SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ૨૧ થાય છે તે સમવાયાંગ છે. આ પછી ધવલા આદિમાં સમવાયાંગનું જે વર્ણન કરેલું છે તે આજે પણ સમવાયાંગમાં બરાબર મળે છે. સ્થાનાંગનાં દશ અધ્યયન છે અને તેનાં અનુક્રમે Twથાન, દ્રિસ્થાન વગેરે નામો છે. પરંતુ સમવાયાંગમાં એવો કોઈ જ અધ્યયનવિભાગ નથી. સમવાયાંગ તથા નંદીસૂત્ર બંનેમાં જણાવ્યું છે કે “સમવાયાંગમાં એક જ શ્રુતસ્કંધ છે, એક જ અધ્યયન છે, તેનો એક ઉદ્દેશનકાલ છે તથા એક સમુદેશનકાલ છે. વિશેષ નોંધપાત્ર હકીકત એ છે કે સ્થાનાંગનાં અધ્યયનોનાં પુસ્થાન, દ્વિસ્થાન વગેરે નામો મૂળ તથા ટીકા બંનેમાં મળે છે, પરંતુ સમવાયાંગ એક જ અધ્યયનસ્વરૂપ હોવા છતાં તેના એક આદિ સંખ્યાના પદાર્થોનું વર્ણન કરતા વિભાગો માટે ટીકાકારે વસમવાય, ક્રિસમવાય કે pપરસમજાઇ, દ્વિતીયસવાય આદિ શબ્દોનો પ્રયોગ કોઈપણ સ્થળે કર્યો નથી. પરંતુ ક્રિસ્થાન, ત્રિપાન આદિ શબ્દોનો ટીકાકારે પ્રયોગ કર્યો હોવાથી, અમે પણ સમવાયાંગનાં શીર્ષકોમાં દાળ, વિ આદિ શબ્દોનો પ્રયોગ કરેલો છે. સમવાયાંગના વર્ણનમાં સમવાયાંગમાં ઢાળવાયરસ (પૃ. ૪૩૭) એવો પાઠ છે, અને નંદીસૂત્રમાં જનવિવહિયાળ એવો પાઠ છે એટલે પણ ટીકાકારે સમવાયાંગના વિભાગ માટે દ્રિસ્થાન વગેરે શબ્દોને કરેલો પ્રયોગ ઉચિત છે. સ્થાનાંગ-સમવાયાંગનું પરિમાણ સમવાયાંગ તથા નંદીસૂત્રમાં સ્થાનાંગનું ૭૨,૦૦૦ પદ તથા સમવાયાંગનું ૧,૪૪,૦૦૦ પદ જેટલું પરિમાણ જણાવ્યું છે. આ૦ શ્રી હરિભદ્રસૂરિમહારાજ તથા અભયદેવસૂરિમહારાજ આદિ ચત્રાર્થે કિધસ્તર પરમ્ એમ નંદીવૃત્તિ તથા સમવાયાંગવૃત્તિ આદિમાં જણાવે છે. આ સિવાય પદ શબ્દની બીજી વ્યાખ્યાઓ પણ મળે છે એ વિષે વિસ્તારથી બીજે કોઈક સ્થળે વિચારણા કરવા અમારી ભાવના છે. દિગંબર ગ્રંથોમાં સ્થાનાંગનું ૪૨,૦૦૦ તથા સમવાયાંગનું ૧,૬૪,૦૦૦ પદ જેટલું પરિમાણુ જણાવ્યું છે. આ શાસ્ત્રીય પરિમાણ છે. પરંતુ અત્યારે કાળ આદિ દોષથી આનું પરિમાણુ ઘણું ઘટી ગયું છે. અત્યારે તો ૩૨ અક્ષરનો એક શ્લોક એ ગણતરીથી કોઈક પ્રતિમાં ૩,૬૦૦, કોઈકે પ્રતિમાં ૩,૭૦૦, તો કોઈક પ્રતિમાં ૩,૭૫૦ શ્લોક જેટલું સ્થાનાંગનું પરિમાણુ જણાવેલું છે, અને સમવાયાંગનું ૧,૬૬૭ શ્લોક જેટલું પરિમાણ જણાવેલું છે.' ૧. જુઓ સમવાયાંગ પૃ૦ ૪૩૬-૪૩૭. ૨. જુઓ આચારાંગસૂત્રની પ્રસ્તાવના પૃ. ૩૧ ટિ૦ ૧. 3. द्वाणम्मि बादालीसपदसहरसाणि ४२,०००। समवायम्मि चउसाट्ठिसहस्साहियएगलक्खमेत्तपदाणि १,६४,..."-कसायपाहुड-जयधवला टीका पृ० ९३ । “ठाणं णाम अंगं बायालीसपदसहस्सेहि ४२,००० एगादिएगुत्तरढाणाणि वण्णेदि । “समवायो णाम अंगं चउसट्ठिसहस्सब्भहियएगलक्खपदेहि १,६४,... सव्वपयत्थाणं समवायं वण्णेदि"-षट्खण्डागम-धवला टीका पृ. १०१-१०२। આ વાત ટીકાકાર આ૦ શ્રી અભયદેવસૂરિમહારાજે આ રીતે સમવાયાંગની ટીકાના અંતમાં (પૃ. ૧૬૦) જણાવી છે– यस्य ग्रन्थवरस्य वाक्यजलधेर्लक्षं सहस्राणि च चत्वारिंशदहो चतुर्भिरधिका मानं पदानामभूत् । तस्योच्चैश्चलकाकृतिं निदधतः कालादिदोषात्तथा दुलेखात् खिलतां गतस्य कुधियः कुर्वन्तु किं मादृशाः ॥२॥ ૫. જુઓ પૃ. ૩રર ટિ. ૪, પૃ. ૪૮૦ ટિ૦ ૧૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001147
Book TitleThanangsuttam and Samvayangsuttam Part 3 Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages886
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, agam_sthanang, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy