________________
પ્રસ્તાવના
જે સ્થળે પ્રતિમાં અમુક પાઠ ન જ હોય છતાં ચૂણિ કે વૃત્તિને આધારે તે પાઠ સ્વીકારવા જરૂરી જણાય ત્યાં તે પાઠને મૂળમાં સ્વીકારીને નીચે ટિપ્પણમાં સ્પષ્ટતા કરી દીધી છે અને પ્રતિમાં મળતો પાઠ પણ આપી દીધો છે.
હસ્તલિખિત પ્રતિઓમાં વિવિધ પાઠો મળતા હોય તેમાં કોઈ પાઠ ચૂર્ણિસંમત હોય અને કોઈ પાઠ વૃત્તિસંમત હોય ત્યાં વૃત્તિસમત પાઠ મોટા ભાગે અમે મૂળમાં સ્વીકાર્યો છે અને બીજે પાઠ ટિપ્પણમાં આપ્યો છે. ચૂર્ણિસંમત પાઠ પ્રાચીન હોવા છતાં પણ, અત્યારે મોટા ભાગે વૃત્તિના પઠન-પાઠનને અધિક પ્રચાર હોવાને લીધે વૃત્તિના અભ્યાસીઓને અનુકૂળતા રહે તે માટે અમે આ પદ્ધતિ સ્વીકારી છે. તેમ છતાં, ચૂણિસંમત પાઠને પણ અનેક સ્થળે મૂળમાં સ્વીકાર્યો છે.
સંપાદન કરવામાં પ્રાચીન લિપિનો તેમ જ પદ્ધતિને પણ ઘણું સૂક્ષ્મ અભ્યાસ જરૂરી બને છે. અત્યારે ખૂટતા પાઠને પૂર્ણ કરવા માટે તે તે અક્ષર પછી ( અથવા ૦ આ રીતે) બિંદુ મૂકવાની પ્રથા છે. પણ ભૂતકાળમાં અક્ષરના માથે અનુસ્વાર જેવું બિંદુ મૂકવાની પ્રથા હતી. જે આ વાત ખ્યાલમાં ન હોય તો વિચિત્ર પ્રકારના પાઠનું સર્જન થઈ જાય છે. ઉદાહરણ તરીકે સૂ૦ ૩૮૧ માં કેટલીક પ્રતિઓમાં વાળ મજુqયા ઘરથ પાછળ નાd gય પMિT સંવૃદ્ધા રથ વાળા વૃક્રેતા જુથ પITI અપરિળયા આવો પાઠ છે. કોઈકે પ્રતિમાં gયના બદલે રય પાઠ પણ છે. આવા સ્થળે વારંવાર રૂથ પાણT લખવાને બદલે હું એટલું જ લખવામાં આવ્યું. પરિણામ એ આવ્યું કે રૂથ પાછII મજુસૂયારું ગાયારું વુદ્દાÉ મયુર્વતારું મારિયા એવો પાઠ બની ગયો. મૂદિત સટીક આચારાંગમાં પણ (પૃ. ૩૪૮) આ જ પાઠ છપાયેલો છે. આવા સ્થળે અમે ટિપ્પણમાં સ્પષ્ટતા કરેલી છે. જુઓ પૃ૦ ૧૩૨ ટિ૦ ૧૩.
સંશોધનની સામગ્રીમાં પ્રાચીન તથા અર્વાચીન તાડપત્ર ઉપર લખેલી તથા કાગળ ઉપર લખેલી આચારાંગસૂત્રની વિવિધ પ્રતિઓનો તો આધાર લેવામાં આવ્યો છે જ. તે ઉપરાંત આ પ્ર સ્વ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે પ્રાચીન હસ્તલિખિત પ્રતિઓને આધારે જેમાં પાઠભેદોની નોંધો કરી રાખેલી છે તે આચારાંગચૂર્ણિ, શીલાચાર્યવિરચિતવૃત્તિ તથા નિશીથચૂણિનો પણ ખાસ આધાર લેવામાં આવ્યો છે. જ્યાં જ્યાં અમે ચૂણિ કે વૃત્તિ આદિનો ઉપયોગ કર્યો છે ૧. આગમપ્રભાકર સ્વ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજને પણ આ પદ્ધતિ પસંદ હતી. અમે
પણ એ પદ્ધતિને અનુસર્યા છીએ. ૨. ઋષભદેવજી કેસરીયલની પેઢી-રતલામ-થી છપાયેલી આવૃત્તિમાં આ પાઠ ૩૧૮મા પાને છે.
આગમમંજૂષા પૃ૦ ૧૭. - ૩. નંદિસુત્તના સંપાદકીયમાં આ પ્ર. સ્વ. મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે આ વાત નીચે પ્રમાણે સ્પષ્ટ કરી છે
આગમોદ્ધારક પૂજ્યપાદ શ્રી સાગરાનંદસૂરિ મહારાજે જૈન આગમો ઉપરના ચૂણિ, ટીકા, ટિપ્પનક આદિ જે વ્યાખ્યાગ્રન્થોને સંશોધન કરવાપૂર્વક પ્રકાશિત કર્યા છે, તે એક દોડતી આવૃત્તિ હોઈ તેમાં અશુદ્ધિઓ રહે તે અક્ષમ્ય નથી. તેમ જ આ હકીકતથી તેઓ પોતે પણ અજ્ઞાત ન હતા. આ જ કારણને લઈને તેઓશ્રીએ આચારાંગસૂત્રણના અંતમાં આ પ્રમાણેનો ઉલ્લેખ કર્યો છે– प्रत्नानामप्यादर्शानामशुद्धतमत्वात् कृतेऽपि यथामति शोधने न सन्तोषः, परं प्रवचनभक्तिरसिकता प्रसारणेऽस्याः प्रयोजिकेति विद्वद्भिः शोधनीयैषा चूर्णिः, क्षाम्यतु चापराध श्रुतदेवीति ।
પૂજ્યશ્રીનો આ ઉલ્લેખ તદ્દન પ્રામાણિક અને સત્ય છે. અમે પણ આચારાંગચૂર્ણની સંખ્યાબંધ પ્રતિઓ જેમાં ખંભાત અને જેસલમેરના જ્ઞાનભંડારોની તાડપત્રીય પ્રતિઓનો સમાવેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org