરમાણુવાદી હતો, બીજો પ્રધાનવાદી હતો અને ત્રીજો પરમાણુવાદી હોવા છતાં પણ પ્રધાનની છાયાવાળો હતો. આ ત્રણમાંથી પહેલો પરમાણુવાદી પક્ષ મોક્ષનો સમર્થક હોવા છતાં પણ પ્રવર્તક ધર્મનો એટલો વિરોધી ન હતો જેટલા વિરોધી પાછળના બે પક્ષો હતા. આ જ પક્ષ આગળ જઈને ન્યાય-વૈશેષિક દર્શન તરીકે પ્રસિદ્ધ થયો. બીજો પક્ષ પ્રધાનવાદી હતો અને તે આત્મત્તિક કર્મનિવૃત્તિનો સમર્થક હોવાથી પ્રવર્તક ધર્મ અર્થાત્ શ્રૌત-સ્માર્ત કર્મને પણ હેય દર્શાવતો હતો. આ જ પક્ષ સાંખ્યયોગ નામથી પ્રસિદ્ધ છે અને તેના તત્ત્વજ્ઞાનની ભૂમિકા ઉપર તથા તેના નિવૃત્તિવાદની છાયામાં આગળ જઈને વેદાન્તદર્શન અને સંન્યાસમાર્ગની પ્રતિષ્ઠા થઈ. ત્રીજો પક્ષ પ્રધાનછાયાપન્ન અર્થાત્ પરિણામી પરમાણુવાદનો છે જે બીજા પક્ષની જેમ જ પ્રવર્તક ધર્મની આત્યંતિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org