________________
પ્રસ્તાવના
સ્થાનાંગ-સમવાયાંગની સૂત્રસંખ્યા
સ્થાનાંગ-સમવાયાંગની હસ્તલિખિત પ્રતિઓમાં ક્યાંયે સૂત્રસંખ્યાને જણાવતા અંકો નથી. ટીકાકારે જે રીતે સૂત્રસંખ્યા વર્ણવેલી છે તે રીતે ગણીએ તો અગણિત સૂત્રસંખ્યા થવા જાય છે. અમે સરળતા ખાતર, સમાન વિષયવાળા અથવા પરસ્પર સંબંધ ધરાવતા સૂત્રોની પૂર્વે અમારી મતિથી જ સૂત્રકો પ્રારંભમાં આપ્યા છે. પરંતુ આગળ જતાં અમને લાગ્યું કે સૂત્રોના અર્થને સમજવા માટે ટીકાની સહાયની અત્યંત જરૂર છે. એટલે તે તે સૂત્રોની ટીકા શોધવામાં અત્યંત સરળતા થાય એ એક જ ઉદેશથી પૂ આગમોદ્ધારક સાગરાનંદસૂરીશ્વરજી મહારાજે આગોદય સમિતિથી પ્રકાશિત સટીક સ્થાનાંગમાં જે સૂત્રોકો આપેલા છે લગભગ તે જ સૂત્રાંક સૂત્રક ૨૦૫થી અમે આપ્યા છે. સમવાયાંગમાં પણ એ જ દૃષ્ટિથી ૧થી ૧૫૯ સુધી સૂત્રાંકો અમે આપ્યા છે. ખરેખર જે રીતે ટીકાકારે સૂત્રોની ભિન્ન ભિન્ન સ્થળે સંખ્યા આપી છે તે રીતે ગણીએ તો ઘણી જ મોટી સૂત્રસંખ્યા થાય તેમ છે. સ્થાનકવાસી મુનિશ્રી કયાલાલજીએ (કમલે) સંપાદિત કરેલા સ્થાનાંગમાં પરિશિષ્ટ ૨ (પૃ. ૧૧૪૪–૧૧૫૯)માં એકેક સૂત્રમાં અંતર્ગત હજારો સૂત્રોની સંખ્યા ટીકાને આધારે બતાવેલી
એ જ પ્રમાણે સમવાયાંગમાં પણ એકેક સૂત્રમાં અનેક પેટા સૂત્રો ટીકામાં જણાવેલાં છે, છતાં એકથી સો સ્થાનક સુધી એકથી સો સૂત્રકો જ અમે આપ્યા છે અને તે પછી વિજ્ય પ્રમાણે વર્ગીકરણ કરીને ૧૫૯ સુધી સૂત્રકો આપ્યા છે. અમારી સંપાદન શૈલી–
આગમગ્રંથ સમજવા કેવા કઠિન થઈ ગયા છે તેનું વર્ણન કરતાં આ૦ શ્રી અભયદેવસૂરિ મહારાજે સ્થાનાંગટીકાના અંતભાગમાં આ પ્રમાણે જણાવ્યું છે–
सत्सम्प्रदायहीनत्वात् सदूहस्य वियोगतः। सर्वस्वपरशास्त्राणामदृष्टेरस्मृतेश्च मे ॥१॥ वाचनानामनेकत्वात् पुस्तकानामशुद्धितः । सूत्राणामतिगाम्भीर्यान्मतमेदाच्च कुत्रचित् ॥२॥
क्षणानि सम्भवन्तीह केवलं सुविवेकिभिः। सिद्धान्तानुगतो योऽर्थः सोऽस्माद् ग्राह्यो न चेतरः ॥३॥ “સાચો અર્થ સમજવા માટે જે ખરેખર ગુરુપરંપરાથી અધ્યયનપ્રણાલી જોઈએ તેનો અભાવ છે, સાચો ઉહાપોહ–તર્ક કરવાની શક્તિનો અભાવ છે, સર્વે સ્વ-પરસંપ્રદાયનાં જે શાસ્ત્રો છે તે મેં જોયાં નથી, જે જોયાં છે તે બધાં યાદ પણ નથી, વાચનાઓ–પાઠપરંપરાઓ પણ અનેક પ્રકારની મળે છે, જે પુસ્તકો મળે છે તે પણ અશુદ્ધ છે, સૂત્રો અતિગંભીર હોવાથી વાસ્તવિક અર્થ સમજાવો પણ અતિ કઠિન છે, કેટલેક સ્થળે મત-મતાંતર પણ છે, તેથી આ ગ્રંથની વ્યાખ્યામાં ભૂલો થવા સંભવ છે, માટે વિવેકી પુરુષોએ આમાં જે સિદ્ધાંતાનુસારી અર્થ હોય તે ગ્રહણ કરવો, બીજે નહિ.”
સમવાયાંગસૂત્રની ટીકાના અંતમાં પણ, આ આશયની વાત સંક્ષેપમાં જણાવેલી છે. ત્યાં ૧. ઉદાહરણાર્થ ૫૦મા સૂવની વ્યાખ્યામાં ટીકાકારે જણાવ્યું છે કે “ો વિત્યારે જૂનાગ
षटत्रिंशत्'- अभयदेवसूरिविरचित स्थानाङ्गटीका पृ० ४०॥ २. “दो दंडेत्यादि सुगममाद्विस्थानकसमाप्तेः। नवरमिह दण्ड-राशि-बन्धनार्थ सूत्राणां त्रयम्, नक्षत्रार्थ
चतुष्टयम्, स्थित्यर्थ त्रयोदशकम्, उच्छ्वासाद्यर्थ त्रयमिति"-अभयदेवसूरिविरचित समवायाङ्गटीका पृ० ८ । 3. “यस्य ग्रन्थवरस्य वाक्यजलधेर्लक्षं सहस्राणि च, चत्वारिंशदहो चतुर्भिरधिका मानं पदानामभूत् ।
तस्योच्चैश्चलुकाकृतिं निदधतः कालादिदोषात् तथा दुलेखात् खिलतां गतस्य कुधियः कुर्वन्तु किं मादृशाः॥१॥"-अभयदेवसूरािवरचित समवायागवृत्ति पृ. १६०।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org