SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના શ્રીશાંતિનાથ જૈન જ્ઞાનભંડારની તાડપત્ર ઉપર લખેલી પ્રતિ ઉપરથી તથા જૈન સાહિત્યવિકાસમંડળની કાગળ ઉપર લખેલ પ્રતિ ઉપરથી વૃત્તિના પણ પાઠભેદો તેમણે નોંધ્યા છે જેનો અમે અનેક સ્થળે ઉપયોગ કર્યો છે. આ માટે તેમને પણ ધન્યવાદ ઘટે છે. આ ઉપરાંત મુદ્રિત ગ્રંથોમાં, શીલાચાર્યવિરચિતવૃત્તિસહિત આચારાંગસૂત્રની બહુ મહત્ત્વની અને ઉપયોગી અને આવૃત્તિઓ (૧ આગમોયસમિતિ પ્રકાશિત, ર ઋષભદેવજી કેશરીમલની પેઢી— રતલામથી પ્રકાશિત), આગમમંજૂષા, લિપ્સીગ જમૈનીથી પ્રકાશિત થયેલું વૉલ્ટર સુથિંગે સંપાદિત કરેલું પ્રથમ શ્રુતસ્કંધ સુધીનુ આચારાંગસૂત્ર, તેરાપંથી શ્વેતાંશ્વર મહાસભા-કલકત્તા પ્રકાશિત આવો તદ્ અથાત્સૂજ઼ા, જૈન વિશ્વભારતી—લાન્—પ્રકાશિત બંનથુત્તાળિ, આ મુદ્રિત ગ્રંથોનો અમે થોડા—વધતા અંશે ઉપયોગ કર્યો છે, છતાં પ્રાચીન હસ્તલિખિત સામગ્રીમાં ધણી ધણી અત્યંત મહત્ત્વપૂર્ણ વિશેષતાઓનો ભંડાર ભરેલો છે તેથી આ હસ્તલિખિત સામગ્રીને આધારભૂત રાખીને જ આ સંપાદન કરવામાં આવ્યું છે. આચારાંગસૂત્રના મૂળમાં તથા ટિપ્પણોમાં, આધારરૂપે તો અમારી હસ્તલિખિત સામગ્રીનો જ અમે ઉપયોગ કર્યો છે. ઉપર જણાવેલા મુદ્રિત ગ્રંથો સાથે આ સંપાદનની તુલના કરીને વાચકો પોતાની મેળે જ આ વાત સ્પષ્ટ સમજી શકશે. ડૉ॰ વૉલ્ટર શુક્ષિંગે પૂના, તથા જર્મનીમાં ખાલન અને ગોટિંગથી અનેક હસ્તલિખિત પ્રતિઓ મેળવીને આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધનું સંપાદન કર્યું છે. આનું પ્રકાશન જર્મનીના Leipzig શહેરથી ઈસ્વીસન ૧૯૧૦ માં થયું છે.? આમાં તે તે વાક્યોને છૂટાં છૂટાં પ!ડીને છાપ્યાં છે. શ્લોકો અને શ્લોકોના અંશ જેવાં લાગતાં વાક્યોને પણ છૂટાં પાડીને છાપ્યાં છે. અને જર્મન ભાષામાં સમજૂતી આપતાં ટિપ્પણો પણ તેમાં સ્થળે સ્થળે આપ્યાં છે. ડૉ॰ સુથિંગે ધણો જ પરિશ્રમ કર્યો છે, છતાં તેમની પદ્ધતિની અને તેમની સામગ્રીની પણ એક મર્યાદા છે. તેમના સંપાદનની સમાલોચના કરવા માટે નહિ, પણ અમારે ખાસ કહેવાની વાત તો ખીજી જ છે. રોમન લિપિમાં ડૉ સ્પ્રિંગના પ્રકાશન પછી તેના ઉપરથી દેવનાગરીમાં ઘણાં વર્ષો પૂર્વે એની આવૃત્તિ પુનાથી પ્રકાશિત થયેલી છે. ૫૩ ડૉ॰ શુથિંગે બધે સ્થળે પાઠોની એકવાક્યતા રાખવા માટે અમુક પદ્ધતિ અપનાવી છે. જ્યાં થોડો થોડો પાડભેદ છે તે તેમણે જર્મન ભાષામાં જણાવ્યો છે. આ અને આવી ખીજી અનેક સ્પષ્ટતાઓ દેવનાગરી સંસ્કરણમાં આવી નથી. પરંતુ દેવનાગરી સંસ્કરણ વાંચનારને એવી સમજ ઉભી થાય છે કે ‘ડૉ થિંગે બધું જ હસ્તલિખિત પ્રતિઓને આધારે જ છાપ્યું છે, એટલે તે દરેક પાઠ મૂળમાં જ હશે.' પરંતુ ખધીવાર આમ હોતું નથી. અમે ૐ શુશ્રિંગનું જર્મન પુસ્તક અને તેના ઉપરથી ભારતમાં દેવનાગરી સંસ્કરણ—અને પુસ્તકો જોયાં છે. તે ઉપરથી અમને આવો અનેક સ્થળે અનુભવ થયો છે. ઉદાહરણ તરીકે—સૂત્ર ૯૯ માં સદ્દે જાણે અખિયાલમાળે... .આવો સૂત્રપાઠ મળે છે. કોઈ પણ પ્રતિમાં સદ્ ય જાસે પાઠ મળતો નથી. છતાં ‘આચારાંગમાં સ્થળે સ્થળે શ્લોક જેવા પાઠો છે આ સંસ્કારની ઉત્કટતાને લીધે અહીં પણુ ડૉ. સુથિંગે सद्दे फासे अहियासमाणे णिविंद नंदिं इह जीवियस्स । ૧. આનું પુનર્મુદ્રણ થઈ ને જર્મનીમાં Kraus Reprint Ltd. Nendeln, Liechtenstein તરફથી ઈ. સ. ૧૯૬૬માં ACHARANGA SUTRA Erster Srutaskandha Von WALTHER SCHUBRING એ રૂપે પ્રાશિત થયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy