SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના હસ્તલિખિત પ્રતિઓમાં નોયસત્તારું જ પાઠ છે અને વસ્તુસ્થિતિ પણ એ જ છે. રાય ધનપતસિંહજી બહાદુર (કલકત્તા)તરફથી પ્રકાશિત સમવાયાંગ અમારા પાસે નથી. એટલે તેમાં કેવો પાઠ છપાયો છે તે અમે જાણતા નથી. પરંતુ આગમોદય સમિતિથી વિક્રમ સંવત ૧૯૭૪માં પ્રકાશિત સમવાયાંગમાં નોસિયસરતાજું પાઠ છપાયેલો છે અને મોટા ભાગનાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સ્થાનકવાસી જૈન સંઘ તથા તેરાપંથી જૈન સંઘનાં પ્રકાશનો આગોદય સમિતિના પ્રકાશનને જ મુખ્યતયા અનુસરીને થયાં છે–થઈ રહ્યાં છે તેથી એમાં આવેલી ભૂલ બધે જ પ્રસાર પામી છે. આવાં બીજાં પણ અનેક ઉદાહરણ આ ગ્રંથમાં જોવા મળશે. આ સંક્ષિપ્ત પ્રસ્તાવનામાં બધી વાતો જણાવી શકાય નહિ. એ માટે તો આ ગ્રંથમાં સૂક્ષ્મતાથી પાઠો, નીચે આપેલાં ટિપણે તથા આ ગ્રંથના છેવટના ભાગમાં આઠમા પરિશિષ્ટમાં આપેલાં ટિપણે જોવાની વાચકોને ખાસ ભલામણ કરવામાં આવે છે. કોઈક સ્થળે એવું પણ બન્યું છે કે પહેલાં છાપતી વખતે અમારી ભૂલથી અશુદ્ધ પાઠ છપાયો છે, પણ પાછળથી અમારી ભૂલ સમજાતાં ટિપ્પણ અથવા શુદ્ધિપત્રકમાં તે તે પાઠ અમે સુધારી લીધો છે. ઉદાહરણાર્થ સમવાયાંગ પૃ. ૩૫૦ ૫૦ ૩ માં સમથિg પાઠ જ હસ્તલિખિતમાં અમને મળ્યો. પરંતુ જરૂર છે થિg પાઠની. એટલે મમ(?)fથા આ રીતે પાઠ અમે છાપ્યો. પરંતુ પાછળથી અમારા સમજવામાં આવ્યું કે હસ્તલિખિતલિપિમાં કન્ન અક્ષર હમ જેવો જ લખાય છે, એટલે જ્યાં દમ છે ત્યાં કક્ષ જ વાંચવાનું છે. આ કણ ને બદલે ન વાંચવાની ભૂલ ઘણી વ્યાપક છે. કલ્પસૂત્ર (બારસા સૂત્ર; સૂત્ર ૧૫, ૮૯, ૯૩)માં ત્રણ સ્થળે સથિાને બદલે સમથિય પાઠ છપાયેલો છે અને બધા અમરિયળ જ વાંચે છે. પરંતુ ખરેખર તો ત્યાં મસ્થિય પાઠ સમજવાનું છે. આ વાત અમારા ખ્યાલમાં પાછળથી આવી એટલે ટિપ્પણી (પરિશિષ્ટ ૮, પૃ. ૭૫૪) માં સુધારીને અમે મરિયાં પાઠ આપ્યો છે. એટલે ટિપ્પણું તથા શુદ્ધિપત્રકનો ઉપયોગ કરીને પાઠો સુધારી લેવા વાચકોને ખાસ વિનંતિ છે. હસ્તલિખિત આદર્શોમાં ઉપલબ્ધ જે પાઠ અમને સુધારવા જેવો લાગ્યો છે ત્યાં તે તે પાઠની આગળ ( .) આવા કસમાં અમારી સુધારેલો પાઠ આપેલો છે. અને જ્યાં પૂર્વાપર, સંદર્ભ આદિના આધારે કોઈક પાઠ ઉમેરવાની અમને ખાસ આવશ્યકતા જણાઈ છે ત્યાં આવા [ ] ચોરસ કોઠકમાં અમારી સંભાવનાનો પાઠ ઉમેરેલો છે. કોઈક કોઈક વાર કોષ્ઠકમાં ? આવું પ્રશ્નચિહ્ન પણ અમારી સંભાવના છે એમ સૂચવવા મૂકેલું છે. સ્થાનાંગમાં સાતમા અધ્યયનમાં (સૂત્ર ૫૫૬, પૃ. ૨૩૧) અતીત ઉત્સર્પિણીના, વર્તમાન અવસર્પિણીના તથા આગામિ ઉત્સર્પિણના સાત કુલકરોનાં નામોનો ઉલ્લેખ આવે છે, પરંતુ દશમાં १. “इमीसे णं भंते ! रयणप्पभाए पुटवीए पंकबहुले कंडे केवतियं बाहल्लेणं पन्नत्ते ? गोयमा! चतुरसीति जोयणसहस्साई बाहल्लेणं पण्णत्ते"-जीवाभिगमसूत्र ३।१७१।। ૨. કલ્પસૂત્રની છપાયેલી પ્રતિમાં તથા પુસ્તકમાં ત્રણ સ્થળે આવો પાઠ મળે છે--અમેટ્યિા (કોઈક પુસ્તકોમાં અસ્થિ પાઠ છપાયેલો છે જ) ચિંતિg સ્થg મળોરાસંજપે સપુષ્પત્તિસ્થા (સૂત્ર ૧૫)...મલ્થિ કાવ સંપે સમુufજ્ઞથા (સૂત્ર ૮૯)..અમેરિથ પડ્યું (સૂત્ર ૯૩). આ ત્રણેય સ્થળે ઉપાધ્યાય શ્રી વિનયવિજયજીવિરચિત કલ્પસૂત્ર સુબોધિકા વ્યાખ્યામાં અનુક્રમે આત્મવિષય રૂલ્યર્થ...ગાવિષઃ...ગાત્મવિષચ આવી વ્યાખ્યા આપેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001147
Book TitleThanangsuttam and Samvayangsuttam Part 3 Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages886
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, agam_sthanang, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy