SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 14 પછી બોરુ, અમદાવાદ, મહુવા, પાટણ, મહેસાણા, કપડવંજ, બીકાનેર, ફલોધી, પાલનપુર જેવાં જુદાં જુદાં સ્થાનોમાં ચતુર્માસ કરીને સાધ્વીજી શ્રી દાનશ્રીજીએ તે તે શહેર–ગામનાં સંઘોને અને ખાસ કરીને શ્રાવિકા બહેનોને ધર્મભાવનાનું ખૂબ પાન કરાવ્યું હતું. એમણે પંજાબ, ગુજરાત, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં વિહારો કરીને તે તે પ્રદેશમાં શકય તેટલો ધર્મોપકાર કર્યો હતો. એમના વિ. સં. ૧૯૭૮ના ૨૩માં ચોમાસામાં મહેસાણાની બહેનોને તેઓએ જ્ઞાનોપાસનાનો જે રંગ લગાડ્યો હતો તે ચિરસ્મરણીય બની ગયો હતો. પોતાનાં માતા સાધ્વીજી મહારાજ શ્રી ક્ષમાશ્રીજીનું લાંબી બીમારીને કારણે વિ. સં. ૧૯૭૯થી વિ. સં. ૧૯૮૪ સુધીનાં છ ચોમાસાં સાધ્વીજી શ્રી દાનશ્રીજીને એકસ્થાને કપડવંજમાં જ કરવાં પડ્યાં હતાં. બીમાર સાધ્વીજીની સેવામાં તેઓ એવાં એકાગ્ર થઈ ગયા હતા કે એમને ગમે તે રીતે સાતા આપવી એ જ એમનું જીવનધ્યેય બની ગયું હતું. વિ. સં. ૧૯૮૪ના ચોમાસા પછી પહેલી જ વાર તેઓ પોતાના વતન નાર ગામમાં પધાર્યા ત્યારે નાર ગામની જનતાએ એ ત્યાગી અને જ્ઞાની સાધ્વીજીનું ખૂબ ઉમળકાથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે મુનિરાજશ્રી ઉત્તમવિજ્યજીએ નારના જિનમંદિરની પ્રતિષ્ઠા કરી એનો તેઓએ લાભ લીધો. ૩૧મું ચોમાસું વડોદરામાં કરીને તેઓએ મારવાડની પંચતીર્થની યાત્રા કરીને ૩૨મું ચોમાસું બીકાનેરમાં કર્યું. આ ચોમાસા પછી આચાર્ય શ્રી વિજ્યનીતિસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં જેસલમેરનો સંઘ નીકળ્યો એમાં સાધ્વીજીએ જેસલમેર તથા લોદ્રવા તીર્થની યાત્રાનો અને ત્યાંના અમૂલ્ય ગ્રંથભંડારોનાં અને તાડપત્રની વિરલ હસ્તપ્રતોનાં દર્શનનો લાભ લીધો. વિ. સં. ૧૯૮૭નું ૩૩મું ચોમાસું ફલોદિમાં કર્યું. અને ચોમાસું પૂરું થતાં, આચાર્ય મહારાજશ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં શેઠશ્રી પાંચલાલજીએ જેસલમેરનો સંઘ કાઢયો, એમાં સાધ્વીજી શ્રી દાનશ્રીજીએ જેસલમેરની ફરી યાત્રા કરી. પછી તેઓ ગુજરાત પધાર્યા, પછીના તેઓનાં ૩૪ થી ૪૯ સુધીના ૧૬ ચોમાસાં પાટણ, અમદાવાદ, કપડવંજ અને પાલનપુર – એમ ચાર શહેરોમાં જ થયાં. તેમાંય ખાસ કરીને સાધ્વીજીઓના અભ્યાસ માટે વિ. સં. ૧૯૯૯થી ૨૦૦૫ સુધીનાં છેલ્લાં છ ચોમાસાં તો કપડવંજ શહેરમાં જ થયાં. કપડવંજના વિ. સ. ૨૦૦૩ના ૪૭મા ચતુર્માસ દરમ્યાન સાધ્વીજી શ્રીદાનશ્રીજીના ગુરણી સાધ્વીજી શ્રી દેવીશ્રીજી આસો સુદિ ૬ના રોજ, પંજાબમાં અમૃતસરમાં, સ્વર્ગવાસી થયાના સમાચાર જાણીને તેઓએ પોતાના પરમ ઉપકારી ગુરુના વિરહથી મોટો આઘાત અનુભવ્યો. સાધ્વીજી શ્રીદેવીશ્રીજી વિદુષી. ગંભીર. સહનશીલ, સમતાળુ, નિ:સ્પૃહ, તપસ્વિની અને વિદ્યાપ્રેમી હતાં. તેઓનો પંજાબનાં જૈન બહેનો ઉપર અપાર ઉપકાર છે. અસંખ્ય બહેનોને તેઓએ ધર્મ પમાડીને પોતાના સાધ્વી જીવનને ધન્ય અને યશસ્વી બનાવ્યું હતું. એ વીર નારીએ પંજાબમાં જૈન ધર્મનો ઉદ્યોત કરવા માટે આ યુગમાં સૌ પ્રથમ દીક્ષા લીધી હતી. અને પોતાના ધર્મપ્રભાવથી પંજાબના ગુજરાનવાલાના શ્રી આત્માનંદ જૈન ગુરૂકુળ માટે પંજાબમાંથી હજારો રૂપિયા એકત્ર કર્યા હતા. આવાં તેજસ્વી અને જાજરમાન ગુરણીને વિરહ સાધ્વી શ્રી દાનશ્રીજીને બહુ વસમો થઈ પડયો. સંસારની અસારતાનો વિચાર કરી તેઓએ પોતાના મનને સાન્તવન આપવા પ્રયત્ન કર્યો. કપડવંજનાં ચોમાસા દરમ્યાન દાનશ્રીજી મહારાજની આંખોનાં તેજ ઓછાં થઈ ગયાં, છતાં ધર્મ સાંભળવાની એમની જિજ્ઞાસા ખૂબ જાગતી હતી. આ સમય દરમ્યાન તેઓએ પોતાના સાધુ–ભ્રાતા પંન્યાસ શ્રી નેમવિજ્યજી મહારાજ પાસેથી કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે રચેલ ત્રિષષ્ટિશલાકા પુરષ ચરિત્ર નામે મહાન ગ્રંથનું શ્રવણ કર્યું અને અન્ય સાધ્વીજીઓએ પણ એ ગ્રંથનું અધ્યયન કર્યું. અને એ રીતે પોતાની બીમારીના સમયને પણ સફળ બનાવ્યો. વિ. સં. ૨૦૦૫ના કપડવંજના છેલ્લા ચતુર્માસમાં તેઓની તબિયત બગડી. સંઘે ઉપચાર ઘણાં કર્યા; પણ ઉત્તરોત્તર તબિયત વધારે ખરાબ થતી ગઈ. છેવટે વિ. સં. ૨૦૦૬ના મહાવદિ ૧૧ના રોજ આ ધર્મપ્રભાવક સાધ્વીજી મહારાજ સ્વર્ગવાસ પામી ધન્ય બની ગયાં! ૬૭ વર્ષની ઉંમરમાં ૫૦ વર્ષ જેટલા લાંબા સમય સુધી નિર્મળ સંયમની યાત્રા કરીને, હજારો બાળજીવો અને બહેનોને ધર્મનો બોધ પમાડી, અનેક બહેનોને પ્રતિબોધ પમાડી દીક્ષા આપીને અને પચાસ જેટલી શિષ્યા-પ્રશિષ્યાઓનો બહોળો પરિવાર શ્રીસંઘને ભેટ આપીને, સ્વર્ગે સિધાવેલાં એ મહાન સાધ્વીજીને આપણી અનેકાનેક વંદના હો! –ફૂલચંદ હરિચંદ દેશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001144
Book TitleStree Nirvan Kevalibhukti Prakarane Tika
Original Sutra AuthorShaktayanacharya
AuthorJambuvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1974
Total Pages146
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy