SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨. છલ્લી ખાદસમાન-નિર્લેપ આહારને લેનારા. ૩. કાષ્ઠખાદસમાન–દૂધ-દહીં-ઘી આદિ વિગઈ રહિત આહાર લેનારા. ૪. સારખાદસમાન–દૂધ-દહીં-ઘી આદિ સર્વર સમ્પન્ન આહાર લેનારા. આ ચાર પ્રકારના ભિક્ષુઓ જે તપ કરતા હોય છે તે તપનું કર્મક્ષય કરવામાં સામર્થ્ય ઘણા તફાવતવાળું હોય છે. ૧. વખાદસમાન ભિક્ષનું તપ કર્મનો ક્ષય કરવા માટે સારખાદસમાન ઘુણ જેવું અત્યંત બળવાન હોય છે. ૨. સારબાદ સમાન ભિક્ષુનું તપ કર્મનો ક્ષય કરવા માટે ખાદસમાન ઘુણ જેવું અત્યંત અલ્પ સામર્થ્યવાળું હોય છે. ૩. છલ્લીખાદસમાન ભિક્ષુનું તપ કર્મનો ક્ષય કરવા માટે કાષ્ઠખાદ ઘણુ જેવા સામર્થવાળું હોય છે. ૪. કાઠખાદસમાન ભિક્ષુનું તપ કર્મ કરવા માટે છલ્લીખાદ ઘુણ જેવા સામર્થ્યવાળું હોય છે. આ સૂત્ર ખરેખર કેવા પ્રકારનો તપ કરવો જોઈએ એ વિષયમાં ઘણું પ્રકાશ પાડે છે. આવી આવી જુદા જુદા વિષયો ઉપર સેંકડો ચતુર્ભગીઓ આ અધ્યયનમાં છે. સ્થાનાંગ અને સમવાયાંગ બંને ચારે અનુયોગના વિવિધ પદાર્થોને તથા બીજી પણ અનેક વાતોને વર્ણવતો જૈનશાસનને મહાન અર્થકોશ–ખજાનો છે. કમ–સ્થાનાંગ તથા સમવાયાંગમાં પહેલાં અમુક પ્રકારનાં સૂત્રો, તે પછી અમુક પ્રકારનાં સૂત્રો આવો નિશ્ચિત ક્રમ ક્યાંયે અમારા જેવામાં આવ્યો નથી. પરંતુ સ્થાનાંગના દરેક અધ્યયનના અંતમાં એક પ્રકારનાં સૂત્રો નિશ્ચિતરૂપે જોવામાં આવે છે. દરેક અધ્યયનના છેલ્લાં સૂત્રો તથા સાતમા પરિશિષ્ટમાં કરેલી સ્થાનાંગની તુલના જેવાથી આ વાત સ્પષ્ટતયા ખ્યાલમાં આવશે. કેટલીક વિશિષ્ટ હકીકતો સ્થાનાંગ તથા સમવાયાંગમાં, પ્રસ્તુત સંખ્યા કે પ્રસંગ સાથે સંબંધ ન ધરાવતાં હોય એવાં પણ અનેક સૂત્રો છે. આ સમસ્યા ટીકાકાર આ૦ શ્રી અભયદેવસૂરિ મહારાજ સામે પણ હતી. તેમણે તેમની રીતે સમાધાન આપવા પ્રયત્ન પણ કરેલો છે.' સ્થાનાંગમાં (પૃ. ૨૦૭, સૂ૦ ૪૯૩) સુષમસુષમા અરમાં મનુષ્યોનું ત્રણ પલ્યોપમ આયુષ્ય હોય છે, છતાં આ વાતનો જસ્થાન અધ્યયનમાં સમાવેશ કરવા ત્રણ સંખ્યા માટે જીવ મતવિકારું આ રીતે શબ્દપ્રયોગ કરેલો છે. પૃ૦ ૨૯૫, સૂ૦ ૭૧૯ માં સો, હજાર, દશ હજાર તથા લાખ આ બધાનો સમાવેશ જુદી જુદી રીતે દશ શબ્દનો પ્રયોગ કરીને દશસ્થાનમાં કરેલો છે. १. "अनन्तरमादिविनिश्चय उक्त इति तत्कारणफलपरम्परां त्रिस्थानकानवतारिणीमपि प्रसङ्गतो મબ્રહ્મજ્ઞાન નિષચલાદ–તgત્યા”િ–પૃ૦ ૧૫૬ ! તથા જુઓ ત્રીજા અધ્યયનના બીજા ઉદ્દેશકની છેલ્લાં બે સૂત્રોની ટીકા પૃત્ર ૧૩૫, જુઓ આ ગ્રંથમાં પૃ૦ ૬૭ ટિ૦ ૧૩. સમવાયાંગમાં નવ લાખનું નિરૂપણ કર્યા પછી નવ હજારનું વર્ણન આવે છે. ત્યાં ટીકાકાર જણાવે छे है-इदं च सहस्रस्थानकमपि लक्षस्थानकाधिकारे यदधीतं तत् सहस्रशब्दसाधर्म्यात् વિચિત્રવાદ્ધ સૂત્રોચ્ચેdજોષાતિ–૫૦ ૧૦૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001147
Book TitleThanangsuttam and Samvayangsuttam Part 3 Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages886
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, agam_sthanang, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy