SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના સંસ્કૃતપર્યાય નતિ હમણું મળ્યો છે. એટલે અમે સ્વીકારેલો પાઠ શુદ્ધ છે એ વાત પુષ્ટ બની છે. (જુઓ ટિપ્પણમાં પૃ૦ ૭૫૫). સમવાયાંગમાં પૃ. ૪૭૨ માં ૭૨ પ્રકારની કળાઓનાં નામો આવે છે. આ અંગે નીચે ટિપ્પણી (ફૂટનોટ)માં તથા પાછળનાં ટિપ્પણમાં અમે ઘણા વિસ્તારથી વિચારણા-તુલના આદિ કર્યો છે જિજ્ઞાસુઓએ ત્યાં જોઈ લેવું. - સ્થાનાંગ તથા સમવાયાંગ બંને મહાન આકરગ્રંથો છે. સમયની, સ્થાનની, સામગ્રીની અને દૃષ્ટિની મર્યાદામાં રહીને ટિપણે વગેરેમાં અમે કેટલીક વિચારણા કરી છે. છતાં ઘણું લખવાનું રહી પણ ગયું છે. ખરેખર તો વિદ્વાન વાચકો અધ્યયન-અધ્યાપન-મનન દ્વારા આ દિશામાં ઘણું ઘણું પ્રયત્ન કરીને સફળતા મેળવે એ જ અમારી શુભેચ્છા છે. અમારો સૌથી અધિક પ્રયત્ન શુદ્ધ પાઠો નક્કી કરવા માટે અને પાઠભેદો આપવા માટે જ રહ્યો છે. સ્થાનાંગ-સમવાયાંગની વાચનાઓ સ્થાનાંગની ટીકાના અંતમાં જણાવ્યા પ્રમાણે સ્થાનાંગની વિવિધ વાચનાઓ હતી અને તેને આધારે જે જે પાઠભેદ યોગ્ય લાગ્યો તે તે પાઠાન્તરનો ઉલ્લેખ પણ ટીકાકારે અનેક અનેક સ્થળે કર્યો છે. આ૦ શ્રી અભયદેવસૂરિવિરચિત ટીકા જોતાં એમ લાગે છે કે એમની સામે જે વાચનાઓ હતી તેમાં કોઈ કોઈ પાઠ હતો જ નહિ, પરંતુ આવશ્યક્તા જોઈને તેમણે એ પાઠની ત્યાં ત્યાં સંભાવના સ્વીકારીને તે તે પાઠની વ્યાખ્યા આપી છે. પરંતુ અત્યારે મળતી બધી જ અથવા મોટા ભાગની હસ્તલિખિત પ્રતિઓમાં એ પાઠ મળે છે. એટલે એમ લાગે છે કે ટીકાને આધારે તે તે પાઠની પૂર્તિ કરીને અત્યારે મળતા હસ્તલિખિત આદર્શો લખવામાં આવ્યા હોય. જેમકે પૃ૦ ૪૦૯ ૫૦ ૧૫ તથા ટિ૮માં નયન શબ્દ વિષે જુઓ. તથા પૃ. ૪૩૪ ૫૦ ૧૯ તથા ટિ. ૧૦ માં gવું માતા વિષે જુઓ. સમવાયાંગમાં લઘુવાચના તથા બૃહદાચના એમ બે વાચનાઓ હતી આ વાત સ્પષ્ટપણે સમવાયાંગ ટીકામાં આ૦ શ્રી અભયદેવસૂરિમહારાજે જણાવી છે. અને પોતે મુખ્યતયા બૃહદ્વાચનાને અનુસર્યા છે. કોઈક સ્થળે તેમણે બે વાચનાનું મિશ્રણ કરીને પણ પાઠ આપેલો છે. અત્યારે અલગ અલગ વાચનાઓવાળા હસ્તલિખિત આદર્શો મળતા નથી, ટીકાકારે સ્વીકારેલા પાઠોવાળા આદર્શો જ પ્રાયઃ મળે છે. છતાં અત્યારે મળતા વિવિધ નિર્દેશો ઉપરથી પ્રાચીન યુગમાં આવા સ્વતંત્ર વાચનાવાળા આદર્શો હતા, એ નક્કી થાય છે. આચારાંગની પ્રસ્તાવનામાં (પૃ. ૩૨-૩૫) આ વાત અમે વિસ્તારથી જણાવી છે. તત્વાર્થસૂત્ર ઉપર આ૦ શ્રી સિદ્ધસેનગણિવિરચિત ૧. આને લગતા સમવાયાંગટીકામાં રહેલા અનેક ઉલ્લેખ, મોતીલાલ બનારસીદાસ (દિ૯હી ૭) તરફથી અલ્પ સમયમાં પ્રકાશિત થનારા સટીક સ્થાનાંગ-સમવાયાંગ સૂત્રના બીજા પરિશિષ્ટમાં (પૃ. ૧૩પ થી ૧૪૦) અમે આપેલા છે. ૨. તમેવ ૨ વાવનાં ગૃહારવાર્ ચાલ્યાસ્થાન –પૃ. ૨ 3. इदं च व्याख्यानं वाचनाद्वयानुसारेण कृतम्, प्रत्येकवाचनयोरेवंविधसूत्राभावादिति-पृ० १६ ૪. “પ્રાયઃ” શબ્દ અમે એટલા માટે વાપર્યો છે કે વર્તમાનકાળમાં મળતી પ્રતિઓમાં એવાં પણ કોઈક કોઈક સ્થળો છે કે જેમાં ટીકાકારને મળ્યા ન હોય એવા પાઠો પણ સચવાયેલા છે. ઉદાહરણર્થ જુઓ પૃ. ૪૪૫ ૫૦ ૯ ઉપરનું ટિપ્પણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001147
Book TitleThanangsuttam and Samvayangsuttam Part 3 Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages886
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, agam_sthanang, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy