________________
પંચકર્મગ્રન્યપરિશીલન આદિ ત્રણે સંજ્ઞાઓ પ્રસિદ્ધ છે. જુઓ વિશેષાવરકભાષ્ય ગાથા 3050-3051, પંચસંગ્રહ દ્વાર1 ગાથા 16ની ટીકા. દિગમ્બર સાહિત્યમાં કેવળ ‘આવર્જિતકરણ” સંજ્ઞા પ્રસિદ્ધ છે. લક્ષણ પણ તેમાં સ્પષ્ટ છે -
हेट्ठा दंडस्सतोमुत्तमावजदं हवे करणं ।
તં ચ સમુહસ ય દિમુદમાવો નિuિiવસ II617 લબ્ધિસાર (2) કેવલિસમુઘાતનું પ્રયોજન અને વિધાનસમય - જ્યારે વેદનીય આદિ અઘાતિકર્મની સ્થિતિ તથા દલિક આયુકર્મની સ્થિતિ તથા દલિ%ી વધુ હોય ત્યારે તેમને પરસ્પર સરખાં કરવા માટે કેવલિસમુદ્દઘાત કરવો પડે છે. તેનું વિધાન એ છે કે અન્તર્મુહૂર્ત જેટલું આયુષ્ય બાકી રહ્યું હોય તે સમયે કેવલિસમુઘાત થાય છે.
(3) સ્વામી - કેવલજ્ઞાની જ કેવલિસમુઘાત કરે છે. (4) કાલમાન - કેવલિસમુદ્દઘાતનું કાલમાન આઠ સમયનું છે
(5) પ્રક્રિયા - પ્રથમ સમયમાં આત્માના પ્રદેશોને શારીરની બહાર કાઢી ફેલાવી દેવામાં આવે છે. આ સમયે તે પ્રદેશોનો આકાર દંડ જેવો બને છે. આત્મપ્રદેશોનો આ દંડ ઊંચાઈમાં લોકની ટોચથી તળિયા સુધી અર્થાત્ ચૌદ રજૂ પરિમાણ હોય છે પરંતુ તેની જાડાઈ કેવળ શરીરની જાડાઈ જેટલી હોય છે. બીજા સમયમાં ઉક્ત દંડને પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ ફેલાવીને તેનો આકાર કપાટ (કમાડ) જેવો બનાવી દેવામાં આવે છે. ત્રીજા સમયમાં પાટીદાર આત્મપ્રદેશોને મન્થાકાર (ઝેરણીના આકારવાળા) બનાવવામાં આવે છે અર્થાત્ પૂર્વ-પશ્ચિમ તથા ઉત્તર-દક્ષિણ બન્ને તરફ ફેલાવવાથી તેમનો આકાર ઝેરણી જેવો બની જાય છે. ચોથા સમયમાં વિદિશાઓના ખાલી ભાગોને આત્મપ્રદેશોથી ભરી દઈને આત્મપ્રદેશોથી સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરી દેવામાં આવે છે. પાંચમા સમયમાં આત્માના લોકવ્યાપી પ્રદેશોને સંહરણક્રિયા (પાછા ખેંચી લેવાની ક્રિયા) દ્વારા વળી પાછા મળ્યાકાર બનાવી દેવામાં આવે છે. છઠ્ઠા સમયમાં મન્થાકારમાંથી આત્મપ્રદેશોને કપાટાકારમાં લાવવામાં આવે છે. સાતમા સમયમાં આત્મપ્રદેશોને વળી પાછા દંડાકાર બનાવી દેવામાં આવે છે. અને આઠમા સમયમાં આત્મપ્રદેશોને અસલ સ્થિતિમાં લાવી દેવામાં આવે છે અર્થાત્ શરીરસ્થ કરી દેવામાં આવે છે.
(6) જૈન દષ્ટિ અનુસાર આત્મવ્યાપકતાની સંગતિ - ઉપનષિ, ભગવદ્ગીતા આદિ ગ્રન્થોમાં આત્માની વ્યાપકતાનું વર્ણન છે. વિશ્વતથત વિશ્વતો પુર્ણ વિશ્વતો વદુત વિશ્વતત્ ' શ્વેતાશ્વતરોપનિષદ્ 3.3 11.15. ભગવદ્ગીતાનો નીચેનો શ્લોક (13.13) જુઓ -
सर्वतः पाणिपादं तत् सर्वतोऽक्षिशिरोमुखम् ।
सर्वतः श्रुतिमल्लोके सर्वमावृत्य तिष्ठति ।। જૈન દષ્ટિ અનુસાર આ વર્ણન અર્થવાદ છે, અર્થાત્ આત્માની મહત્તા અને પ્રશંસાનું સૂચક છે. આ અર્થવાદનો આધાર કેવલિસમુઘાતના ચોથા સમયમાં આત્માનું લોકવ્યાપી બનવું છે. આ જ વાત ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ શાસ્ત્રવાર્તાસમુચ્ચયટીકામાં (પૃ. 338) નિર્દશી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org