________________
૫૪
પ્રસ્તાવના
આ પ્રમાણે શ્લોકાર્ધની કલ્પના આચારાંગમૂળમાં કરી છે. ટિપ્પણમાં જર્મન ભાષામાં જણાવ્યું છે કે ય કોઈ જ પ્રતિઓમાં મળતો નથી, ચૂર્ણમાં મળે છે અને તે ય ને સુધારીને લખાયેલો છે. જર્મન લખાણનો અંગ્રેજી ભાવાર્થ આવો છે— is ommitted in all the Mss. of the Text. In the que, a is corrected to 7. 24101 @4281 212 2 248 છે કે ય પાઠ કોઈ પ્રતિમાંથી ડૉ. શુબિંગને મળ્યો નથી. ચૂર્ણમાં પણ ય ના બદલે તેમને સ જ મળ્યો છે એમ તેઓ લખે છે. ચૂણિની બે પ્રતિનો તેમણે ઉપયોગ કર્યો છે. અમારી પાસે ચૂણિની પ્રતિમાં આવો પાઠ મળે છે–કોઈકમાં લદ્દે લ શાસે ૨૦ આવો પાઠ છે, જ્યારે બીજી બધી પ્રતિઓમાં રદે શાસે ૨૦ એવો જ પાઠ છે. અહીં છંદને બરાબર બેસાડવા માટે, અમને મળેલી બધી જ પ્રતિઓમાં અને પછી મળતા નો ડૉ. શુબિંગ ઉલ્લેખ જ કરતા નથી, અને કોઈક જ પ્રતિમાં જે તે વધારાનો અશુદ્ધ પાઠ મળે છે તેમાંથી ય કલ્પીને સદે ય જાણે ક્રિયામાળે આવો પાઠ મૂળમાં આપે છે.
પરંતુ આ જર્મન સંસ્કરણના દેવનાગરી રૂપાંતરમાં આ બધી વાતોનો સમાવેશ કર્યો ન હોવાથી, દેવનાગરી સંસ્કરણ વાંચનારાઓને એમ જ લાગે છે કે “શુદ્ધિગે બધા પાઠો આચારાંગની મૂળ પ્રાચીન પ્રતિઓને આધારે જ બરાબર આપ્યા હશે” અને પછી એ જ પાઠોને મૂળના માનીને તેઓ અનુસરે છે.
આ અમે એટલા માટે લખીએ છીએ કે જર્મની આદિ દેશોમાં છપાયેલા ગ્રંથોમાં ઘણી સ્પષ્ટતા તેમણે જર્મન આદિ ભાષામાં જ પ્રાયકરેલી હોય છે. આ દેશમાં એ ભાષા સમજનારા વિરલ હોય છે અને તેમાં પણ સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના જે અભ્યાસી હોય છે તે તે ભાગ્યે જ એ ભાષા જાણતા હોય છે. એટલે વિદેશોમાં છપાયેલા ગ્રંથોનો ઉપયોગ કરતાં, તેના સંપાદકે ટિપ્પણી વગેરેમાં લખેલી બધી હકીક્તો તે ભાષાના જાણકાર દ્વારા બરાબર સમજી લઈને પછી તેનો ઉપયોગ કરવો એ ઇચ્છનીય છે.
શુદ્ધિવિત્ર, પંચમ રિરિાઈ તથા સહીતિપટા નો ઉપયોગ કરીને આ ગ્રંથ વાંચવા સર્વને વિનંતિ છે.
ધન્યવાદ અને અભિનંદન
શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રકાશિત થતી આ જૈન આગમગ્રંથમાલાના પ્રકાશનમાં આ પ્ર. પુણ્યનામધેય સ્વ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ મૂળ સ્ત્રોત રૂપે રહ્યા છે, એ વાત અમે પ્રસ્તાવનાના પ્રારંભમાં જ જણાવી ગયા છીએ.
ઈડર સંધની પેઢીના કાર્યવાહકોના સૌજન્યથી ઈડરની પ્રતિ મળી છે.
પાટણ સંઘવી પાડાના ભંડારની વ્યવસ્થાપક સ્વ. સેવંતીલાલ છોટાલાલ પટવાના સુપુત્રોના સૌજન્યથી આચારાંગમૂળ તથા વૃત્તિની પ્રતિ મળી છે.
લાલભાઈ દલપતભઈ ભારતીય સંસ્કૃતિવિદ્યામંદિર(અમદાવાદ)ના નિયામક ૫૦ દલસુખ
૧. ચણિમાં સંપૂર્ણ પા આ પ્રમાણે છે –
सद्दे फासे य० आदिअंतग्गहणा. मझग्महणं । अहियासणं णाम इट्ठाणिठेस रागदोसअकरणं । ૨. જન શ્વેતાંબર તેરાપંથી મહાસભા તથા જૈનવિશ્વભારતી તરફથી પ્રકાશિત થયેલા માચારો માં
આ સ ચ ા પાઠ મૂળમાં સ્વીકારી લેવામાં આવ્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org