________________
પ્રસ્તાવના
છે. કેટલીકવાર આમાં પાઠભેદો પણ હોય છે. બીજા શ્વેતાંબર-દિગંબર ગ્રંથો સાથે મેળવતાં, ઘણીવાર નામભેદ તથા ક્રમભેદ જોવા મળે છે. આવા સ્થળે સત્ય નામોનો નિર્ણય કરવો અમારા માટે અશક્ય હોવાથી, શ્વેતાંબર-દિગંબર ગ્રંથોમાં જે જે નામો મળે છે તે તે અમે ટિપ્પણમાં જણાવી દીધાં છે.
તીર્થંકર ભગવાન તથા ચક્રવર્તિના પિતા આદિનાં નામોની જ્યાં યાદી આપેલી છે ત્યાં હસ્તલિખિત આદર્શોમાં પ્રાય: નામોની પાસે આંકડા આપ્યા ન હોવાથી વિશેષણ કર્યું અને વિશેષનામ કયું તે સ્પષ્ટ સમજાતું નથી. એટલે જેવા પાઠો મળ્યા તેવા અમે છાપ્યા છે. પૃ. ૪૭૯માં ઐવિત ક્ષેત્રની આગામિ ઉત્સર્પિણીના તીર્થકરોનાં ચોવીસ નામો નક્કી કરવામાં તથા વિવિધ પાકોમાં સાચો પાઠ નક્કી કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. પૃ. ૪૬૯ માં ચક્રવતિના પિતાનાં નામો નક્કી કરવામાં પણ મુશ્કેલી પડે છે. પૃ૦ ૪૭૬ માં ભરતક્ષેત્રના આગામિ ઉત્સર્પિણીના તીર્થકરોનાં ૨૪ નામો આપેલાં છે. ત્યાં મહાપદ્મરિયો વિઝયાન્તાશ્ચતુર્વિતિઃ એવો ટીકામાં પાઠ છે. તે ઉપરથી તેવીસમા તીર્થંકરનું અનન્ત અને ચોવીસમા તીર્થંકરનું વિનય એવું નામ હશે એમ લાગે છે, તે પ્રમાણે વિચારતાં ૧૪૮મી ગાથામાં આવતા મુનિસુવતે જ કરા સમાવિદ્ જિળો આ પાઠમાં અગિયારમા તીર્થંકર મુનિસુવ્રતસ્વામિનું સર્વમાવવિએ વિશેષણ છે એમ માનવું જ પડે. પરંતુ સમવાયાંગની કેટલીક પ્રાચીન-અર્વાચીન પ્રતિઓમાં નામોની આગળ આંકડા આપેલા છે, પ્રવચનસારોદ્ધારની ટીકામાં પણ સમવાયાંગનો આ જ પાઠ ઉદ્ધત કર્યો છે અને નામની આગળ આંકડા આપેલા છે, તે જોતાં ચોવીસમા તીર્થંકર ભગવાનનું અનન્સવિનય અખંડ નામ છે અને તેથી મુખમુદતે ય મરદા ૧૧ સવમવિ ળેિ ૧૨ આ જાતનો જે પાઠ હસ્તલિખિતમાં મળે છે તે અમે મૂળમાં સ્વીકારી લીધો છે. તિથોરી પન્નામાં આ ગાથા મળે છે, પણ ત્યાં જે આંકડાઓ આપેલા છે તે તેના સંપાદક પં. અમૃતલાલભાઈ ભોજકે સમવાયાંગટીકાના પાઠને અનુસરીને પોતાની કલ્પનાથી આપેલા છે એમ તેમણે અમને જણાવ્યું છે. આ રીતે બીજે પણ વિશેષ નામો નક્કી કરવામાં મુશ્કેલી પડે છે.
ટિપ્પણમાં અમે કેટલેક સ્થળે સ્પષ્ટતા કરી છે. અભ્યાસીઓએ આ પ્રમાણે બીજા સ્થળોમાં પણ સ્વયં વિચારી લેવું.
પાઠોની સ્પષ્ટતા માટે અમે સ્થાનાંગ-સમવાયાંગની આ૦ શ્રી અભયદેવસૂરિવિરચિત ટીકામાંથી કેટલીક વાર પાઠો આપ્યા છે, ત્યાં મુ0માં છપાયેલા પાઠો કરતાં ભેદ જોવામાં આવે તો તે હસ્તલિખિત પ્રતિને આધારે પાઠ સુધારીને અમે આપેલો છે એમ સમજવું. ઉદાહરણર્થ પૃ. ૪૭૧ ૫૦ ૯માં તિબંgવાવ પાઠ છે ત્યાં આગમોદય સમિતિથી પ્રકાશિત ગ્રંથમાં મિતમંજુપાવ પાઠ છપાયેલો છે, ટીકામાં પણ મિતે પરિમિતે મનુ શોમ એવો પાઠ છાપેલો છે. પરંતુ ખરેખર મૂળ કે ટીકામાં મંગુરુ શબ્દ હસ્તલિખિત આદર્શોમાં છે જ નહિ. એટલે મૂળ તથા ટીકામાં ખરેખર જે શુદ્ધ પાઠ હસ્તલિખિત આદર્શોમાં છે તે જ અમે મૂળમાં તથા ટિપ્પણમાં બતાવ્યો છે. સમવાયાંગ પૃ૦ ૩૬૦માં અઢાર પ્રકારની લિપિઓમાં છઠ્ઠી લિપિ પારાયા છે. પ્રજ્ઞાપના સૂત્રમાં પદયા પાઠ છે. વિવિધ લેખકોએ એના ઉપર ચર્ચા પણ કરી છે. પરંતુ અમને જણાવતા આનંદ થાય છે કે વહાલા આ અમે સ્વીકારેલો પાઠ શુદ્ધ છે એ વાતને પુષ્ટિ આપતું પ્રમાણ દિગંબર ગ્રંથ ભૂવલયમાંથી હમણાં અમને મળી આવ્યું છે. ભૂવલય ગ્રંથ અતિપ્રાચીન છે, કન્નડ ભાષામાં છે, એક જ પાઠમાંથી અનેક ભાષાઓના પાઠ એમાં નીકળે છે, એવો વિશ્વની અજાયબી જેવો એ ગ્રંથ છે. એમાં અમારાત્રિ એવો એનો સંસ્કૃત પર્યાય આપેલો છે. (જુઓ અમારા ટિપ્પણમાં પૃ૦ ૭૫૫). એ જ પ્રમાણે દશમી લિપિ માટે મળતા અનેક પાઠોમાંથી અમે વેતિયા પાઠ મૂળમાં સ્વીકાર્યો છે. લગભગ બીજા બધા સંપાદકોએ અહીં વેહથા પાઠ શુદ્ધ માન્યો છે. પરંતુ અહીં પણ ભૂવલયમાં અમને એનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org