SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ 13 પોતાને સંસારનું સુખ ભોગવવા ન મળ્યાનો અફસોસ ન હતો. બંનેનાં અંતર ધર્મઆરાધનાની પોતાને વિશેષ મોકળાશ મળ્યાની નિરાંત અનુભવી રહ્યાં. બંનેએ દીક્ષા લેવાનો નિશ્ચય કર્યો. અને પોતાના આ નિશ્ચયને સફળ બનાવવા, મુનિરાજશ્રી નેમવિજ્યજીની પ્રેરણાથી. તેઓ છેક પંજાબમાં હોશિયારપુરમાં બિરાજતા આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરિજી (તે સમયે મુનિ શ્રી વલ્લભવિજ્યજી) મહારાજ પાસે પહોંચી ગયાં. અને જે વર્ષમાં શ્રી હાથીભાઈ તથા નાથાભાઈએ દીક્ષા લીધી હતી તે જ વિ. સ. ૧૯૫૬ની સાલમાં વૈશાખ સુદિ ૬ના રોજ આચાર્યશ્રીના હાથે દીક્ષા અંગીકાર કરી. બંનેને સાધ્વીશ્રી દેવશ્રીજી મહારાજનાં શિષ્યા બનાવવામાં આવ્યાં. ઝવેરબહેનનું નામ સાધ્વી દાનશ્રીજી અને સોનાબાઈનું નામ સાધ્વી દયાશ્રીજી રાખવામાં આવ્યું. જ્ઞાન-ચારિત્રની આરાધના અને સંયમની સાધના માટે આ દાનશ્રીજી-દયાશ્રીજીની જોડી આદર્શ લેખાવા લાગી. આ પછી થોડા જ દિવસ બાદ ઝવેરબહેનના મોટા ભાઈ ઉમેદભાઈએ તેવીસ વર્ષની યુવાન વયે પોતાના કાકા-ગુરૂ મુનિશ્રી હિમતવિજ્યજીના શિષ્ય તરીકે દીક્ષા લીધી. એમનું નામ રાખ્યું મુનિશ્રી ઉત્તમવિજ્યજી. પોતાનાં આટલાં બધાં સંતાનો અને કટુંબીઓના વૈરાગ્યની ભાવના ઝવેરબહેનના માતુશ્રી હરિબાઈના મનને સ્પર્શી ગઈ. અને તેઓએ પણ, પંજાબમાં પટ્ટીગામે વિ. સ. ૧૯૫૭માં આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરિજી મહારાજના હાથે દીક્ષા લીધી. તેઓનું નામ સાધ્વી શ્રી ક્ષમાશ્રીજી રાખીને એમને સાધ્વીજી શ્રીદેવીશ્રીના શિષ્યા બનાવવામાં આવ્યાં. એકાદ વર્ષથીયે ઓછા સમયમાં જે કુટુંબનાં ત્રણ પુરુષો અને ત્રણ મહિલાઓ દીક્ષા લે એ કુટુંબની ધર્મ પ્રીતિ કેવી ઉત્કટ હોવી જોઈએ! વિ. સ. ૧૯૫૬ની સાલ તો ગુજરાતમાં ‘છપ્પનિયા દુકાળ” તરીકે બદનામ થયેલી હતી; પણ શ્રી મૂળજીભાઈના કુટુંબને માટે એ કેટલો મોટો ધર્મનો ફાલ આપી ગઈ! દીક્ષા લીધા પછી સાધ્વીજીશ્રી દાનશ્રીનું આંતરિક તેજ અને ખમીરને વિકસવાની જાણે મોકળાશ મળી ગઈ. તેઓ જ્ઞાન અને ધર્મક્રિયાની સાધનામાં એકાગ્ર બની ગયાં. અને એ રીતે સંયમયાત્રાનું નિર્મળપણે પાલન કરતાં એમણે પોતાનાં ગુરૂણીજી મહારાજના સાંનિધ્યમાં છ ચોમાસાં પંજાબમાં જુદાં જુદાં સ્થાનોમાં કર્યાં. સાતમું ચોમાસું બીકાનેરમાં કરીને બહેનોમાં ખૂબ ધર્મજાગૃતિ કરી. મુનિરાજ શ્રી લલિતવિજ્યજી (પછી આ.શ્રી વિજ્યલલિતસૂરિજી) પાસે કલ્પસૂત્રનાં વ્યાખ્યાનો ધાર્યા અને કોચર કુટુંબના રંભાબહેનને દીક્ષા આપી, એમનું નામ સાધ્વી રત્નશ્રી રાખ્યું. આ તેઓનાં પ્રથમ શિષ્યા થયાં. પછી રાજસ્થાનના કળાનાં ધામ સમાં આબૂ વગેરે તીર્થોની યાત્રા કરીને તેઓએ ગુજરાત તરફ વિહાર કર્યો. અને ગુજરાતનાં તીર્થોનાં દર્શન કરીને તેઓ ગિરિરાજ શ્રી શત્રુંજ્ય મહાતીર્થની યાત્રા માટે પાલીતાણાં પહોંચ્યાં. અનંત જીવોના સિદ્ધિસ્થાનરૂપ આ તીર્થની યાત્રા કરીને તેઓનો ધર્મમય આત્મા અપૂર્વ ઉલ્લાસ અનુભવી રહ્યો. તેઓએ આઠમું ચોમાસું સિદ્ધગિરિમાં જ કર્યું ચોમાસું ઊતરતાં સાધ્વીજી શ્રી દાનશ્રીજી ભાવનગર ગયાં. ભાવનગરમાં શાંતિમૂર્તિ મુનિરત્ન શ્રી હંસવિજ્યજી મહારાજના દર્શન અને પરિચયનો લાભ લઈ તેઓ વડોદરા ગયાં. નવમું ચોમાસું વડોદરામાં કરી બહેનોમાં ખૂબ ધર્મજાગૃતિ કરી. સાધ્વીજીને જ્ઞાનોપાસના તરફ વિશેષ અનુરાગ હતો એટલે પોતાની શાસ્ત્રાભ્યાસની ભાવનાને પૂરી કરવા, ભરૂચના સુપ્રસિદ્ધ શાસ્ત્રોના જાણકાર, સ્વનામધન્ય શ્રાવકરત્ન શ્રી અનુપચંદભાઈ પાસે અભ્યાસ કરવા તેઓ ભરૂચ ગયાં; અને એકાગ્રતાથી ખૂબ અભ્યાસ કર્યો. સાધ્વીજીની તેજસ્વી બુદ્ધિ, ધર્મતત્ત્વની ઉત્કટ જિજ્ઞાસા અને અભ્યાસ માટેની પરિશ્રમશીલતા જોઈને શ્રી અનુપચંદભાઈ ખૂબ પ્રસન્ન થયા. વિ.સં. ૧૯૬૫નું દસમુ ચોમાસું એમણે ત્યાં જ કર્યું. દસ વર્ષના દીક્ષા પર્યાય પછી છવ્વીસ વર્ષની તરવરતી–-ઉછરતી ઉંમરે પણ, સાધ્વીજી શ્રી દાનશ્રીજીમાં આત્મસાધના અને શાસન પ્રભાવના માટેનું ઠરેલપણું અને પીઢપણું આવી જવાને કારણે તેઓ આદર્શ અને શાસનપ્રભાવિકા ધર્મગુરણી તરીકેનું ગૌરવ મેળવી શક્યાં હતાં. તેઓની આસપાસ જાણે ધર્મભાવનાની સુવાસ પ્રસરી રહેતી. ભરૂચના ચોમાસાને જ્ઞાનોપાર્જનથી ધન્ય બનાવીને સાધ્વીજી વડોદરા પધાર્યા અને ૧૧મું ચોમાસું ત્યાં જ કર્યું. આ વર્ષે જ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજના સાધુસમુદાયનું ઐતિહાસિક સંમેલન વડોદરામાં થયું, તે જોવાના અને સમુદાયના અગ્રણી એવા અનેક મુનિવરોના દર્શનનો વિરલ લાભ એમને મળ્યો. આ અરસામાં જ છાંણીવાળાં મોતીબહેનની દીક્ષા થઈ. એમનું નામ સાધ્વી સૌભાગ્યશ્રીજી રાખીને એમને સાધ્વીજીના શિષ્યા બનાવવામાં આવ્યાં. બારમું અને તેરમું ચોમાસું પણ વડોદરામાં જ થયું અને ૧૪મું ચોમાસું તેઓએ ખેડામાં કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001144
Book TitleStree Nirvan Kevalibhukti Prakarane Tika
Original Sutra AuthorShaktayanacharya
AuthorJambuvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1974
Total Pages146
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Philosophy
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy