SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રસ્તાવના ટીકાની અતિપ્રાચીન પ્રતિ હમણાં અમારા જોવામાં આવી છે. તેમાં ૨૮ મી સંબંધકારિકાની ટીકામાં આચારાંગસૂત્રના પાંચમા અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશકમાંથી નીચે પ્રમાણે પાઠ ઉષ્કૃત કરેલો છે~~ प्रोक्तं हि भगवद्भिः–“उट्ठिएस वा अणुट्ठिएसु वा सुस्सूसमाणेसु पवेअए अजवयं” इत्यादि यावत् ઃઃ વ્રુષ્ણમાળાનું નહા સે ટ્રીને અસંરીને વં સરળ મર્ચે મહામુળી” (સ્૦ ૧૯૬-૧૯૭, પૃ૦ ૬૭-૬૮). અહીં અત્યારે મળતા આચારાંગમાં પાઠ થોડો જુદો પડે છે. વુન્શનાળાŌ પાર્ડ પણ આચારાંગચૂર્ણિસંમત વાચનામાં હતો, પણ વર્તમાનમાં પ્રચલિત શીલાંકાચાર્યસમ્મત વાચનામાં મળતો નથી, જુઓ શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી પ્રકાશિત આચારાંગસૂત્ર, પૃ૦ ૬૮ ટિ૦ ૬. ભાષા—સ્થાનાંગ—સમવાયાંગસૂત્રની ભાષા અર્ધમાગધી છે. આ ભાષા આર્ષ હોવાથી ચાલુ પ્રાકૃત ભાષા કરતાં જરાક જુદી પડે છે. સ્થાનાંગ—સમવાયાંગના પ્રાચીન તાડપત્ર ઉપર હસ્તલિખિત આદર્શોમાં ત——— આદિ વ્યંજનપ્રધાન પ્રયોગોવાળા પાઠો બહુ જ મોટા પ્રમાણમાં જોવામાં આવે છે, તે પછી કાગળ ઉપર લખેલા કેટલાક આદર્શોમાં સંસ્કાર કરીને તેના સ્થાને કેટલાક સ્થળે હૈં કે સ્વર આપેલા હોય છે. આવા સ્થળે કેવા પાઠો લેવા એ માટે પૂ॰ મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે વિચારી રાખેલા નિયમોને લગભગ અમે અનુસર્યાં છીએ, એ નિયમાવલિ કોઈક અવસરે પ્રકાશિત કરવા અમારી ભાવના છે. આ વિષે થોડો ઉલ્લેખ નંદિસૂત્રના સંપાાયમાં (પૃ૦ ૯-૧૦) તથા નંદિસૂત્રની પ્રસ્તાવનામાં (પૃ૦ ૧૪) પૂ॰ મુ॰ શ્રી પુણ્યવિજયજી મહારાજે કર્યો પણ છે. પરંતુ સંસ્કૃત ટીકાકારોની સામે ત આદિ વ્યંજનપ્રધાન શ્રુતિવાળા સૂત્ર પાઠોને બદલે = શ્રુતિ કે સ્વરશ્રુતિવાળા પાડોવાળી સૂત્રોની વાચના હતી અથવા તો ટીકાકારોએ જ સુગમતા લાવવા માટે સંસ્કાર કરીને ય શ્રુતિ કે સ્વરશ્રુતિવાળા પાઠો પ્રતીક તરીકે લીધા હોય. ખરેખર જે હોય તે ખરું. છતાં અમારો અનુભવ છે કે ટીકાઓના પ્રાચીન આદર્શોમાં પ્રતીકરૂપે લીધેલા સૂત્રપાઠોમાં ત શ્રુતિવાળા ધણા પાઠો આજે પણ જોવા મળે છે. એટલે તે શ્રુતિવાળા પાઠો ધણા પ્રાચીન છે એમ અમને જરૂર લાગે છે. એટલે પ્રાચીન તાડપત્રીય પ્રતિઓને અનુસરીને તે શ્રુતિવાળા ધણા પાઠો અમે સ્વીકાર્યા છે. સ્થાનાંગ-સમવાયાંગ જૈન શાસનનો ખજાનો છે— સ્થાનાંગ અને સમવાયાંગ વિવિધવિષયક અનેક અનેક અદ્ભુત સૂત્રોનો ભંડાર છે. જીવન કેવું વિવિધ પ્રકારનું હોય છે અને આપણે કેવું જીવન જીવવું જોઈ એ એ માટે અનેક અનેક રીતે માર્ગદર્શક બનનારાં અનેક સૂત્રો સ્થાનાંગ—સમવાયાંગમાં જોવા મળશે. 2. આ ટીકા શ્રેષ્ઠિ દેવચંદ્ર લાલભાઈ જૈન પુસ્તકોારે ગ્રંથાંક ૬૭ તથા ૭૬ રૂપે, પ્રકાશિત થયેલી છે. તે ઉપરાંત અમદાવાદના શેડ મનસુખભાઈ ભગુભાઈ તથા કલકત્તાની Royal Asiatic Society of Bengal તરફથી પણ ઘણાં ઘણાં વર્ષો પૂર્વે પ્રકાશિત થયેલી છે. આમાં જ્યાં અત્યંત અશુદ્ધ પાઠો છપાયેલા છે ત્યાં અમારા જેવામાં આવેલી આ અતિપ્રાચીન પ્રતિમાં હજારો શુદ્ધ પાડો છે. ઉદાહરણાર્થે પાંચમી સંબંધકારિકાની ટીકામાં દાનુશ્રવિષ્ણુ મજી દ્રુતિરાયરૂશનાત્ પાડે છપાયેલો છે ત્યાં અમારી પ્રતિમાં સટ્ટાનુાવિશ્વર્યેષુ અશુદ્ધચન્તાતિશયવીનાર્ પાઠ લખેલો છે. સાંખ્યકારિકામાં આવતા દવવાનુંઅવિશ્વ: સ વિશુદ્ધિક્ષયાતિવાદ્યુતઃ ॥ ૨ ॥ પાઠને અનુસરતો આ પાઠ છે, એ વાત સાંખ્યદર્શનથી પરિચિત કોઈ પણ માણસ સમજી શકે તેવી છે. અમને જણાવતાં અત્યંત આનંદ થાય છે કે આવા આવા હુન્નરો આશ્ચયૅકારક શુદ્ધ પાડો અમે ર્જાયેલી પ્રતિમાં છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001147
Book TitleThanangsuttam and Samvayangsuttam Part 3 Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages886
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, agam_sthanang, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy