________________
ચતુર્યકર્મગ્રન્યપરિશીલન
૯૫ (14) અક્ષરન સાથે યોગ
ચોથા કર્મગ્રન્થની ગાથા 28માં ચક્ષુદર્શનમાં તેર યોગ માનવામાં આવ્યા છે પરંતુ શ્રી મલયગિરિજીએ તેમાં અગિયાર યોગ દર્શાવ્યા છે. કાશ્મણ, ઔદારિકમિશ્ર, વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર એ ચાર યોગ છોડી દેવામાં આવ્યા છે. પંચસંગ્રહ દ્વાર 1 ગાથા 12ની ટીકા.
અગિયાર યોગ માનવાનું તાત્પર્ય એ છે કે જેમ અપર્યાપ્ત અવસ્થામાં ચક્ષુદર્શન ન હોવાથી તેમાં કાર્પણ અને ઔદારિકમિશ્ર એ બે અપર્યાપ્ત અવસ્થાભાવી યોગ હોતા નથી તેવી જ રીતે વૈક્રિયમિશ્ર યા આહારકમિશ્ર કાયયોગ હોય ત્યાં સુધી અર્થાત્ ક્રિયારીર યા આહારકરારીર અપૂર્ણ હોય ત્યાં સુધી ચક્ષુદર્શન હોતું નથી, તેથી તેમાં વેક્સિમિશ્ર અને આહારકમિશ્ર યોગ પણ ન માનવા જોઈએ.
આના ઉપર એ રાંકા થઈ શકે કે અપર્યાપ્ત અવસ્થામાં ઇન્દ્રિય પર્યાતિ પૂર્ણ બની ગયા પછી ચોથા કર્મગ્રન્થની 17મી ગાથામાં ઉદ્ધિખિત મતાન્તર અનુસાર જો ચક્ષુદર્શન માનવામાં આવે તો તેમાં ઔદારિકમિશ્ર કાયયોગ જે અપર્યાપ્ત અવસ્થાભાવી છે તેનો અભાવ કેવી રીતે માની શકાય ? - આ રાંકાનું સમાધાન એમ કરી શકાય કે પંચસંગ્રહમાં એક એવો મતાન્તર છે જે અપર્યાપ્ત અવસ્થામાં શરીરપર્યામિ પૂર્ણ ન થાય ત્યાં સુધી મિશ્રયોગ માને છે, પૂર્ણ થયા પછી નથી માનતો (પંચસંગ્રહ દ્વાર 1 ગાથા 7ની ટીકા). આ મત અનુસાર અપર્યાપ્ત અવસ્થામાં જ્યારે ચક્ષુદર્શન હોય છે ત્યારે મિશ્રયોગ ન હોવાના કારણે ચક્ષુદર્શનમાં ઔદારિકમિશ્ર કાયયોગનું વર્જન વિરુદ્ધ નથી.
અહીં મન:પર્યાયજ્ઞાનમાં તેર યોગ માન્યા છે જેમનામાં આહારકટ્રિકનો સમાવેશ છે. પરંતુ ગોમ્મદસારનો કર્મકાર્ડ આ મનતો નથી કેમ કે તેમાં લખ્યું છે કે પરિહારવિશુદ્ધ ચારિત્ર અને મનઃ પર્યાયજ્ઞાનના સમયે આહારકરારીર તથા આહારકસંગોપાંગ નામકર્મનો ઉદય હોતો નથી (કર્મકાર્ડ ગાથા 324). જ્યાં સુધી આહારકટ્રિકનો ઉદય ન હોય ત્યાં સુધી આહારકશરીર રચાઈ શકતું નથી અને તેની રચના વિના આહારકમિશ્ર અને આહારક આ બે યોગ અસંભવ છે. તેથી સિદ્ધ છે કે ગોમ્મદસાર મનઃ પર્યાયજ્ઞાનમાં બે આહારક યોગ માનતો નથી. આ વાતની પુષ્ટિ જીવકાષ્ઠની 728મી ગાથાથી પણ થાય છે. એનો અર્થ એટલો જ કે મન:પર્યાયજ્ઞાન, પરિહારવિશુદ્ધસંયમ, પ્રથમોપશમસમ્યકત્વ અને આહારદ્ધિક આ ભાવોમાંથી કોઈ એક ભાવ પ્રાપ્ત થતાં શેષ ભાવો પ્રાપ્ત થતા નથી. (15) કેવલિસમુદ્દઘાત
(1) પૂર્વભાવી ક્રિયા - કેવલિસમુઘાત રચતાં પહેલાં એક વિશેષ ક્રિયા કરવામાં આવે છે. આ ક્રિયા શુભયોગરૂપ છે, તેની સ્થિતિ અન્તર્મુહૂર્ત જેટલી છે અને તેનું કાર્ય ઉદયાવલિકામાં કાર્મદલિકોનો નિક્ષેપ કરવો એ છે. આ ક્રિયાવિશેષને ‘આયોજિકાકરણ” કહે છે. મોક્ષની તરફ આવર્જિત (ઝૂકેલા) આત્મા દ્વારા કરાતી હોવાના કારણે તેને “આવર્જિતકરણ' કહે છે. અને બધા કેવલજ્ઞાનીઓ તેને અવશ્ય કરતા હોવાથી તેને આવશ્યકકરણ' પણ કહે છે. શ્વેતામ્બર સાહિત્યમાં આયોજિકારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org