________________
૧૧૬
પંચકર્મગ્રન્થપરિશીલન
વિરોધી હતો. આ જ પક્ષ જૈન અને નિર્પ્રન્થ દર્શનના નામથી પ્રસિદ્ધ છે. બૌદ્ધદર્શન પ્રવર્તક ધર્મનું આત્યન્તિક વિરોધી છે પરંતુ તે બીજા અને ત્રીજા પક્ષના મિશ્રણનો એક ઉત્તરવર્તી સ્વતન્ત્ર વિકાસ છે. પરંતુ બધા નિવર્તકવાદીઓનું સામાન્ય લક્ષણ એ છે કે કોઈ ને કોઈ રીતે કર્મોની જડનો નારા કરવો અને એવી સ્થિતિ પામવી કે જ્યાંથી ક્રી જન્મચક્રમાં ન આવવું પડે.
એવું તો જણાતું નથી કે ક્યારેક માત્ર પ્રવર્તક ધર્મ જ પ્રચલિત રહ્યો હોય અને નિવર્તધર્મવાદનો પાછળથી પ્રાદુર્ભાવ થયો હોય. તેમ છતાં પ્રારંભિક સમય એવો જરૂર વીત્યો છે જ્યારે સમાજમાં પ્રવર્તક ધર્મની પ્રતિષ્ઠા મુખ્ય હતી અને નિવર્તક ધર્મ કેટલીક વ્યક્તિઓ સુધી જ સીમિત હોવાના કારણે પ્રવર્તધર્મવાદીઓ તરફથી કેવળ ઉપેક્ષિત જ ન હતો પરંતુ તેના દ્વારા વિરોધની થપ્પડો પણ સહન કરતો રહ્યો હતો. પરંતુ નિવર્તક ધર્મવાદીઓની જુદી જુદી પરંપરાઓએ જ્ઞાન, ધ્યાન, તપ, યોગ, ભક્તિ આદિ આભ્યન્તર તત્ત્વોનો ક્રમશઃ એટલો બધો વિકાસ કર્યો કે પછી તો પ્રવર્તક ધર્મના હોવા છતાં પણ સમાજ ઉપર એક રીતે નિવર્તધર્મની જ પ્રતિષ્ઠાની મુદ્રા લાગી ગઈ અને જ્યાં જુઓ ત્યાં નિવૃત્તિની ચર્ચા થવા લાગી અને સાહિત્ય પણ નિવૃત્તિના વિચારોથી જ નિર્મિત અને પ્રચારિત થવા લાગ્યું.
નિવર્તકધર્મવાદીઓને મોક્ષના સ્વરૂપ તથા મોક્ષનાં સાધનો અંગે તો ઊહાપોહ કરવો જ પડતો હતો પરંતુ તેની સાથે તેમને કર્મતત્ત્વ અંગે પણ બહુ જ વિચાર કરવો પડ્યો. તેમણે કર્મ તથા તેના ભેદોની પરિભાષાઓ અને વ્યાખ્યાઓ સ્થિર કરી. કાર્ય અને કારણની દષ્ટિએ કર્મતત્ત્વનાં વિવિધ વર્ગીકરણો તેમણે કર્યાં. કર્મની ફલદાનરાક્તિઓનું વિવેચન પણ તેમણે કર્યું. જુદા જુદા વિપાકોની કાલમર્યાદાઓ પણ તેમણે વિચારી. કર્મોના પારસ્પરિક સંબંધ પર પણ તેમણે વિચાર કર્યો. આ રીતે નિવર્તકધર્મવાદીઓનું ખાસ્સું કર્મતત્ત્વવિષયક શાસ્ત્ર વ્યવસ્થિત થઈ ગયું અને તેમાં દિન પ્રતિદિન નવા નવા પ્રશ્નો અને તેમના ઉત્તરો દ્વારા તેનો અધિકાધિક વિકાસ પણ થતો રહ્યો. આ નિવર્તધર્મવાદી જુદા જુદા પક્ષો પોતાની અનુકૂળતા મુજબ જુદા જુદા વિચારો કરતા રહ્યા પરંતુ જ્યાં સુધી તે બધાનું સમ્મિલિત ધ્યેય પ્રવર્તકધર્મવાદનું ખંડન રહ્યું ત્યાં સુધી તેમની વચ્ચે વિચારવિનિમય પણ થતો રહ્યો અને તેમનામાં એકવાક્યતા પણ રહી. આ જ કારણે ન્યાયવૈશેષિક, સાંખ્યયોગ, જૈન અને બૌદ્ધ દર્શનોનાં કર્મવિષયક સાહિત્યમાં પરિભાષા, ભાવ, વર્ગીકરણ આદિનું રાબ્દશઃ અને અર્થશઃ સામ્ય ઘણું જોવામાં આવે છે, જ્યારે ઉક્ત દર્શનોનું વર્તમાન સાહિત્ય તો તે સમયની અધિકાંશ પેદાશ છે જે સમયે ઉક્ત દર્શનોનો પરસ્પર સદ્ભાવ બહુ ઘટી ગયો હતો. મોક્ષવાદીઓની સામે એક જટિલ સમસ્યા પહેલેથી જ એ હતી કે એક તો પુરાણાં બદ્ધ કર્મો જ અનન્ત છે, બીજું તેમનાં ફળોને ક્રમરાઃ ભોગવતી વખતે પ્રત્યેક ક્ષણે નવાં નવાં કર્મો પણ બંધાતાં રહે છે, તો પછી તે
Jain Education International
For Private & Personal Use Only
12
www.jainelibrary.org