________________
૧૮
પ્રસ્તાવના
અનેક પદાર્થોનું જ્ઞાન અભ્યાસીઓને થઈ જાય. આ દષ્ટિએ વિચાર કરીએ તો સ્થાનાંગ અને સમવાયાંગ મહાન અર્થકોશ છે—જૈન પ્રવચનમાં આવતા પદાર્થોનો મહાન ખજાનો છે.
આ રીતે સંખ્યા દ્વારા પદાર્થોનો સંગ્રહ કરવાની પદ્ધતિ પ્રાચીન કાળથી ચાલી આવે છે. વૈદિક પરંપરામાં મહાભારતમાં વનપર્વના ૧૩૪મા અધ્યાયમાં બંદી અને અષ્ટાવક્રના સંવાદમાં એ જોવા મળે છે. વજુવાર– વાષિા સમિતે દર સૂર્યઃ સર્વે પ્રમાણપતે...| ૭ | આ રીતે એકથી તેર સુધીના પદાર્થોનું ત્યાં વર્ણન છે. બૌદ્ધપરંપરામાં પાલિત્રિપિટકમાં અંગુત્તરનિકાય (સંસ્કૃત ત્રિપિટકમાં એકોત્તરનિકાય નામ છે) તથા પુગ્ગલપઝત્તિ આદિ ગ્રંથોમાં આ પદ્ધતિથી રચના છે. ચોથા પરિશિષ્ટ “બૌદ્ધપાલિત્રિપિટતુલા” (પૃ. ૫૯૦-૬૪૫)માં અંગુત્તરનિકાય તથા પુગલપત્રુત્તિમાંથી ઘણા પાઠો અમે આપેલા છે એ જવાથી પણ આ વાતનો ખ્યાલ આવશે. અંગુત્તરનિકાયમી એકથી માંડીને અગિયાર પદાર્થો સુધી એકનિપાત, દુકનિપાત યાવત એકાદશકનિપાત આ પદ્ધતિથી નિરૂપણ છે. જેમાં સ્થાનાંગમાં એક સ્થાનથી માંડીને દશસ્થાન સુધી નિરૂપણ છે તેમ પુગલપગત્તિમાં એકકનિસથી દસકનિટ્સ સુધી નિરૂપણ છે. એ ઉપરાંત બીજા બૌદ્ધગ્રંથોમાં પણ સંખ્યાકારાં પદાર્થોનું નિરૂપણ છે. જૈનસૂત્રોમાં પણ ઉત્તરાધ્યયનસૂત્રના એકત્રીસમા અધ્યયનમાં તથા આવશ્યકસૂત્રના શ્રમણપ્રતિક્રમણુસૂત્રમાં એકથી માંડીને તેત્રીસ પદાર્થોનું વર્ણન છે.
સ્થાનાંગનો પરિચય
સ્થાનાંગમાં એક જ શ્રુતસ્કંધ છે અને તેનાં ઘરથાન, દ્રિસ્થાન, ત્રિસ્થાન, તુ સ્થાન, પન્નાન, ઘટ્રથાન, સતસ્થાન, મકાન, નવરથાન, રથાન એવાં દશ અધ્યયન છે. ક્રિથાન, ત્રિસ્થાન તથા જતુ સ્થાનમાં દરેકમાં ચાર ઉદ્દેશકો છે, થાનમાં ત્રણ ઉદ્દેશકો છે. માટે જ બધા થઈ સ્થાનાંગના એકવીસ ઉદ્દેશનકાલ તથા સમુદ્રેશનકાલ છે.
સમવાયાંગમાં (પૃ. ૪૩૪-૪૫૨) દ્વાદશાંગીનો સંક્ષિપ્ત પરિચય આપેલો છે. તેમાં (પૃ. ૪૩૬) જણાવ્યું છે કે–સ્થાનાંગમાં સ્વમય, પરસમય, સ્વસમય–પરસમય, જીવ, અજીવ, જીવ– અછવ, લોક, અલોક તથા લોકાલોકની સ્થાપના કરવામાં આવી છે અર્થાત્ વર્ણન કરવામાં આવ્યું છે. પદાર્થોના દ્રવ્ય, ગુણ, ક્ષેત્ર, કાલ તથા પર્યાયોનું વર્ણન છે. પર્વત, મહાનદીઓ, સમુદ્ર, સૂર્ય, ભવન, વિમાન, આકર, નદીઓ, નિધિઓ, પુરુષોના પ્રકારો, સ્વર, ગોત્ર, તથા જ્યોતિક્ષારનું વર્ણન છે. એકથી માંડીને દશપ્રકારના પદાર્થોનું વર્ણન છે, જીવ, પુગલ તથા લોકસ્થાયિ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આદિ પદાર્થોનું વર્ણન છે.” ઇત્યાદિ. આ જ વાત નંદીસૂત્રમાં સંક્ષેપથી જણાવેલી છે.
કાળે ...વિતિનો અર્થ નંદીચૂણિમાં એ રીતે આપેલો છે કે વિનંતિ નિ સ્વતઃ Wાવ્યન્ત પ્રજ્ઞાચતે રૂાર્ય: જીવાદિ પદાર્થોની સ્થાનાંગમાં સ્થાપના અર્થાત પ્રજ્ઞાપના–પ્રરૂપણા કરવામાં આવી છે. આ જ વાત નંદીસૂત્રની આ૦ શ્રી હરિભદ્રસૂરિવિરચિત વૃત્તિમાં, તથા
૧. આવો દ્વાદશાંગીનો સંક્ષિપ્ત પરિચય નંદીસૂત્રમાં પણ ભગવાન દેવવાચકે આપેલો છે. ત્યાં
લગભગ આખું વર્ણન છે, છતાં કેટલીક વાતો ત્યાં છે જ નહિ, અથવા સંક્ષેપમાં જ વર્ણવેલી છે. ૨. અહીં સુધીનું સ્થાનાંગસંબંધી વર્ણન નંદીસૂત્રમાં કંઈક ક્રમભેદથી છે. આ પછીના વર્ણનમાં
નંદીસૂત્રમાં એટલું જ જણાવ્યું છે કે “સ્થાનાંગમાં રંક, ફૂટ, પર્વત, શિખરવાળા પર્વત, પ્રભાર, કુંડ, ગુફા, આકર, દ્રહ, નદીઓનું કથન છે, સ્થાનાંગમાં એકથી માંડીને એકોત્તરવૃદ્ધિથી દશ સ્થાન સુધીના ભાવોની પ્રરૂપણ કરેલી છે..........સ્થાનાંગ ત્રીજું અંગ છે” ઈત્યાદિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org