SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના આગમોની ઉપાસના કર.” એટલે એ રીતે–ગુરુવાણુની આરાધના (કુવરનવના) કરવાનો જે ધન્ય અવસર મને આપ્યો છે તે માટે શ્રી મહાવીર જૈન વિદ્યાલયના કાર્યવાહકોને પણ ધન્યવાદ ઘટે છે. આજથી ચારેક વર્ષ પૂર્વે શ્રી શંખેશ્વરજી તીર્થમાં આ કાર્યનો પ્રારંભ થયો હતો. તે પછી કેટલોક સમય આ કાર્ય બંધ રહ્યું હતું. ત્રણેક વર્ષ પૂર્વે રાણકપુરજી તીર્થથી આ કાર્યની વ્યવસ્થિત શરૂઆત થઈ હતી. આજે દેવગુરુકૃપાએ આચારાંગસૂત્ર વિદ્વાનો સમક્ષ રજૂ કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. એ જ રીતે સૂત્રકૃતાંગસૂત્ર (સૂયગડંગસુત્ત)નું મુદ્રણ પણ ચાલુ છે. તે પણ દેવ-ગુરુકૃપાએ યથાસંભવ શીધ્ર, વિદ્વાનો સમક્ષ રજૂ કરવા અમે ભાવના ધરાવીએ છીએ. જે હસ્તલિખિત પ્રતિઓને આધારે આચારાંગસૂત્રનું સંપાદન કરવામાં આવ્યું છે તે આધારભૂત પ્રતિઓનો પરિચય આ પ્રસ્તાવનાના છેવટના ભાગમાં આપેલો છે. જૈન પ્રવચનમાં આચારાંગસૂત્રનું મહત્ત્વપૂર્ણ સ્થાન શ્રી આચારાંગસૂત્ર જૈને પ્રવચનના સારભૂત છે. તેથી “તીર્થંકર ભગવાન તીર્થપ્રવર્તનના પ્રારંભમાં જ આચારાંગના અર્થનું પ્રરૂપણ કરે છે, ગણધરો પણ તે જ ક્રમે સૂત્રોની રચના કરે છે, મોક્ષના મુખ્ય હેતુનું આમાં પ્રતિપાદન છે, આ પ્રવચનનો સાર છે, આચારાંગનું જ્ઞાન મેળવ્યા પછી જ શ્રમધર્મનું સાચું સ્વરૂપ સમજાય છે, ગણી થનાર સર્વ પ્રથમ આચારધર થવું જ જોઈએ, આ આચારાંગ જૈનદર્શનને વેદ છે ઇત્યાદિ ભવ્ય શબ્દોથી નિયુક્તિકાર ભગવાન ભદ્રબાહુ સ્વામીએ આચારાંગસૂત્રનું અત્યંત બહુમાનપૂર્વક વર્ણન કર્યું છે. • આચારાંગસૂત્રમાં અતિસંક્ષિપ્ત છતાં અત્યંત વેધક અનેકાનેક સુવાક્યો અનેક સ્થળે પથરાયેલાં છે. ગંભીર રીતે તેનું મનન કરવામાં આવે તો અનાદિકાલીન અજ્ઞાન અને મોહને ક્ષણવારમાં હચમચાવી મૂકે એવી તેનામાં અત્યંત તેજોમય દિવ્યશક્તિ ભરેલી છે. આચારાંગસૂત્રનું અધ્યયન કરતી વખતે, પ્રભુ મહાવીર પરમાત્માની અતિશયોથી ભરેલી પાંત્રીસ ગુણયુક્ત દિવ્ય, ગંભીર વાણી જાણે સાક્ષાત સાંભળતા હોઈએ તેવો અપૂર્વ આનંદાનુભવ થાય છે. પ્રભુની વાણી સાંભળીને ક્ષણવારમાં જ મેઘકુમાર, ધન્યકુમાર, શાલિભદ્ર, ધન્ના કાકંદી આદિ મહાપુરુષો સંસારથી કેમ વિરક્ત બની ગયા હશે, આત્માનુભવના ઉત્કટ રસિક કેમ બની ગયા હશે અને તરત જ પ્રભુના શિષ્ય કેમ થઈ ગયા હશે તેનો કંઈક ખ્યાલ શ્રી આચારગિસૂત્રનું બહુમાનપૂર્વક ગંભીરભાવે અધ્યયન કરવાથી સહજભાવે આવે છે. “વાંચો અને નાચો” એમ કહેવાનું મન થઈ આવે તેવાં અનેક સુવાક્યોનાં દર્શન આચારાંગસૂત્રમાં થાય છે. આચારાંગસૂત્રનાં વિવિધ નામો आयारो १ आचालो २ आगालो ३ आगरो य ४ आसासो ५। માયરો ૧ ૩ તિ ૦ ૭ મારુoom ૮ ડડકા ગામોરલા ૨૦ || ૭ | મારા નિયુક્તિ १. सम्वेसिं आयारो तित्थस्स पवत्तणे पढमयाए। सेसाई अंगाई एक्कारस आणुपुबीए ॥ ८॥ आयारो अंगाणं पढमं अंग दुवालसण्हं पि। एत्थ य मोक्खोवाओ एत्थ य सारो पवयणस्स॥९॥ आयारम्मि अहीए जं णाओ होई समणधम्मो उ। तम्हा आयारधरो भण्णइ पढमं गणिट्ठाणं ॥ १० ॥ नवबंभचेरमइओ अट्ठारसपयसहस्सिओ वेदो। हवइ य सपंचचूलो बहु-बहुतरओ पयग्गेणं ॥ ११॥ –આચારાંગનિર્યુક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001148
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1977
Total Pages516
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Conduct, & agam_acharang
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy