SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના . ૩૫ છે (જુઓ પૃ. ૨૮૬ ટિ. ૧૫). આવશ્યકચૂર્ણિમાં પણ એ જ પાઠ છે (જુઓ પૃ. ૨૮૦ ૫. ૩૭). આવી અનેક વાતોનો નિર્દેશ અને તે તે સ્થળે ટિપ્પણમાં કરેલો છે. પર્યુષણમાં વંચાતું ક૯૫સૂત્ર દશાશ્રુતસ્કંધનું અધ્યયન ગણાય છે. સંભવ છે કે તેમાં આચારાંગના (ચૂર્ણિસંમત) પ્રાચીન ભાવના અધ્યયનમાંથી પ્રભુના જીવનસંબંધી ઘણું વિસ્તાર લેવામાં આવ્યો હોય. એક વાત એ પણ નોંધવા જેવી છે કે પ્રભુના જીવનસંબંધી ઘણુ પાઠો જે કલ્પસૂત્રમાં મળે છે તે આવશ્યકચૂર્ણિમાં પણ મળે છે. સંભવ છે કે આવશ્યકચૂર્ણિકારે પ્રભુ મહાવીરના જીવનસંબંધી અનેક પાઠો આચારાંગસૂત્રના ભાવના અધ્યયનમાંથી લીધા હોય. આવશ્યકચૂર્ણિકાર સામે પ્રાચીન ભાવના અધ્યયન હતું એ વાત તો સ્પષ્ટ છે. કારણ કે આવશ્યકચૂણિમાં પાંચ મહાવ્રતોની ભાવનાઓનું વર્ણન આવે છે ત્યાં જે પાઠ છે તેવા જ પાઠની વ્યાખ્યા આચારાંગચૂર્ણિમાં મળે છે. એટલે આચારાંગ સૂત્રમાં ભાવનાઓની કોઈ પ્રાચીન પાઠપરંપરા ચૂર્ણિકારો સામે હતી. પરંતુ આજે જે આચારાંગનો પાઠ મળે છે અને વૃત્તિકારે જેની વ્યાખ્યા કરી છે તેમાં તો પાઠનું સ્વરૂપ અને ક્રમ બધું ફરી જાય છે. જુઓ પૃ૦ ૨૭૯ ૦િ ૬, પૃ. ૨૮૩ ટિ૦ ૧૨, પૃ. ૨૮૫ ટિ. ૧, પૃ. ૨૮૬ ટિ૦ ૧૫. ભાવનાઓને અંતે જે પાંચ ગાથાઓ આવશ્યચૂર્ણિકારે ઉદ્ધત કરી છે તે પાંચે ય ગાથાઓ આચારાંગની વર્તમાન પાઠપરંપરામાં મળતી જ નથી, પરંતુ ચૂર્ણિકારસંમત પાઠપરંપરામાં હતી જ એ વાત પણ આચારાંગચૂણિ જોતાં સ્પષ્ટ સમજાય છે. જુઓ પૃ૦ ૨૯૧, પૃ. ર૭૯ ટિ૦ ૬. આ ઉપરથી એટલો નિષ્કર્ષ નીકળે છે કે વર્તમાનમાં આચારાંગની જે પાઠપરંપરા આપણને મળે છે તેનાથી જુદી પણ પાઠપરંપરા ચૂર્ણિકાર આદિ પ્રાચીન પૂર્વાચાર્યો પાસે હતી. યાપનીય સંઘમાં પણ આગમોની પાઠપરંપરા ચાલી આવતી હતી. આચારાંગચૂર્ણિમાં પણ યાપનીયો વિષે ઉલ્લેખ મળે છે. આ યાપનીયસંધના એક અગ્રેસર શિવાર્યે રચેલી મૂલારાધના– ભગવતી આરાધનાની અપરાજિતસૂરિએ રચેલી વિજયોદયા ટીકામાં આચારાંગસૂત્રમાંથી કેટલાક પાઠો ઉદધૃત કરેલા છે. વર્તમાન પાઠપરંપરા સાથે તેની તુલના કરતાં કેટલોક ભેદ સ્પષ્ટ દેખાય છે. એ જોતાં યાપનીય સંધ પાસે પણ આચારાંગસૂત્રની કોઈ પાઠપરંપરા હતી એમ સમજાય છે. જે કે આ ઉદ્ઘત પાકોમાં કંઈક અશુદ્ધિ છે, છતાં જે પાઠ મળે છે તેની તુલના નીચે પ્રમાણે છે ૧સાપનીયસંધ કંઈક અંશે તાંબર સંધ અને કંઈક અંશે દિગંબર સંધને મળતો હતો. વિશેષ માટે આ પ્રસ્તાવનામાં જ “ આચારાંગસૂત્રની વ્યાખ્યાઓ”માં ચણિ વિષે જ્યાં પરિચય આપ્યો છે ત્યાં ટિપ્પણમાં જુઓ. વર્તમાનમાં દિગંબર જૈનો એમ માને છે કે આગમો સર્વથા લુપ્ત થઈ ગયાં છે. પરંતુ પ્રાચીન સમયમાં આવો એકાંતે આગ્રહ ન હતો. દિગંબરપરંપરામાં અતિપૂજ્ય ગણાતા પખંડાગમની ધવલા ટીકામાં (ભાગ ૧, પૃ. ૬૬) જણાવ્યું છે કે “નક્ષત્રાચાર્ય, જયપાલ, પાંડસ્વામી, ધ્રુવસેન તથા કંસાચાર્ય આ પાંચ આચાર્યો એકાદશઅંગધારક હતા તથા ચૌદપૂર્વેના એકદેશના ધારક હતા. તે પછી સુભદ્ર, યશોભદ્ર, ચોબાહુ, લોહાર્ય આ ચાર આચાર્યો આચારાંગના ધારક તથા શેષ અંગો અને પૂર્વેના એકદેશના ધારક થયા. તે પછી (અર્થાત્ વીરનિર્વાણ સંવત ૧૮૩ પછી) આચારાંગધર(અર્થાત્ આચારાંગ)નો વિચ્છેદ થયો.” તો પણ આચારાંગ આદિ આગમોનો અમુક ભાગ તો વિદ્યમાન રહ્યો હતો જ. આ વાત તો સર્વેસિમંતપુલ્વમેરે મારિચ પરંપરા રાજીમાળ પરણેકચિ સંપત્તો એ પ્રમાણે ધવલા ટીકામાં (ભાગ ૧, પૃ. ૧૭) સ્પષ્ટ જણાવી છે. ૨. મૂલારાધનાનું બીજું નામ ભગવતી આરાધના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy