SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના - આચાર એ આચારાંગનું પ્રસિદ્ધ નામ છે. તે ઉપરાંત બીજા પણ નવ પર્યાયો નિયુક્તિમાં ઉપર પ્રમાણે જણાવેલા છે. આ દશે ય નામોનો અર્થ ચૂર્ણ તથા વૃત્તિને આધારે સંક્ષેપમાં નીચે પ્રમાણે છે— ૧ જ્ઞાનાદિ આચારોનું તેમાં પ્રતિપાદન હોવાથી તેનું નામ આચાર છે. ૨ ક્રોધાદિ અપ્રશસ્તભાવોને તથા કર્મનાં બંધનોને ચારે બાજુથી ચલાયમાન કરે છે તેથી તે આચાલ છે. ૩ રાગાદિરહિત સમભાવમય ભૂમિકામાં આત્માનું અવસ્થાન આનાથી સિદ્ધ થાય છે તેથી તે આગાલ છે. ૪ જ્ઞાનાદિ તથા નિર્જરાદિ રત્નોની ખાણ હોવાથી તે આકર છે. ૫ સંસારમાં ત્રાસી ઊઠેલા જીવોને આની પ્રાપ્તિથી આશ્વાસન મળે છે તેથી તે આશ્વાસ છે. ૬ જીવનમાં શું કરવા લાયક છે અને શું કરવા લાયક નથી તેનું આમાં સ્પષ્ટ દર્શન થતું હોવાથી તે આદર્શ છે. ૭ આત્માનું સાચું સ્વરૂપ આમાં વ્યક્ત થાય છે તેથી તે અંગ છે. ૮ સર્વ સાધુઓએ મોક્ષ માટે આચરેલા જ્ઞાનાદિ આચારોનું આમાં પ્રતિપાદન હોવાથી તે આશીર્ણ છે. ૯ જ્ઞાનાદિ આચારોનો આનાથી જન્મ થાય છે માટે તે આજાતિ છે. (વૃત્તિ) અથવા “ગુરુપરંપરાથી આ ગ્રંથ આવેલો છે માટે તે આયાતિ છે.” (ચૂર્ણિ) પ૦ " કર્મોથી મુક્ત થવાનો આ ઉપાય હોવાથી તે આમોક્ષ છે. દ્વાદશાંગીમાં આચારાંગસૂત્રની પ્રથમતા દ્વાદશાંગીમાં આચારાંગસૂત્ર સૌથી પ્રથમ છે, આ તો પ્રસિદ્ધ વાત છે. પરંતુ આ પ્રથમતા રચનાની અપેક્ષાએ છે કે સ્થાપનાની અપેક્ષાએ છે એ વિષે ભિન્ન ભિન્ન ઉલ્લેખો મળે છે. નંદિસૂત્ર ઉપરની ચૂર્ણિમાં ભગવાન જિનદાસગણું મહત્તર એમ જણાવે છે કે “તીર્થંકર ભગવાન જ્યારે તીર્થનું પ્રવર્તન કરે છે ત્યારે પૂર્વગત સૂત્રોનો અર્થ સૌથી પ્રથમ કહે છે માટે તેને પૂર્વ કહેવામાં આવે છે, પરંતુ ગણધર ભગવાનો જ્યારે સૂત્રરચના કરે છે ત્યારે, આચારાંગ, સૂત્રપ્તાંગ આદિ ક્રમથી રચના અને સ્થાપના કરે છે. એટલે અર્થથી પૂર્વોનું નિરૂપણ १. “सव्वेसि आयारो तित्थस्स पवत्तणे पढमयाए। सेसाई अंगाई एक्कारस आणुपुव्वीए ॥ ८॥"' ગાનારા નિર્યુંવિતા २. “से किं तं पुष्वगतं ? ति, उच्यते-जम्हा तित्थकरो तित्थपवत्तणकाले गणधराण सव्वसुताधारत्तणतो पुष्वं पुश्वगतसुत्तत्थं भासति तम्हा पुव्व त्ति भणिता, गणधरा पुण सुत्तरयणं करेंता आयाराइकमेण रयंति वेंति य। अण्णायरियमतेणं पुण पुव्वगतसुत्तत्थो पुत्वं अरहता भासितो, गणहरेहि वि पुन्वगतसुत्तं चेव पुव्वं रइतं, पच्छा आयाराइ। एवमुक्ते चोदक आह-णणु पुव्वावरविरुद्धं, कम्हा ? जम्हा आयारनिज्जुत्तीए भणितं “सम्वेसिं आयारो." गाहा [आचाराङ्गनियुक्ति गा० ८] । आचार्याऽऽह-सत्यमुक्तं, किंतु सा ठवणा, इमं पुण अक्खररयणं पडुच्च भणितं, पुव्वं पुव्वा कता ઘર્ષદ ” નન્ટીર્ષિ 9 Mા નીત્તિ દામિત્રી પૃ. ૮૮ી આ જ વાત સંસ્કૃતમાં તે સમાજાતિ (પૃ. ૧૩૦-૧૨૧) માં પણ છે. ગા. IT Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy