________________
પ્રસ્તાવના
૨૩
જણાવ્યું છે કે ૯ : અશુદ્ધ લખાણને લીધે—અશુદ્ધ પાઠોને લીધે અણખેડાયેલી ભૂમિ જેવા થઈ ગયેલા આ ગ્રંથમાં મારા જેવા અલ્પબુદ્ધિમાન શું કરે? ’’
એટલે આ ગ્રંથના સંશોધનમાં સૌથી વધારે ધ્યાન સૂત્રપાઠો નક્કી કરવા ઉપર અમે આપ્યું છે. તે માટે અત્યારે મળતી પ્રાચીનમાં પ્રાચીન સ્થાનાંગ—સમવાયાંગની હસ્તલિખિત પ્રતિઓ એકત્રિત કરીને તેના આધારે યોગ્ય લાગતા પાઠો મૂળમાં આપેલા છે, અને હસ્તલિખિત પ્રતિઓમાં મળતા પાભેદો નીચે ટિપ્પણોમાં આપેલા છે. તદ્દન અશુદ્ધ લાગતા પાભેદો પણ કેવા કેવા અશુદ્ધ પાઠો કાળાંતરે થઈ જાય છે તે જણાવવા માટે અમે ટિપ્પણમાં જણાવેલા છે. આગમોય સમિતિથી પ્રકાશિત સ્થાનાંગ-સમવાયાંગની પ્રતિમાં છપાયેલા તદ્દન અશુદ્ઘમાં અશુદ્ઘ પાડો પણ—કે જે અમારા પાસેની કોઈપણ હસ્તલિખિત પ્રતિમાં મળ્યા નથી તે પણ—મુ॰ (=મુદ્રિત) એવી સંજ્ઞાથી ટિપ્પણમાં પાભેદરૂપે જણાવ્યા છે. આનાં કેટલાંક ઉદાહરણો નીચે જણાવવામાં આવે છે—
સમવાયાંગમાં (પૃ૦ ૩૪૮) દ્વારાસ્થાનમાં વિનયા નં રાયબાળી સુવાસ નોયળ હસ્કાર આયામવિવશ્વમેળ વળત્તા એવો પાઠ આવે છે, આગમોય સમિતિ પ્રકાશિત મુ॰ પ્રતિ ઉપરાંત, આજ સુધી અમે જોયેલી સમવાયાંગની સર્વ મુદ્રિત આવૃત્તિઓમાં નોયળનયનસારૂં પાડે છે અને તેના આધારે જ અનુવાદો—છાયા આપવામાં આવેલાં છે. મારા પૂ॰ ગુરુદેવે મને કહેલું હતું કે જીવાભિગમમાં વિજયા રાજધાનીનું વર્ણન આવે છે. તેથી તેમાં મેં જોયું તો નોયાસસારૂં પાડે જ હતો. પછી તો હસ્તલિખિત બધી જ પ્રતિઓ અમે જોઈ તો તેમાં ખધામાં જુવાસ ગોયળનહસ્સારૂં (ખાર હજાર યોજન) પાઠે જ હતો. પરંતુ આજ સુધી બધા સંપાદકોએ હસ્તલિખિતમાં જોયા સિવાય તેમ જ ઊંડો વિચાર કર્યાં સિવાય ટુવાલ ગોયળસયનફ્રારૂં (બાર લાખ યોજન) એવો પાઠ છાપી દીધો છે.
૩૧ સ્થાનકમાં વિજય—વૈજયંત-જયંત—અપરાજિત આ અનુત્તરવિમાનના દેવોનું જધન્ય આયુષ્ય ૩૧ સાગરોપમ જણાવેલું છે અને આ ખરેખર હકીકત પણ છે. છતાં મુ॰ માં તદ્દન ખોટો પાઠ તીર્સ જિયોનારૂં (એકત્રીસ પચોપમ) એવો છપાયેલો છે. જેના આધારે આગમમંદિરો બંધાયાં છે—બંધાઈ રહ્યાં છે તે આગમમંજૂષામાં પણ વૃતીયં નિોવમા પાઠ છપાયેલો છે. મુ॰ ને આધારે છપાયેલાં ખીજાં પણ આગમસુધાસિંધુ આદિ અનેક પ્રકાશનોમાં આ ખોટો પાઠ છપાયેલો છે. બધી હસ્તલિખિત પ્રતિઓમાં તો સારોલમારૂં જ પાડે છે. છતાં આશ્ચર્યની વાત છે કે તેના સંપાદકોએ હસ્તલિખિતમાં જોવાનો કે ગંભીરતાથી વિચારવાનો કોઈ પ્રયત્ન જ કર્યો નથી.
૮૪ સ્થાનકમાં (પૃ૦ ૪૧૮) રત્નપ્રભાપૃથિવીના પંકબહુલ કાંડના ઉપરના છેડાથી સૌથી નીચેના છેડા વચ્ચે ૮૪,૦૦૦ યોજનનું અંતર જણાવેલું છે. રત્નપ્રભાપૃથિવીનું પ્રમાણ જ ૧ લાખ ૮૦,૦૦૦ હજાર યોજન છે. છતાં આજ સુધી છપાયેલાં પ્રાયઃ તમામ પ્રકાશનોમાં વાસીદું નોયળસયસદ્દસારૂં ‘ચોરાશી લાખ' આવો તદ્દન ખોટો પાડ છપાયેલો અમારા જોવામાં આવ્યો છે અને ખરેખર જેમાં સંશોધન તથા વિવેચન માટે ધણો પ્રયત્ન કરવામાં આવ્યો પણ છે તે તેરાપંથી સંસ્થા લાડનું વિશ્વભારતીથી સં. ૨૦૩૧માં પ્રકાશિત સમવાઓ (બંનવુત્તાનિ વ્રુ॰ ૬૦૦) તથા સં. ૨૦૪૦ (ઇસ્વીસન ૧૯૮૪)માં પ્રકાશિત સમવાઓ (g૦ ૨૭૨) જે તેરાપંથી આચાર્ય તુલસીના વાચનાપ્રમુખપણા નીચે મુનિશ્રી નથમલજી (યુવાચાર્ય મહાપ્રજ્ઞ)એ તૈયાર કરેલા ગ્રંથો છે તેમાં પણ જ્યારે અમે નોાસીદું નોયળસયસહસ્ત્રારૂં એવો પાઠ અને ૌરાસી હાલ યોગન એવો અનુવાદ જોયા ત્યારે તો અમને અપાર આશ્ચર્ય થયું કે સંશોધનનો ઘણો જ ઘણો મોટો દાવો કરનારાઓ પણ હસ્તલિખિત આદર્શોમાં પૂરું જોયા સિવાય ખરેખર કેવું અશુદ્ધ છાપી દે છે! બધી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org