________________
॥श्री शंखेश्वरपार्श्वनाथाय नमः ॥
I શ્રીમાળી હવામિને નમઃ | आचार्यमहाराजश्रीमद्विजयसिद्धिसूरीश्वरजीपादपद्मभ्यो नमः । भाचार्यमहाराजश्रीमद्विजयमेघसूरीश्वरजीपादप भ्यो नमः । सद्गुरुदेवमुनिराजश्रीभुवनविजयजीपादपद्मेभ्यो नमः ।
જિન આગમ જયકારા
(પ્રસ્તાવના) પરમકૃપાળુ અનંત ઉપકારી અરિહંત પરમાત્મા તથા અનંત ઉપકારી શ્રી સંઘુરુદેવ તથ પિતાશ્રી પૂજ્યપાદ મુનિરાજશ્રી ભુવનવિજયજી મહારાજની પરમકૃપાથી–અર્થથી શ્રીજિનેશ્વરભાષિત તથા સૂત્રથી ગણધરભગવંતગ્રથિત-દ્વાદશાંગીરૂપી માળાના તૃતીય તથા ચતુર્થ પુષ્પરૂપ શ્રી સ્થાનાંગસૂત્ર તથા શ્રી સમવાયાંગસૂત્રને અત્યંત પ્રાચીન વિવિધ હસ્તલિખિત આદર્શ આદિ સામગ્રીને આધારે સંશોધિત-સંપાદિત કરીને આગમભક્ત જગત સમક્ષ રજૂ કરતાં આજે અમને અપૂર્વ આનંદનો અનુભવ થાય છે.
આ સંશોધિત જૈન આગમ ગ્રંથમાલાને આદ્ય પ્રણેતા, આયોજક તથા પ્રારંભક સ્વ. આગમપ્રભાકર પૂજ્યપાદ પુણ્યનામધેય મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજનું પ્રારંભમાં જ વંદન તથ અત્યંત બહુમાનપૂર્વક સ્મરણ કરું છું. જૈન આગમોમાં સ્થાનાંગ તથા સમવાયાંગ સૂત્રનું સ્થાન
જૈન આગમોમાં દ્વાદશાંગીમાં આચારાંગ સૌથી પ્રથમ અંગસૂત્ર છે, તે પછી સૂત્રક્તાંગ બીજું અંગસૂત્ર છે. ત્યાર પછી દ્વાદશાંગીમાં સ્થાનાંગ તથા સમવાયાંગ અનુક્રમે ત્રીજું તથા ચોથું અંગસૂત્ર છે. રચના તથા સ્થાપનાની દૃષ્ટિએ આચારાંગસૂત્રના ક્રમ વિષે આચારાંગસૂત્રની પ્રસ્તાવનામાં (જુઓ પૃ. ૧૭-૧૮) જે વિવિધ માન્યતાઓ અમે જણાવી છે તે જ માન્યતાઓ સ્થાનાંગ તથા સમવાયાંગના ક્રમ વિષે યથાયોગ્ય સમજી લેવાની છે.
આધ્યાત્મિક દૃષ્ટિએ સ્થાનાંગ-સમવાયાંગનું ઘણું જ મહત્વ છે. ઉપરાંત, વ્યાવહારિક દૃષ્ટિએ પણ એનું કેટલું બધું મહત્ત્વ છે તે સંબંધમાં વ્યવહારસૂત્રના ત્રીજા ઉદ્દેશકમાં જણાવ્યું છે કે ___अट्ठवासपरियाए समणे निगंथे आयारकुसले संयमकुसले पवयणकुसले पण्णत्तिकुसले संगहकुसले उवग्गहकुसले अक्खयायारे अभिन्नायारे असबलायारे असकिलिहायारचित्ते बहुस्सुए बब्भागमे जहण्णेणं કાન-સમવાયરે -g૬ ૩મારવા જાવ [savશાયરાઇ વરિત્તા થરાદ નિત્તા] गणावच्छेइयत्ताए उद्दिसित्तए ।
આઠ વર્ષની જેનો દીક્ષા પર્યાય થયો છે એવા શ્રમણ નિગ્રંથ કે જે આચારમાં સંયમમાં પ્રવચનમાં ધર્મની પ્રાપ્તિમાં સંગ્રહમાં તથા સર્વ જીવો ઉપર અનુગ્રહ કરવામાં કુશળ હોય, જેનું ચારિત્ર અખંડ અભિન્ન અને નિર્દોષ હોય, જેનો આચાર સંકિલષ્ટ હોય, જે બહુશ્રુત હોય તથા જે બહુ આગમોના જાણકાર હોય–ઓછામાં ઓછું જે સ્થાનાંગ તથા સમવાયાંગના જ્ઞાતા હોય તેમને આચાર્ય યાવત્ (ઉપાધ્યાય, પ્રવર્તક, સ્થવિર, ગણી તથા) ગણાવચ્છેદક પદ આપવું કલ્પ છે—ઉચિત છે.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org