SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પ્રસ્તાવના તેના સમર્થન માટે બૃહકલ્પભાષ્યવૃત્તિમાંથી તથા દશવૈકાલિકચૂર્ણિમાંથી વિસ્તારથી પાઠ ઉધૂત કરીને આપ્યો છે. જુઓ પૃ૦ ૧૫૪ ટિ૦ ૧૧ પૃ૦ ૧૫૫ ટિ. ૩. એક વાત તરફ ધ્યાન ખેંચવું આવશ્યક લાગે છે કે જૈન શ્વેતાંબર તેરાપંથી મહાસભા તરફથી પ્રકાશિત કાયા તા ૩યારવૂ ગ્રંથમાં (પૃ. ૧૮૩) તથા જૈન વિશ્વભારતી–લાડનૂપ્રકાશિત માસુત્તળિના પ્રથમ ભાગમાં (પૃ. ૧૨૮) આચાર્ય તુલસી જેના પ્રમુખ છે તેવી વાચનાના સંપાદક મુનિ નથમલજીએ વૃત્તિને આધારે દુખા તિળા પાઠ સુધારીને છાપી દીધો છે. તેમની પાસેની પ્રાચીન પ્રતિઓમાં આ પાઠ નથી, એમ તેઓ સારી રીતે જાણે જ છે. માટે ટુપુળા મ ક વ ર રા સ્વીકૃત પાઠ કૃત્યનુસાર વર્તતા એમ ટિપ્પણમાં તેમણે જણાવ્યું છે. જે તેમણે પ્રાચીન ગ્રંથોમાં તપાસ કરી હોત તો આ સુધારો કરવાની તેમને જરૂર જણાત જ નહિ. કંઈક લખવું જ હોત તો પણ વૃત્તિને આધારે તિગુણ પાઠ લાગે છે (તિકુળ તિ ગુચનારા વારો માતિ) એટલું ટિપણમાં લખવાથી પણ કામ થઈ જાત. તેરાપંથી મુનિ નથમલજીએ સંપાદન માટે ઘણું પરિશ્રમ જે કે ઉઠાવ્યો છે, છતાં અભૂતપૂર્વ વાચના આપવાના આવેગમાં નવીન પાઠોનું તથા બિન જરૂરી કલ્પિત સુધારાઓનું સંયોજન મૂળમાં જ કરી દઈને અનેક અનેક સ્થળે તેમના હાથે અતિપ્રવૃત્તિ પણ થઈ છે.' - સૂત્ર ૪૪૮ માં પ્રતિઓમાં વંથg, વંથg, તથા પથઈ પાઠ મળે છે. હસ્તલિખિત પ્રતિઓમાં –૪–૨ વચ્ચે સમાનતાને લીધે ઘણીવાર પાઠવિપર્યાસ થઈ જાય છે. ચૂર્ણિમાં આ સ્થળે વથા પાઠ છે અને તે સુસંગત છે. આ વાત અમે બૃહત્કલ્પસૂત્રનો સાક્ષિપાઠું આપીને ટિપ્પણમાં જણાવી છે. સૂત્ર ૭૫૧માં લોકાંતિક વિમાનના સંબંધમાં મહું પાઠ આવે છે. સામાન્ય રીતે નવ લોકાંતિક વિમાન સુપ્રસિદ્ધ છે. તપાસ કરતાં અમને તવાર્થસૂત્રના રોપજ્ઞભાષ્યમાં અષ્ટવિધ લોકાંતિક ઉલ્લેખ મળ્યો એટલે તે ઉલ્લેખ તથા ટીકાકાર સિદ્ધસેન ગણુએ તે ઉપર ચર્ચા કરીને જે સમાધાન કર્યું છે તે બધું અમે ટિપ્પણમાં ત્યાં આપી દીધું છે. જુઓ પૃ. ૨૬૭ ટિ૨. જો કે સારવતા-ssદ્રિય-વહ્મચહગ-તોય-તુષિતા-ડથાવાવ-કૂતોડરિણા [૪ર૬] એ પ્રમાણે તત્વાર્થ સૂત્રમાં મૂળમાં નવ પ્રકારના લોકાંતિકનો ઉલ્લેખ મળે છે પરંતુ દિગંબર સંપ્રદાયમાં પ્રચલિત તત્ત્વાર્થ સૂત્રમાં આઠ પ્રકારના લોકાંતિકના ઉલેખ વાળું જ સારસ્વત-ssવિત્ય-વહુચ-અર્વતીય-તુષિતાડરવાવાધા-gિra [૪૨] સૂત્ર મળે છે તે પણ ધ્યાનમાં રાખવું આવશ્યક છે. પૂર્વના પુરુષોનાં બહુમૂલ્ય સંપાદનોને અમે આમાં ઉપયોગ કર્યો છે, છતાં આચારાંગસુત્રની હસ્તલિખિત પ્રતિઓનો જ આમાં મુખ્યતયા આધાર લેવામાં આવ્યો છે. પ્રતિઓમાં જે પાઠ મળ્યો નથી, છતાં ચૂણિ–ટીકાના આધારે જે પાઠ અત્યંત જરૂરી અમને લાગ્યો છે તે પાઠ [ ] આવા ચોરસ કોષ્ટકમાં અમે મૂક્યો છે, કોઈક સ્થળે આવા પાઠની જરૂરિયાત અમે ટિપ્પણમાં જ જણાવી દીધી છે. જો પૃ૦ ૧૦ ટિ૦ ૫. જે પાઠ ખાસ સુધારવા જેવો લાગ્યો છે તે પાઠ સુધારીને ( ) આવા કૌસમાં મૂક્યો છે, તો કોઈક વાર (?) આમ પ્રશ્નચિહ્ન મૂકીને અમે ટિપ્પણમાં સ્પષ્ટતા કરી છે. જુઓ પૃ૦ ૧૨૧ ટિ૦ ૩. ૧. સ્થાનકવાસી મુનિશ્રી ઘાસીલાલજીએ સંપાદિત કરેલી આગમોની આવૃત્તિ અને રચેલી ટીકાઓના સંબંધમાં નંત્તિના સંપાદકીય (પૃ. ૨૫-૨૬) માં, તથા પુફભિકબુસંપાદિત સુનામે ના સંબંધમાં પળવMHT ની પ્રસ્તાવના(પૃ. ૧૮૬-૧૯૨)માં આ પ્ર. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે વિસ્તારથી વિચારણા કરી છે. જિજ્ઞાસુઓએ ત્યાં જોઈ લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy