________________
પ્રસ્તાવના
૧૯
આ શ્રી મલયગિરિસરવિરચિતવૃત્તિમાં તથા સમવાયાંગની આ૦ શ્રી અભયદેવસૂરિવિરચિતવૃત્તિમાં પણ જણાવેલી છે.
થાના શબ્દમાં સ્થાન અને ગંગા બે શબ્દો છે. બંને શબ્દોના અનેક અર્થો છે અને તેમાંથી ક્યો અર્થ લેવો તેનું વિસ્તારથી નિરૂપણુ આ૦ શ્રી અભયદેવસૂરિમહારાજે સ્થાનાંગની ટીકામાં (પૃ. ૨-૩) કરેલું છે. ત્યાં જણાવ્યું છે કે “એકત્વાદિસંખ્યાવિશિષ્ટ છવાદિ પદાર્થો અભિધેયરૂપે જેમાં રહે તેનું નામ સ્થાન. અથવા “સ્થાન” શબ્દથી એકાદિ સંખ્યા સમજવી. આત્મા આદિ પદાર્થોમાં રહેલા એકાદિ દશ સ્થાનોનું (એકાદિ દશ સંખ્યાનું) અભિધાયક હોવાથી આ સૂત્ર પણ સ્થાન કહેવાય છે.
ગુણધરાચાર્યવિરચિત કસાયપાહુડ ઉપર જાધવલા વૃત્તિમાં દિગંબર આચાર્યશ્રી વીરસેના જણાવે છે કે દૃા જાન નીવપુરામેલિપત્તિ ટાળિ વomહિ (પૃ. ૧૨૩) સ્થાનાંગમાં જીવ–પુદગલ આદિના એકથી માંડીને એકોત્તરક્રમથી સ્થાનોનું વર્ણન છે.
દિગબરાચાર્યશ્રી નેમિચંદ્રવિરચિત ગમ્મસારની પ્રાચીન કેશવરણવિરચિત કર્ણાટવૃત્તિમાં (પૃ. ૧૯૩) જણાવ્યું છે કે તિઝરિમજાવોત્તાનિ થનાનીતિ સ્થાને થારામ, જેમાં એકથી માંડીને એકોત્તર સ્થાન રહે તે સ્થાનાંગ છે.
આ રીતે પ્રાચીન શ્વેતાંબર તથા દિગબર ગ્રંથોમાં સ્થાનાંગનું જે સ્વરૂપ વર્ણવેલું છે તે જ પ્રમાણે આજે પણ તેનું સ્વરૂપ છે. સમવાયાંગનો પરિચય–
સમવાયાંગસૂત્રમાં શું શું કહેલું છે તેનું સંક્ષિપ્ત વર્ણન સમવાયાંગસૂત્રમાં (પૃ. ૪૩૭માં) દ્વાદશાંગીના વર્ણનના પ્રસંગમાં કરેલું છે. અત્યારે આપણી સામે જે સમવાયાંગ છે તેમાં એ બધી વાતો–કોઈક વાતમાં ક્રમભેદ હોવા છતાં પણ–બરાબર મળે છે. આમાં આટલી વાતો મુખ્ય છે–
સ્વસમય–પરસમય આદિનું વર્ણન. કેટલાક પદાર્થોનું એકથી માંડીને એકોત્તર પરિદ્ધિથી સો સ્થાનનું વર્ણન.
“तिष्ठन्त्यस्मिन् प्रतिपाद्यतया जीवादय इति स्थानम् , स्थानेन स्थाने वा जीवाः स्थाप्यन्ते व्यवस्थित स्वरूपप्रतिपादनयेति हृदयम्”–नन्दी-हारिभद्री वृत्ति पृ. ७९ । “अथ किं तत् स्थानम् ? तिष्ठन्ति प्रतिपाद्यतया जीवादयः पदार्था अस्मिन्निति स्थानम् । “स्थानेन स्थाने वा'"जीवाः स्थाप्यन्ते यथावस्थितस्वरूपप्ररूपणया व्यवस्थाप्यन्ते"-नन्दी-मलयगिरीया वृत्ति पृ० २२८। “अथ किं तत् स्थानम् । तिष्ठन्त्यस्मिन् प्रतिपाद्यतया जीवादय इति स्थानम् ।.."स्थानेन स्थाने वा जीवाः स्थाप्यन्ते
यथावस्थितस्वरूपप्रतिपादनयेति हृदयम्"-समवायाङ्गवृत्ति अभयदेवीया पृ० ११२ । २. “तिष्ठन्ति आसते वसन्ति यथावदभिधेयतया एकत्वादिविशेषिता आत्मादयः पदार्था यस्मिंस्तत् स्थानम् ।
अथवा स्थानशब्देनेह एकादिकः संख्याभेदोऽभिधीयते. ततश्च आत्मादिपदार्थगतानामेकादिदशान्तानां स्थानानाममिधायकत्वेन स्थानम् , आचाराभिधायकत्वादाचारवदिति । "प्रथममध्ययनमेकादित्वात संख्याया एकसंख्योपेतात्मादिपदार्थप्रतिपादकत्वात् एकस्थानम्."एकलक्षणं स्थानं संख्याभेद एकस्थानम्, तद्विशिष्टजीवाद्यर्थप्रतिपादनपरमध्ययनमप्येकस्थानमिति"-अभयदेवसूरिविरचिता स्थानाङ्गटीका ÇO BB, EA-B 11
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org