________________
પ્રસ્તાવના
અધ્યયનમાં દશસ્થાનમાં (સૂત્ર ૭૬૭, પૃ. ૩૧૨–૩૧૬) અતીત ઉત્સા૫ણીના તથા આગામિ ઉત્સપિણીના દશ કુલકરોનાં નામો જણાવેલાં છે. આ જ વાત સમવાયાંગમાં (પૃ. ૪૬૩) આ રીતે જણાવી છે કે અતીત ઉત્સપિણમાં સાત કુલકર હતા, અતીત ઉત્સર્પિણમાં દશ કુલકરો હતા, વર્તમાન અવસર્પિણીમાં સાત કુલકર હતા. પૃ. ૪૭૫માં જણાવ્યું છે કે આગામિ ઉત્સર્પિણીમાં સાત કુલકર થશે, આગામિ ઉત્સર્પિણીમાં દશ કુલકર થશે. હસ્તલિખિતમાં ૩ તથા રો લગભગ સમાન લખાય છે. એટલે ખરેખર ૩ છે કે મો એ નક્કી કરવાનું કઠિન થઈ પડે છે. ટીકાને આધારે દશ કુલકરવાળી વાત તો ઉત્સર્પિણી માટે જ છે એ સ્પષ્ટ છે. હવે સાત કુલકરવાળી વાત અતીત તથા આગામિ ઉત્સર્પિણી સાથે સંબંધ ધરાવે છે કે અતીત તથા આગામિ અવસર્પિણી સાથે સંબંધ ધરાવે છે એ વિચારણીય છે. અતીત તથા આગામિ અવસર્પિણી લેવા જઈએ તો વર્તમાન અવસર્પિણીથી ત્રીજી અતીત તથા ત્રીજી આગામિ અવસર્પિણી લેવી પડે. એટલે પાંચ કાળની વિચારણા અહીં કરી છે એમ માનવું પડે. પરંતુ સામાન્ય રીતે અતીત–અનાગત–વર્તમાન એ ત્રણ કાળની જ વાત શાસ્ત્રોમાં વર્ણવેલી જોવા મળે છે. એટલે કેટલાક વિદ્વાનો અને સંપાદકો એક સ્થળે હqિળી એટલે અવસર્વિળી અને બીજે સ્થળે સgિી એટલે સર્પિળ આવો વિભાગ પોતાની કલ્પનાથી જ નક્કી કરી લઈને પાઠો તથા અનુવાદ આપે છે તે અમે સ્વીકાર્યું નથી. અમે અતીત તથા આગામિ ઉત્સર્પિણી એવો અર્થ સમજીને જ રષ્કિળી તથા વસધ્વિજ એવો પાઠ રાખ્યો છે. અને આ વિષે આઠમાં પરિશિષ્ટમાં (પૃ. ૭૬૫–૭૬૬) સ્પષ્ટતા કરી છે. જો કે એક જ અતીત–આગામિ ઉત્સપિણમાં સાત તથા દશ કુલકરોની વાત શી રીતે સંગત થાય આ પ્રશ્ન છે જ. પરંતુ અમારી દૃષ્ટિએ લાગે છે કે બે મત હોવા જોઈએ. અથવા એની પાછળ કોઈ વિશિષ્ટ વિવક્ષા હોવી જોઈએ. આવા આવા આ ગ્રંથના અધ્યયન સમયે ઉપસ્થિત થતા અનેક પ્રશ્નોની વિચારણા નીચે આપેલા ટિપ્પણોમાં (Footnotes) અથવા પાછળ આપેલા ટિપ્પણોમાં અમે કરી છે. વાચકોએ ત્યાં જ જોઈ લેવું.
હસ્તલિખિત પ્રતિઓમાં મળતા વિવિધ પાકોમાં ટીકાકારની પસંદગીના પાઠને જ અમે પ્રાધાન્ય આપ્યું છે. છતાં કોઈક વાર અમે ટીકાકાર સંમત પાઠને બદલે બીજો પાઠ પણ મૂળમાં સ્વીકાર્યો છે. અને તેનું કારણ ટિપ્પણમાં અમે જણાવ્યું છે. ઉદાહરણાર્થ જુઓ પૃ. ૪૪૫ ૫૦ ૯.
પૃ૪૭૨ ૫૦ ૬ માં વિશિયાતી પાઠ છે. અને જે ૨ સિવાય બધી જ હસ્તલિખિત પ્રતિઓમાં તેમ જ પ્રાયઃ સર્વ મુદ્રિત પુસ્તકોમાં પણ એ જ પાઠ જોવામાં આવે છે. છતાં ટીકાકાર સામે વિટાસિયાતી પાઠ હતો. અને જે ૨માં પણ એ જ પાઠ મળે છે. આવી સ્પષ્ટતાઓ પણ ટિપ્પણમાં અમે કરેલી છે.
પૃ૦ ૪૬૩થી ૪૭૯માં સમવાયાંગમાં કુલકર આદિનાં ઘણું ઘણાં વિશેષ નામોનો ઉલ્લેખ આવે
આગમોદય સમિતિથી પ્રકાશિત સમવાયાંગમાં (પૃ. ૧૫૩) ગંદી [ હવે આ મિસાઇ ૩uળg gવ વહે ૩૮ મવયંતિ આવો પાઠ આ સ્થળે છપાયેલો છે. અને
આ જ પાઠનું અનુકરણ કરીને બીજા સંપાદકોએ પણ પોતાના ગ્રંથમાં આવો પાઠ છાપેલો છે. પરંતુ અમારી પાસેની કોઈ પણ પ્રાચીન કે અર્વાચીન સમવાયાંગની પ્રતિઓમાં પુરવા વારે પાઠ છે જ નહિ. આગમોદય સમિતિથી પ્રકાશિત ગ્રંથમાં સંપાદકે ગમે તે રીતે (પૃ. ૧૫૩Bમાં) Uરવા વારે પાઠ છાયો છે. જો કે મારે ત્યારે પાઠ પણ હસ્તલિખિતમાં નથી, છતાં પૂર્વના જ રસૂત્રમાં (પૃ. ૪૭૫ ૫૦ ૭) મરવા પાઠ છે, અને તેની અનુવૃત્તિ અહીં પણ ચાલુ છે. ઉપરાંત, સ્થાનાંગમાં આ જ વાત સૂત્ર ૭૬૬ (પૃ. ૩૧૫)માં છે. ત્યાં મારે વારે પાઠ છે જ. એટલે તેને આધારે [મર વા] એવો પાઠ અહીં પૃ. ૪૭૫ ૫૦ ૧૧ માં અમે ઉમેર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org