SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના દ્વાદશાંગ ગણિપિટકનું વર્ણન. જીવ-અજીવ આદિનું વર્ણન. ચાર ગતિના જીવોના આહાર ઉદ્ઘાસ-લેશ્યા આદિનું વર્ણન કુલકર, તીર્થંકર, ગણધર, ચક્રવર્તિ, બલદેવ-વાસુદેવ આદિનું વર્ણન. અહીં ટીકાકાર આ શ્રી અભયદેવસૂરિ મહારાજ એકાદિ પદાર્થોની પરિવૃદ્ધિ સો સુધી અથવા કોટી કોટી સુધીના પદાર્થોની લેવી એમ જણાવે છે. ઉપરાંત, ર–શબ્દથી અનેકોરિકા પરિવૃદ્ધિ લેવી, તથા એકથી સો સુધી એકોત્તેરિકા વૃદ્ધિ અને તે પછી અનેકોત્તરિકા વૃદ્ધિ લેવી એમ પણ જણાવે છે. આ બધી વાતો સમવાયાંગસૂત્રમાં અત્યારે આપણને મળે છે. નંદીસૂત્રમાં દ્વાદશાંગીનું વર્ણન સંક્ષિપ્ત હોવાને કારણે, સંક્ષેપમાં એટલું જ જણાવ્યું છે કે“સમવાયાંગમાં છવ–અજીવ સ્વસમય–પરસમય લોક–અલોકનું વર્ણન છે. એકથી માંડીને એકોત્તરવૃદ્ધિથી સો સ્થાન સુધી ભાવોનું વર્ણન છે. તથા દ્વાદશાંગીનું વર્ણન છે.' પરંતુ સ્થાનાંગના નવસ્થાનમાં (સૂત્ર ૬૭૨, પૃ૦ ૨૭૦-૨૭૧) બલદેવ–વાસુદેવના પિતા આદિનું વિસ્તૃત વર્ણન સમવાયાંગમાં જોઈ લેવા જણાવ્યું છે. તથા ભગવતીસૂત્ર પાંચમા શતકના પાંચમાં ઉદ્દેશકના અંતમાં પણ કેટલીક હસ્તલિખિત પ્રતિઓમાં “કુલકર, તીર્થકર, ચક્રવર્તિ, બલદેવ, વાસુદેવ, પ્રતિવાસુદેવ આદિ સંબંધી હકીકત સમવાયાંગથી જાણી લેવી’ એવા આશયનું એક સૂત્ર મળે છે. આ૦ શ્રી અભયદેવસૂરિજી મહારાજ પણ ત્યાં ટીકામાં જણાવે છે કે “બીજી વાચનામાં કુલકર તથા તીર્થંકર આદિની વક્તવ્યતા પણ જોવામાં આવે છે. એટલે સ્થાનાંગ તથા ભગવતીમાં પણ આ ભાગનો ઉલ્લેખ હોવાથી આ ભાગ પણ અતિપ્રાચીન જ છે. આ૦ શ્રી અભયદેવસૂરિ મહારાજ સમવાયાંગવૃત્તિમાં જણાવે છે કે છવાછવાદિ વિવિધ પદાર્થોનો સારી રીતે જેમાં બોધ થાય તે સમવાયાંગ છે. અથવા આત્મા આદિ અનેક પદાર્થો જેમાં અભિધેયરૂપે અવતરે છે–મળે છે તે સમવાયાંગ છે. કસાયપાહુડ ઉપર દિગંબરાચાર્ય વીરસેને રચેલી ધવલા ટીકામાં (પૃ. ૧૨૪) જણાવ્યું છે કે સનવામો નામ એકાં ત્ર-વેર-શાસ્ત્ર-માવા સમવયં વોટિ સમવાય નામના અંગમાં દ્રવ્ય ક્ષેત્ર કાલ તથા ભાવોના સમવાયનું વર્ણન છે. ગોમેટસારની કર્ણાટવૃત્તિમાં (પૃ. ૫૯૪) જણાવ્યું છે કે તે संग्रहेण सादृश्यसामान्येन अवेयन्ते ज्ञायन्ते जीवादिपदार्थाः द्रव्यक्षेत्रकालभावानाश्रित्य तस्मिन्निति સમવાયામ જીવાદિ પદાર્થોનું દ્રવ્ય ક્ષેત્ર કાલ તથા ભાવને આશ્રીને સાદશ્ય સામાન્યથી જેમાં જ્ઞાન १. “एगाइयाणं ति एक-द्वि-त्रि-चतुरादीनां शतान्तानां कोटीकोट्यन्तानां वा एकेषाम् 'अर्थानां जीवादीनाम् "एकोत्तरिका, इह प्राकृतत्वाद् हस्वत्वम्, परिवुद्धि य त्ति परिसृद्धिश्चेति समनुगीयते... चशब्दस्य चान्यत्र सम्बन्धात् . एकोतरिका अनेकोत्तरिका च, तत्र शतं यावदेकोतरिका परतोऽनेकोतरि તિ”—અમદેવહૂરવિરતિ સમવાયાવૃત્તિ પૃ૦ ૨૨૩ | ૨. “ સ્થાને વાવનાન્તરે ગુજર-તીર્થવરાવિતવ્યતા દરે”—માવતીવૃત્તિા 3. समिति सम्यग् अव इति आधिक्येन अयनमयः परिच्छेदो जीवाजीवादिविविधपदार्थसार्थस्य यस्मिन्नसौ समवायः। समवयन्ति वा समवतरन्ति सम्मिलन्ति नानाविधा आत्मादयो भावा अभिधेयतया यस्मिन्नसौ समवाय इति (पृ० १)."समवायनं समवायः सम्यक् परिच्छेद इत्यर्थः, तद्धेतुश्च ग्रन्थोऽपि समवायः (પૃ. ૨૨૩) સમવાયEવૃત્તિા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001147
Book TitleThanangsuttam and Samvayangsuttam Part 3 Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages886
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, agam_sthanang, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy