________________
પ્રસ્તાવના
ઉદાહરણ તરીકે સ્થાનાંગના ત્રીજા ત્રિસ્થાન અધ્યયનમાં (સુત્ર ૧૪૩ પૃ૦ ૫૪) માતાપિતા, ભર્તા (અણીના સમયે સહાય કરનાર) તથા ધર્માચાર્યના ઉપકારનો બદલો વાળવો અતિ અતિ દુષ્કર છે એ વિષયમાં જે વર્ણન છે તે ખરેખર રોમાંચ ખડાં કરે તેવું આશ્ચર્યજનક અને આનંદજનક છે. કૃતજ્ઞતા ગુણની ભગવાને ખરેખર ત્યાં પરાકાષ્ઠા બતાવી છે.
ચોથા અધ્યયન ચતુઃસ્થાનમાં જે અનેક અનેક ચતુર્ભૂગીઓનું વર્ણન છે તે માનસશાસ્ત્રની દૃષ્ટિએ અજોડ છે. એમાં જગતના જીવોની વિવિધ મનોદશાઓનું ગંભીર સ્વરૂપે આખેઅ ચિત્ર જોવા મળે છે, જેમકે ચાર પ્રકારનાં વૃક્ષ હોય છે——
૧. ઋતુનુ—બહારના દેખાવથી સરળ અને ફળ આપવામાં પણ સરળ (સુંદર).
૨. જીવ—દેખાવથી સરળ પણ ફળ આપવામાં વક્ર (બરાબર ફળ નહિ આપનારું).
૩. વજ્રનુ——દેખાવથી વક્ર પણ ફળ આપવામાં સરળ (સુંદર).
૪. ઘવ—દેખાવથી વક્ર અને ફળ આપવામાં પણ વક્ર.
તેવી રીતે મનુષ્યો પણ ચાર પ્રકારના હોય છે.
૧. ઋણુ—શરીરની આકૃતિથી તથા ખોલવું ચાલવું આદિ વ્યવહારમાં સરળ અને અંદર હૃદયથી પણ નિષ્કપટ—નિખાલસ હોવાથી સરળ.
૨. ધ્રુવ—બહારથી સરળ લાગતા હોય પણ અંદરથી કપટી.
૩. વઋણુ--ક્રોઈ કારણસર બહારથી વક્ર લાગે પણ અંદરથી તદ્દન નિખાલસ–સરળ.
૪. વજ્ર---બહારથી અને અંદરથી બધી રીતે વક્ર. (સૂત્ર ૨૩૬, પૃ૦ ૯૩)
ચાર પ્રકારના કોરક (ફળનિષ્પાદક મુકુલ–કળી) હોય છે. ૧ આ×પ્રલંબકોરક, ૨ તાલપ્રલંબકોરક, ૩ વલ્લીપ્રશંખકોરક, ૪ મેવિષાણુકોરક.
૨૯
તે પ્રમાણે મનુષ્યો પણ ચાર પ્રકારના હોય છે.
૧. આધ્રપ્રલઁખકોરકસમાન—આંબાના ફળની કળી જેવા કે જેમની સેવા કરવામાં આવે તો ઉચિત સમયે ઉચિત ફળ અવશ્ય આપે છે.
૨. તાલપ્રલંબકોરકસમાન-તાડના ફળની કળી જેવા કે જેમની સેવા કરવામાં આવે તો ઘણા લાંબા કાળે અને ઘણી મહેનતે પણ મોટો ઉપકાર કરે છે.
૩. વલ્લીપ્રલંબકોરકસમાન—કે જેમની સેવા કરવામાં આવે તો વેલડીની જેમ શીઘ્ર ફળને આપનારા હોય છે.
૪. મેષશૃંગકોરકસમાન—મેષશૃંગી વનસ્પતિની કળીઓ સુવર્ણ જેવા વર્ણવાળી જ હોય છે, તેનું ફળ કંઈ ખાવાના કામમાં આવતું નથી, તે પ્રમાણે ગમે તેટલી જેમની સેવા કરવામાં આવે તો પણ જે મીઠાં મીઠાં વચનો જ માત્ર ખોલે છે, ઉપકાર કશો કરતા જ નથી. (સૂત્ર ૨૪૨, પૃ૦ ૯૪). સૂત્ર ૨૪૩, પૃ૦ ૯૪ માં ચાર પ્રકારના ણોનું વૃક્ષને ખાનારા કીડાનું વર્ણન છે—
૧. ત્વષ્માદ—વૃક્ષની ત્વચા (છાલના ઉપર ઉપરના ભાગને ખાનારા)
૨. છલ્લીખાદ——વૃક્ષની છાલને (છાલના અંદરના ભાગને ખાનારા)
૩. કાøખાદ—વૃક્ષના કાષ્ઠને ખાનારા.
૪. સાર ખાદ—કાષ્ઠની અંદર રહેલા સારભાગને ખાનારા.
આ પ્રમાણે ભિક્ષુઓ પણ ચાર પ્રકારના હોય છે—
૧. વક્પાદસમાન—અત્યંત સંતોષી હોવાને લીધે અન્ત-પ્રાન્ત આહારને લેનારા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org