________________
પ્રસ્તાવના
બૌદ્ધ પાલિત્રિપિટકના પાઠો લખવાનું કંટાળાજનક કામ પણ તેમણે જ કર્યું છે. ગાથાઓના અકારાદિક્રમનું કાર્ય મારા વિનીત શિષ્ય મુનિશ્રી ધમચંદ્રવિજ્યજીનાં બહેન સાધ્વીજીશ્રી ચંદ્રોદયાએ છે. (વાગડવાળા)નાં શિષ્યાઓએ કરી આપ્યું છે. આ રીતે અનેક સાધ્વીજીઓ પણ આમાં ઘણું સહાયક બન્યાં છે. આ ગ્રંથનાં અનેક પરિશિષ્ટો આ સાધ્વીજીઓની અપાર મહેનતનું જ ફળ છે.
મારાં વયોવૃદ્ધ માતુશ્રી સાધ્વીજી શ્રી મનોહરશ્રીજી કે જેઓ સ્વ. સાધ્વીજી લાભશ્રીજી (સરકારી ઉપાશ્રયવાળા)નાં શિષ્યા તથા બહેન છે તેમના સતત આશીર્વાદ એ મારું બળ છે.
મારા વયોવૃદ્ધ અત્યંત વિનીત પ્રથમ શિષ્ય દેવતુલ્ય મુનિરાજશ્રી દેવભદ્રવિજયજી કે જેમનો આ વર્ષે લોલાડા ગામમાં કાર્તિક સુદિ બીજે (તા. ૬–૧૧-૮૩) સ્વર્ગવાસ થયો છે તેમનો ઘણું હાર્દિક સહકાર મને આ બધાં કાર્યોમાં સતત મળતો રહ્યો છે.
મારા વિનીત શિષ્ય મુનિશ્રી ધર્મચંદ્રવિજયજીએ પૂવાંચન આદિ સર્વ કાર્યોમાં અત્યંત ભક્તિથી વિવિધ રીતે ખડે પગે હંમેશાં સતત સહાય કરી છે.
આ પુણ્ય કાર્યમાં દેવ-ગુરુકૃપાએ આમ વિવિધ રીતે સહાયક સર્વેને મારા હજારે હાર્દિક ધન્યવાદ અને અભિનંદન છે.
પરમકૃપાળુ દેવાધિદેવશ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તથા પરમોપકારી પિતાશ્રી અને સદ્ગુરુદેવ પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજના ચરણકમળમાં અનન્તશઃ પ્રણિપાત કરીને, તેમની પરમકૃપા અને સહાયથી જ સંપાદિત થયેલા આ બે આગમગ્રંથોને, અહીં વેડી ગામના જિનાલયમાં વિરાજમાન ચરમતીર્થંકર શાસનપતિ ભગવાન મહાવીર મહારાજાનાપરમાત્માના કરકમળમાં અર્પણ કરીને અને એ રીતે એમની જ વાણી એમને સમર્પિત કરવા દ્વારા પ્રભુપૂજન કરીને આજે અત્યંત ધન્યતા અનુભવું છું.
વિક્રમ સંવત ૨૦૪૦ ભાદરવા સુદિ ૧૩ વેડ (તા. સમી) (જિલો-મહેસાણા) ઉત્તર ગુજરાત
પૂજ્યપાદઆચાર્ય મહારાજશ્રીમદ્વિજયસિદ્ધિસૂરીશ્વરપટ્ટાલંકારપૂજ્યપાદઆચાર્ય મહારાજશ્રી વિજય મેઘસૂરીશ્વરશિષ્યપૂજ્યપાદગુરુદેવમુનિરાજશ્રી ભુવનવિજ્યા તેવાસી મુનિ જંબૂવિજય
૧. વડ ગામ શ્રી શંખેશ્વરજી તીર્થથી પશ્ચિમ દિશામાં લગભગ ૨૫ માઈલ દૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org