________________
ચતુર્યકર્મગ્રન્યપરિશીલન
જેમ વેદનીય આદિ કર્મોને શીધ્ર ભોગવી લેવા માટે સમુઘાતક્રિયા માનવામાં આવી છે, તેવી જ રીતે પાતંજલ યોગદર્શનમાં ‘બહુકાયનિર્માણકિયા’ માનવામાં આવી છે જે ક્રિયાને તત્ત્વસાક્ષાર્તા યોગી સોપકમ કર્મ શીધ્ર ભોગવી લેવા માટે કરે છે. પાઠ 3 સૂત્ર 22નું ભાષ્ય તથા વૃત્તિ તેમજ પાદ 4 સૂત્ર 4નું ભાષ્ય અને વૃત્તિ. (16) કાલ
કાલના વિષયમાં જેન અને વૈદિક બન્ને દર્શનોમાં લગભગ અઢી હજાર વર્ષ પહેલેથી બે પક્ષો ચાલ્યા આવે છે. શ્વેતામ્બર ગ્રન્થોમાં બન્ને પક્ષોનું વર્ણન છે. દિગમ્બર ગ્રન્થોમાં એક જ પક્ષ જોવા મળે છે.
(1) પહેલો પક્ષ કાલને સ્વત– દ્રવ્ય માનતો નથી. તે માને છે કે જીવદ્રવ્ય અને અજીવદ્રવ્યનો પર્યાયપ્રવાહ જ કાલ છે. આ પક્ષ અનુસાર જીવદ્રવ્ય અને અજીવદ્રવ્યનું પર્યાયપરિણમન જ ઉપચારથી કાલ મનાય છે. તેની જીવ અને અજીવને જ કાલદ્રવ્ય સમજવું જોઈએ. કાલ તેમનાથી અલગ તત્ત્વ નથી. આ પક્ષ જીવાભિગમ આદિ આગમોમાં છે.
(2) બીજો પક્ષ કાલને સ્વતન્ત્ર દ્રવ્ય માને છે. તે કહે છે કે જેમ જીવ, પુગલ આદિ સ્વતન્ત દ્રવ્યો છે તેવી જ રીતે કોલ પણ સ્વતંત્ર દ્રવ્ય છે. તેથી આ પક્ષ અનુસાર કાલને જીવાદિનો પર્યાયપ્રવાહ ન સમજીને તેને જીવાદિથી ભિન્ન તત્ત્વ જ સમજવું જોઈએ. આ પક્ષ ભગવતી આદિ આગમોમાં છે.
આગમ પછીના ગ્રન્થોમાં, જેવા કે તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ, દ્વાäિશિકામાં શ્રી સિદ્ધસેન દિવાકરે, વિશેષાવશ્યક ભાષ્યમાં શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે, ધર્મસંગ્રહણીમાં શ્રી હરિભદ્રસૂરિએ, યોગશાસ્ત્રમાં શ્રી હેમચન્દ્રસૂરિએ, દ્રવ્યગુણપર્યાયના રાસમાં શ્રી ઉપાધ્યાય યશોવિજયજીએ, લોકપ્રકારામાં શ્રીવિનયવિજયજીએ અને નયચક્રસાર તથા આગમસારમાં શ્રી દેવચન્દ્રજીએ આગમગત ઉક્ત બન્ને પક્ષોનો ઉલ્લેખ
ર્યો છે. દિગમ્બર સંપ્રદાયમાં એક માત્ર બીજા પક્ષનો જ સ્વીકાર છે જે સૌપ્રથમ શ્રીકુન્દકુન્દ્રાચાર્યના ગ્રન્થોમાં મળે છે. ત્યાર પછી પૂજ્યપાદસ્વામી, ભટ્ટારક શ્રી અકલંકદેવ, વિદ્યાનન્દસ્વામી, નેમિચન્દ્ર સિદ્ધાન્તચક્રવર્તી અને બનારસીદાસ આદિના ગ્રન્થોમાં પણ આ એક જ પક્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
પહેલા પક્ષનું તાત્પર્ય - પહેલો પક્ષ કહે છે કે સમય, આવલિકા, મુહૂર્ત, દિન-રાત આદિ જે વ્યવહાર કાલસાધ્ય દર્શાવ્યા છે યા નવીનતા-પુરાણતા, જ્યેષ્ઠતા-કનિષ્ઠતા આદિ જે અવસ્થાઓ કાલસાધ્ય દર્શાવી છે તે બધાં ક્રિયાવિશેષના (પર્યાયવિશેષના) જ સંતો છે, જેમ કે - જીવદ્રવ્ય યા અજીવદ્રવ્યનો જે પર્યાય અવિભાજ્ય છે અર્થાત્ બુદ્ધિથી પણ જેનો બીજો ભાગ થઈ શકતો નથી તે અંતિમ અતિસૂક્ષ્મ પર્યાયને ‘સમય’ કહે છે. આવા અસંખ્ય પર્યાયોના પુંજને ‘આવલિકા' કહે છે. અનેક આવલિકાઓને મુહૂર્ત’ કહે છે. અને ત્રીસ મુહૂર્તને “દિનરાત’ કહે છે. બે પર્યાયોમાંથી જે પહેલાં થયો હોય તે પુરાણો’ અને જે પછી થયો હોય તે “નવીન’ કહેવાય છે. બે જીવધારીઓમાંથી જે પછીથી જમ્યો હોય તે કનિષ્ઠ' અને જે પહેલાં જમ્યો હોય તે “યેષ' કહેવાય છે. આ રીતે વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org