________________
પ્રસ્તાવના
તેમ જ પરિશ્રમથી સિદ્ધ થાય તેવું આ કાર્ય છે. આ માટે ઘણું ઘણું સંઘોએ અને ઘણી ઘણી વ્યક્તિઓએ ઘણું ઘણું ભોગ આપ્યો છે. તે સર્વેને પણ અમારા હજારો ધન્યવાદ અને અભિનંદન છે.
- સ્વ. આગમપ્રભાકર પૂજ્યપાદ મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી મહારાજે સંગૃહીત કરેલી આગમ સંશોધનને લગતી વિવિધ સામગ્રી લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર–અમદાવાદમાં સુરક્ષિત છે. આ બધી સામગ્રી ત્યાંના મુખ્ય નિયામક ડૉ. નગીનભાઈ જે. શાહ, ૫૦ દલસુખભાઈ માલવણિયા, ૫૦ અમૃતલાલભાઈ ભોજક કે જેઓ પૂ૦ મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી મહારાજના હાથ નીચે તૈયાર થયેલા વિદ્વાન છે અને તેમના એક શિષ્ય જેવા જ ગૃહસ્થ પંડિત છે, આ બધાના સહકારથી જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે ત્યારે મળતી રહી છે અને મળે છે.
આ ગ્રંથની વિવિધ સંસ્થાઓ તરફથી પહેલાં પ્રકાશિત થયેલી અનેક આવૃત્તિઓનો પણ અમે આ ગ્રંથના સંશોધન-સંપાદનમાં યથાસંભવ ઉપયોગ કર્યો છે. તે ઉપરાંત બીજી પણ અનેક મુદ્રિતઅમુકિત સામગ્રીનો આના સંશોધન-સંપાદનમાં અમે ઉપયોગ કર્યો છે.
આ બધી સામગ્રીના મૂળ લેખક-સંપાદક-દાતાઓના પણ અમે આભારી છીએ.
મુંબઈના પ્રખ્યાત મૌજ પ્રિન્ટિંગ બ્યુરોના માલિક, મેનેજર તથા કંપોઝીટરોએ ખૂબ જ કાળજી, ધીરજ, શ્રમ અને સૌજન્યપૂર્વક આ ગ્રંથનું અત્યંત જટિલતાથી ભરેલું મુદ્રણકાર્ય સુંદર રીતે– સંતોષકારક રીતે પરિપૂર્ણ કર્યું છે. પ્રેસનો પ્રેમપૂર્વક પૂર્ણ સહકાર હોય તો જ આવાં કાર્યો થઈ શકે છે આ અમારો સ્પષ્ટ અનુભવ છે. એટલે પ્રેસના માલિક, મેનેજર તથા કંપોઝીટરોને મારા ખૂબ ખુબ ધન્યવાદ છે.
શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરા (ડિરેક્ટર, શ્રી મહાવીર જૈન વિદ્યાલય)ને ક્યાં શબ્દોથી ધન્યવાદ આપું? અનેકવિધ કાર્યો, વિદ્યાલય આદિ અનેક સંસ્થાઓની પ્રચંડ જવાબદારી, તદ્દન નાજુક તબિયત, આદિ અનેકવિધ મુશ્કેલીઓ વચ્ચે પણ આગમશાસ્ત્રો પ્રત્યે અત્યંત ભક્તિ અને લાગણીથી ખૂબ જ આત્મીયતાથી આ ગ્રંથનું મુદ્રણ-પ્રકાશન કાર્ય તેમણે પાર ઉતાર્યું છે. ગ્રંથની વિષમતા તથા મારા તરફથી થતા ઘણું સુધારા-વધારાને કારણે પ્રેસના કાર્યકરો પણ કંટાળી જાય ત્યારે અત્યંત સૌજન્યથી તેમણે બધા સાથે પ્રેમપૂર્વક જે કામ લીધું છે તે આશ્ચર્યજનક છે. આ ગ્રંથના સંપાદન– મુદ્રણ–પ્રકાશનમાં ખરેખર તેઓ પ્રાણભૂત છે અને તેમણે તેમનો પ્રાણ આમાં રેડી દીધો છે. આ જૈન આગમગ્રંથમાળાના પ્રકાશનમાં તેઓ અજોડ સહાયક બની રહ્યા છે. આ રીતે તેમણે કરેલી શ્રુતજ્ઞાનની અદ્ભુત ઉપાસનાને મારા હજારો ધન્યવાદ છે.
શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટીઓ, મંત્રીઓ, કોષાધ્યક્ષો અને સભ્યો તથા આગમ પ્રકાશન સમિતિના સભ્યોએ અત્યંત શ્રુતભક્તિથી પ્રેરાઈને શ્રી જૈન આગમગ્રંથમાલાના પ્રકાશનની ઘણી જ મોટી અને ઘણી જ મહત્ત્વની કાર્યવાહી શિરે લીધી છે. તેમણે આ ગ્રંથનું સંશોધનસંપાદન કાર્ય મને સોંપીને દેવાધિદેવ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાની–પરમાત્માની પરમતારક મંગલવાણીની આરાધના કરવાનો અત્યંત અમૂલ્ય અવસર મને આપ્યો છે.
આ ગ્રંથના પરિશિષ્ટોમાં શબ્દસૂચિ–અકારાદિક્રમ આદિ તૈયાર કરવાનું કામ ઘણું અઘરું તથા સમય લેનારું છે. મારાં મોટાં માસી સ્વ. સાધ્વીજી શ્રી લાભશ્રીજી (સરકારી ઉપાશ્રયવાળા)નાં શિષ્યા તથા તેમનાં નાનાં બેન સ્વ. સાધ્વીજી શ્રી કંચનશ્રીજી (જે મારાં માસી થાય છે)નાં શિષ્યા તથા પુત્રી સાધ્વીજીશ્રી લાવણ્યશ્રીજીના પરિવારે આ બધું કામ સુંદર રીતે તૈયાર કરી આપ્યું છે. ચતુર્થ પરિશિષ્ટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org