SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના તો સ્પષ્ટરૂપે છે. જ્યાં જ્યાં પડ્યા છે ત્યાં ટીકાકારે એ જાતની સ્પષ્ટતા કરી જ છે. માત્ર ૭૮મા તથા ૭૯મા સૂત્રમાં બે શ્લોકો ટીકામાં ઉલ્લેખ ન હોવા છતાં સ્પષ્ટપણે પદ્ય લાગવાથી તે રીતે અમે આપ્યા છે. ૯૯ભા સૂત્રનો પદ્યરૂપે નિર્દેશ આ પૂર્વેની આવૃત્તિઓમાં છે. છતાં છંદમાં કંઈક ત્રુટિ જેવું લાગવાથી તેમ જ ટીકામાં પણ પદ્ય હોવાનો કોઈ આધાર મળતો ન હોવાથી અમે તેનો પદ્યક્રમાંક આપ્યો નથી. સૂ૦ ૧૨૪ માં જાતીતમÉપાઠને પૂર્વની આવૃત્તિઓમાં પદ્યરૂપે છાપેલો છે, પરંતુ ઘણી જ પ્રતિઓમાં સંવ મહેલી પાઠ મળતો નથી, વૃત્તિ જોતાં એ પાઠ વૃત્તિનો જ અંશ દેખાય છે? પરંતુ શ્લોક જેવા લાગતા મૂળને પૂર્ણ કરવા માટે કોઈ લેખક કોઈક પ્રતિમાં તે મૂળમાં ઉમેરી દીધો હોય અને શ્લોક પૂર્ણ કર્યો હોય તેમ જણાય છે. - આ સિવાય બીજાં અનેક વાક્યો છે કે જે પદ્યના અંશ જેવા લાગે છે. મૂળમાં પદ્ય જ હોય અને બીજો અંશ કાળક્રમે લુપ્ત થયો હોય એવી પણ સંભાવના વિદ્વાનો કરે છે. પ્રભુની આવી અત્યંત દિવ્ય દેશના આચારાંગસૂત્રમાં સાંભળવા મળે છે, એ પણ જીવનનો મહાન અને અપૂર્વ આનંદ છે. અમે મોટા ભાગનાં આવાં વાક્યોને એવી રીતે છૂટાં @ાં ગોઠવ્યાં છે કે ગદ્યરૂપે જેમણે વાંચવાં હોય તે ગદ્યરૂપે વાંચી શકે અને પદ્યરૂપે વાંચવા હોય તે પદ્યરૂપે પણ વાંચી શકે. બીજો શ્રુતસ્કંધ મોટા ભાગે લગભગ ગદ્યરૂપે છે, ૧૫ માં અધ્યયનમાં ૧૮ પદ્ય છે. ૧૬ મું અધ્યયન સંપૂર્ણપણે પદ્યરૂપે છે. બને મૃકંધમાં બધાં મળી ૧૪૬ પા છે. આચારાંગસૂત્રના રચયિતા .. सुयं मे आउस! तेण भगवया एवमक्खायं-इह मेगेसिं णो सण्णा भवति । હે આયુમન્ (દીર્ધાયુષ જંબૂ !) મેં [સાક્ષાત] સાંભળ્યું છે. તે ભગવાને (મહાવીર પરમાત્માએ) આ પ્રમાણે કહ્યું છે કે આ જગતમાં કેટલાયને સંજ્ઞા જ હોતી નથી [કે હું ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવાનો છું ઇત્યાદિ]. - શ્રી આચારાંગસૂત્રનું આ સર્વપ્રથમ વાક્ય છે. १. “एतदनुदर्शी च किंगुणो भवतीत्याह-निझोस इत्यादि (निझोसइत्त ति?), पूर्वोपचितकर्मणा निषियिता, क्षपकः क्षपयिष्यति वा, तृजन्तमेतल्लुडन्तं वा। कर्मक्षपणायोद्यतस्य च धर्मध्यायिनः शुक्लध्यायिनो वा महायोगीश्वरस्य निरस्तसंसारदुःखविकल्पाभासस्य यत् स्यात् तद्दर्शयति-का अरई જે માળ”-રાજાનાર છૂ૦ ૧૬૮ ૨. નંદિસુત્તની પ્રસ્તાવનામાં મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ પણ જણાવે છે કે “ આચારાંગનાં ભાષા અને ભાવ એ બન્ને તો એ વાતની સાક્ષી આપે જ છે કે તે ભગવાન મહાવીરના ઉપદેશની અત્યંત નિકટ છે.” પૃ. ૨૦ 3. "गाथा कतमा? या न गयेन भाषिता, अपितु पादोपनिबन्धेन द्विपदा वा चतुष्पदा वा पंचपदा વા વા વા ચમુચ જાથા” [બાવવામમિ કૃ૦ ૧૨૭] આ પ્રમાણે ગાથાનું સ્વરૂપ બદ્ધા ચાર્ય અસંગે વર્ણવ્યું છે. એ રીતે વિચાર કરીએ તો આવા ઘણા પાઠો ગાથારૂપે આચારાંગમાં તે વાંચી શકાય. બોદ્ધાચાર્ય અસંગનો સમય વિક્રમની ચોથી શતાબ્દી લગભગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy