SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના રચયિતા–સ્થાનાંગ તથા સમવાયાંગ બંને સૂત્રો દ્વાદશાંગીના જ વિભાગ હોવાથી તેના કર્તા ગણધર ભગવાન છે આ સર્વમાન્ય છે. શ્વેતાંબર પરંપરા પ્રમાણે તેના પ્રણેતા પંચમ ગણધર ભગવાન સુધર્માસવામી છે. સ્થાનાંગ તથા સમવાયાંગના પ્રારંભમાં જ “સુષે મે મારે! તે માનવતા gવસ્થાd હે આયુમન ! તે ભગવાન મહાવીર પરમાત્માએ આ પ્રમાણે (આગળ કહેવામાં આવશે તે પ્રમાણે) જે કહ્યું છે તે મેં (સાક્ષાત) સાંભળ્યું છેઆ સૂત્ર છે. આ સૂત્રની રચના ભગવાન સુધર્માસ્વામીએ જંબૂસ્વામીને ઉદ્દેશીને કરેલી છે એમ ટીકાકાર આ૦ શ્રી અભયદેવસૂરિજી મહારાજ આદિએ સ્પષ્ટ જણાવેલું છે. દિગંબર પરંપરા પ્રમાણે આ બંને સૂત્રોના મૂળ પ્રણેતા પ્રથમ ગણધર ભગવાન શ્રી ઇંદ્રભૂતિ ગૌતમસ્વામી છે. આ પ્રમાણે શ્રદ્ધાનુસારી પરંપરાગત માન્યતા હોવા છતાં, સ્થાનાંગ-સમવાયાંગમાં એવાં કેટલાંયે સૂત્રો છે કે જેના આધારે ઐતિહાસિક દૃષ્ટિએ વિચારનારા તર્કનુસારી વિદ્વાનોનું માનવું છે કે સ્થાનાંગ-સમવાયાંગમાં કેટલાંક સૂત્રો પાછળથી કોઈક સમયે પ્રક્ષિપ્ત થયેલાં છે. ઉદાહરણ તરીકે– સૂત્ર ૫૮૭ (પૃ. ૨૪૧)માં સાત નિહ્નવોનો ઉલ્લેખ આવે છે. અત્યારે શ્વેતાંબર પરંપરામાં આઠ નિકૂવો મનાય છે. આઠમા નિહવની ઉત્પત્તિ વીર નિર્વાણ સંવત ૬૦૯ વર્ષમાં થયેલી છે. ભગવાન દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના અધ્યક્ષપણામાં વીરનિર્વાણ સંવત ૯૮૦ અથવા ૯૯૩માં થયેલી વાચના સમયે આઠમા નિહ્વની ઉત્પત્તિ થઈ ચૂકેલી હતી તો પછી એ ઉલ્લેખ સ્થાનાંગમાં કેમ ન આવ્યો? વીરનિર્વાણ સંવત ૫૪૪મા વર્ષે થયેલા સાતમા નિહ્રવનો જ ઉલ્લેખ કેમ આવ્યો? આ પ્રશ્ન છે. એનાં બે કારણો હોઈ શકે—ક્યાં તો અત્યારે પ્રવર્તમાન સ્થાનાંગની વાચનાનું છેલ્લું સ્વરૂપ નિશ્ચિત થયું ત્યાં સુધીમાં આઠમા નિહ્નવને નિહ્નવ તરીકે માનવા સુધીનું ઉત્કટ વલણ શ્વેતાંબર સંઘમાં સ્થિર થયું ન હોય અથવા તો આઠમો નિહ્નવ થયા પહેલાં જ આ સૂત્રનું વર્તમાન સ્વરૂપ નિશ્ચિત થઈ ગયું હોય. એવી એક સંશોધક વિદ્વાનોમાં નિશ્ચિત વિચારધારા પ્રવર્તે છે કે ભિન્ન ભિન્ન સમયે આગમોની જે વાચનાઓ તથા સંકલનાઓ થયેલી છે તેમાં વાચનામાં ભાગ લેનારા સાધુઓની સ્મૃતિ પ્રમાણે તથા તે આગમોને કંઠસ્થ કરવામાં સરળતા થાય તે માટે આગમોની મૂળ સંકલનામાં કેટલાક સુધારા -વધારા પાછળથી કરવામાં આવ્યા છે. માટે જ સ્થાનાંગ જેવા અંગસૂત્રોમાં (સૂ૦ ૧૫૩, પૃ. ૪૫૯) પ્રજ્ઞાપના જેવા ઉપાંગસૂત્રોનો અતિદેશ જેવા મળે છે. આવા બીજા પણ અનેક નિર્દેશ મળે છે કે જે આધારે આપણે નિશ્ચિતરૂપે કહી શકીએ કે આવા કેટલાક ઉલ્લેખો મૂળગ્રંથોમાં પાછળથી દાખલ કરવામાં આવેલા છે. १. "इह खलु सुधर्मस्वामी पञ्चमो गणधरदेवो जम्बूनामानं स्वशिष्यं प्रति प्रतिपादांचकार-श्रुतं. हे ગયુમન”–સ્થાના २. “तत्र किल श्रीश्रमणमहावीरवर्धमानस्वामिसम्बन्धी पञ्चमो गणधर आर्यसुधर्मस्वामी स्वशिष्यं जम्बूनामा नममि समवायाङ्गार्थममिधित्सुः"सम्बन्धसूत्रमाह-श्रुतं. 'मया हे आयुष्मन्.."-समवायाङ्गटीका ॥ तेण महावीरभडारएण इंदभूदिस्स.. अत्थो कहिओ। तदो तेण गोअमगोत्तेण इंदभदिणा अंतोमहत्तणावहारियदुवालसंगत्येण तेणेव कालेण कयदुवालसंगगंथरयणेण गुणेहि सगसमाणस्स सुहमा(म्मा)इरियस्स गंथो वक्खाणिदो। केत्तिएण वि कालेण केवलणाणमुप्पाइय बारस वासाणि केवलविहारेण विहरिय इंदभूदिभट्टारओ णिव्वुई संपत्तो। ताईवसे चेव सुहम्माइरियो जंबूसामियादीणमणेयाणमाइरियाणं वक्खाणिददुवालसंगो घाइचउकक्खएण केवली जादो"-कसायपाहुड-जयधवला टीका पृ० ८३-८४ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001147
Book TitleThanangsuttam and Samvayangsuttam Part 3 Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages886
LanguagePrakrit, Sanskrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, agam_sthanang, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy