________________
પ્રસ્તાવના :
ભાઈ માલવણિયાના સૌજન્યથી, બાકીની બધી જ હસ્તલિખિત સામગ્રી આદિ અનુકૂળતા અવસરે અવસરે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મળતી રહી છે.
આચારાંગસૂત્રના મુદ્રણમાં મૌજ પ્રેસના માલિક, મેનેજર તથા કંપોઝિટરોએ મુદ્રણકાર્ય ઘણી જ વાર અત્યંત શ્રમજનક થવા છતાં બૈર્ય રાખી -- સૌજન્યથી કાર્ય સરળ બનાવ્યું છે અને સુંદર રીતે પરિપૂર્ણ કર્યું છે.
શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કોરા(મહામાત્ર, શ્રી મહાવીર જૈન વિદ્યાલય)એ આગમો પ્રત્યે ભક્તિથી લાગણી અને કુનેહપૂર્વક સરળ અને અતિ સુંદર રીતે બધું મુદ્રણ–પ્રકાશન કાર્ય પાર ઉતાર્યું છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓ, મંત્રીઓ, કોષાધ્યક્ષો અને સભ્યો તથા આગમપ્રકાશન સમિતિના સભ્યોએ અત્યંત શ્રુતભક્તિ અને શ્રુત-બહુમાનથી પ્રેરાઈને જૈન આગમગ્રંથમાલાના પ્રકાશનનું આ વિપુલદ્રવ્યયસાધ્ય અતિમહત્ત્વનું કાર્ય શિરે લીધું છે તથા તે અંગે બધી વ્યવસ્થા કરી છે અને કરી રહ્યા છે. તેમની ભાવના હંમેશાં ઉત્સાહવર્ધક અને સહાયક રહી છે.
મુનિશ્રી ધર્મચંદ્રવિજયજીએ પ્રફવાંચન, વિવિધ પરિશિષ્ટ તૈયાર કરવાં ઇત્યાદિ અનેક કાર્યોમાં અત્યંત ભક્તિથી વિવિધ રીતે ખડે પગે હંમેશાં સતત સહાય કરી છે.
આ પુણ્યકાર્યમાં દેવ-ગુરુકૃપાએ આમ વિવિધ રીતે સહાયક સર્વેને અમારા અનેકશઃ ધન્યવાદ અને અભિનંદન છે.
પરમપાળ દેવાધિદેવશ્રી અરિહંત પરમાત્મા તથા સદગુરુદેવની કપ અને સહાયથી જ તૈયાર થયેલા આ ગ્રંથને શ્રીશંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના કરકમળમાં સમર્પણ કરીને અને તે રીતે પ્રભુપૂજન કરીને આજે ધન્યતા અનુભવું છું.
વિક્રમ સંવત ૨૦૩૨ ફાગણ સુદિ ૮ શ્રી શંખેશ્વરજી તીર્થ
પૂજ્યપાદઆચાર્ય મહારાજશ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારપૂજ્યપાદઆચાર્ય મહારાજશ્રીમદ્વિજય મેઘસૂરીશ્વરશિષ્યપૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયા તેવાસી મુનિ મૂવિજય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org