________________
પ્રસ્તાવના
સ્વ. આગમપ્રભાકર પૂજ્ય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ છે. તેમણે સંગૃહીત કરેલી સામગ્રી જ આ ગ્રંથના સંશોધન-સંપાદનમાં મુખ્યતયા આધારભૂત બનેલી છે, એટલે તેઓશ્રીને સબહુમાન વંદનાપૂર્વક સૌથી પ્રથમ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
મુ0 પ્રતિના સંપાદક સ્વ. પૂ૦ પાઠ આગમોદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ કે જેમના ભગીરથ પ્રયાસથી આગમ આદિ વિશાળ જૈન સાહિત્ય પ્રકાશમાં આવ્યું છે અને જેમની સાથે મારા પૂજ્યપાદ પિતાશ્રી તથા ગુરુદેવશ્રી ભુવનવિજયજી મહારાજને ઘણે ગાઢ બહુમાનપૂર્ણ સંબંધ હતો તેઓશ્રીને પણ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.
પાટણના સંઘવી પાડાના ભંડારના વ્યવસ્થાપક સ્વ૦ સેવંતિલાલ છોટાલાલ પટવાના સુપુત્રો તથા શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરના મુખ્ય વ્યવસ્થાપક ડૉ. સેવંતિલાલ મોહનલાલના સૌજન્યથી પાટણની તાડપત્ર ઉપર લખેલી વિવિધ પ્રતિઓ પ્રાપ્ત થઈ શકી છે.
આવા ગ્રંથોના સંશોધનમાં જેસલમેર–ખંભાત–પાટણમાં સેંકડો વર્ષોથી સચવાયેલી તાડપત્ર ઉપર લખેલી અત્યંત મૂલ્યવાન પ્રાચીન ગ્રંથ સંપત્તિ અત્યંત ઉપયોગી છે. સવૉગસંપૂર્ણ ઉત્તમ સંશોધન માટે આ સામગ્રી અનિવાર્ય છે. માટે જ સ્વ. આગમપ્રભાકર પૂજ્યપાદ મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી મહારાજે એના ઉપર સૌથી વધારે લક્ષ આપીને ઘણાં જ વર્ષોના અગાધ પરિશ્રમે તેમની પોતાની આગવી સુઝથી જેસલમેર-ખંભાત-પાટણના ગ્રંથભંડારો વ્યવસ્થિત કરવાનું–તેનાં કેટલોગો (સૂચિપત્રો) બનાવવા વગેરેનું મહાનમાં મહાન પુણ્યકાર્ય કર્યું છે. તેમણે કરેલી શ્રુતજ્ઞાનની આ મહાન ઉપાસના માટે સમગ્ર જૈન સંઘ સદાને માટે તેમનો ઋણું છે–ણી રહેશે. આ ગ્રંથભંડારના કાર્યવાહકો વાંચવા માટે પુસ્તકો સામાન્ય રીતે બહાર આપતા નથી. તેથી તેમના ઉપર સંકુચિતતાનો આરોપ પણ મૂકવામાં આવે છે. પરંતુ જે તેમણે તે તે ગ્રંથો જેને તેને બહાર આપવાનું ચાલુ રાખ્યું હોત તો આ ભંડારો ક્યારનાયે વેરવિખેર અને નામશેષ થઈ ગયા હોત. મારી દૃષ્ટિએ તો સંકડો વર્ષોથી ચાલ્યા આવતા આ અતિમૂલ્યવાન ભંડારોના કાર્યવાહકોએ ઈતિહાસના ભિન્ન ભિન્ન વિષમ યુગોમાં આ ભંડારોને અત્યંત સુરક્ષિત રાખવાનું મહાનમાં મહાન પુણ્યકાર્ય જ કર્યું છે, અને અત્યારે પણ કરી રહ્યા છે.
એક બાજુ, આ ગ્રંથભંડારોમાંથી પુસ્તકો બહાર આપવામાં આવતાં નથી આ હકીકત છે, જ્યારે બીજી બાજુ અમારે સંશોધનોને સર્વાંગસંપૂર્ણ અને શુદ્ધ બનાવવા માટે આ ગ્રંથોની અત્યંત અનિવાર્ય આવશ્યક્તા હતી. અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે આ ગ્રંથભંડારોના કાર્યવાહકોએ પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી તે તે ગ્રંથોની ફિલ્મ લેવાની સંમતિ આપીને અમારા સંશોધન કાર્યને અત્યંત સરળ કરી આપ્યું છે. પૂ૦ મુનિરાજશ્રી પુણ્યવિજ્યજી મહારાજે પણ કેટલાક ગ્રંથોની ફિલ્મ લઈ રાખેલી છે. આ ગ્રંથના આઠમા પરિશિષ્ટમાં આ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભવિષ્યમાં પણ સંશોધિત-પ્રકાશિત થનારા ગ્રંથોમાં આ સામગ્રીનો અનુકૂળતા પ્રમાણે ઉપયોગ કરીને દેવ—ગુરુકૃપાથી સંશોધનને સમૃદ્ધ બનાવવા અમારી ખાસ ભાવના છે.
મુંબઈને વશ વિહરમાન જિનર્સ્ટના અધ્યક્ષ સુશ્રાવક પ્રાણલાલ કાનજીભાઈ દોશી આદિ, તથા સેવામંદિર, રાવટી, જોધપુરના સંચાલક ત્યાગમૂર્તિ સુશ્રાવક શ્રી હરીમલજી પારેખ આદિ તથા આદરિયાણું આદિ સંધના અનેક શ્રાવકો આ ફિલ્મ લેવાના કાર્યમાં વિવિધ રીતે અત્યંત સહાયક થયા છે.
પાટણ, જેસલમેર, ખંભાતના ભંડારના કાર્યવાહકો આ રીતે શ્રુતજ્ઞાનની ઉપાસના તથા સુરક્ષામાં સહાયક થયા છે તે માટે તેમને હજારો અભિનંદન અને ધન્યવાદ ઘટે છે. ઘણા જ દ્રવ્યથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org