________________
પ્રસ્તાવના
દૃષ્ટિ દોષથી, અસાવધાનીથી, અનુપયોગથી ભૂલો રહી જાય એ ખૂબ સંભવિત છે. વળી અમારો દીર્ઘકાલીન અનુભવ છે કે કોમ્યુટરથી તૈયાર થતા પ્રફોમાં કેટલીકવાર નવી નવી ભૂલો આવ્યા કરતી હોય છે. એટલે વારંવાર બધાં મુફો આદિથી અંત સુધી જોવામાં કંટાળો આવે છે. તેથી છેલ્લે જે મુફ આવ્યું હોય તે છાપવાની સૂચના આપી દેવી પડે છે. આથી પણ ભૂલો રહી જવાનો ખૂબ સંભવ રહે છે. વાચકો આવા અશુદ્ધ કે શંકિત પાઠો જણાવશે તો અમે તેમનો ઉપકાર માનીશું. અને અમારા સંશોધિત-સંપાદિત ગ્રંથોની શૃંખલા ચાલી રહી છે, તેથી આગળના ગ્રંથોમાં તે તે પાઠોને શુદ્ધિપત્રકમાં સુધારી લેવા જરૂર પ્રયત્ન કરીશું.
હમણાં જ એક અનુભવ થયો. અમારા સહવર્તી મુનિરાજ શ્રી રાજરત્નવિજયજીને સટીક સ્થાનાંગ વાંચતાં પૃ.૧૬ ૫. ૨૦ માં “પ્રસર્વ ૨ રૂતિ એવો પાઠ જોવા મળ્યો. મને તેમણે બતાવ્યો. આ તદન ખોટો વં ૨ પાઠ ક્યાંથી આવી ગયો એનું અમને પણ ઘણું આશ્ચર્ય થયું. પૃ.૪૫ ૫.૬ પછી [૪] મું સૂત્ર જ છાપવાનું રહી ગયું છે. આ તથા આવા બીજા પણ એમણે બતાવેલા સટીક સ્થાનાંગ સૂત્રના અશુદ્ધ પાઠો અમે આ સટીક સમવાયાંગમાં નવમા પરિશિષ્ટમાં શુદ્ધિ-વૃદ્ધિપત્ર માં સુધારી લીધા છે. જેમની પાસે સટીક સ્થાનાંગના ભાગો આવ્યા હોય તેમણે તે પ્રમાણે સુધારી લેવું આ અમારી વિજ્ઞપ્તિ છે.
આ સમવાયાંગસૂત્ર સટીક તથા મૂલમાત્ર ક્યાં ક્યાંથી ક્યારે પ્રકાશિત થયું છે તેની સંક્ષિપ્તસૂચિ નીચે પ્રમાણે છે.
જે.મૂ.સંઘમાં થયેલાં પ્રકાશનો - સટીક સમવાયાંગ રાયબહાદુર ધનપતસિંહજી તરફથી ઈ.સ.૧૮૮૦ માં કલકત્તાથી પ્રકાશિત થયું છે. તે પછી આગમોદયસમિતિ સુરત તરફથી ઈ.સ. ૧૯૧૮ માં આનું સુંદર ટાઈપો તથા સુંદર કાગળો ઉપર પ્રકાશન થયું છે. આના સંપાદક આગમોદ્ધારક સ્વ.પૂ. સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ છે. પંડિત મફતલાલ ઝવેરચંદ ગાંધી તરફથી ઈ.સ. ૧૯૩૮ માં તથા જિનશાસન આરાધક ટ્રસ્ટ તરફથી વિ.સં. ૨૦૫૧ માં પ્રકાશિત થયું છે. પરંતુ આગમોદયસમિતિ તરફથી પ્રકાશિત થયેલા સંસ્કરણનાં જ આ પુનર્મુદ્રણ છે. વિક્રમ સં. ૧૯૯૫ માં આનું ગુજરાતી ભાષાંતર જૈનધર્મપ્રસારક સભા-ભાવનગરથી થયેલું છે. સમગ્ર વિશ્વમાં આગમોદયસમિતિના સંસ્કરણનો જ આજ સુધી પ્રચાર રહ્યો છે. મોતીલાલ બનારસીદાસ (દિલ્હી ૧૧૦૦૦૭) તરફથી સટીક સ્થાનાંગ તથા સમવાયાંગ આગમોદયસમિતિના સંસ્કરણનાં જ પુનર્મુદ્રણ રૂપ હોવા છતાં અનેક પરિશિષ્ટો તથા શુદ્ધિપત્રક સાથે ઈ.સ. ૧૯૮૫ માં પ્રકાશિત થયાં છે. સામફ્યુતપ્રવાશન દ્વારા આગમોદયસમિતિના પ્રકાશનના જ પુનર્મુદ્રણ રૂપે ઈ.સ. ૨૦૦૦ માં કામસુત્તા પ્રકાશિત થયું છે. આનું આયોજન મુનિરાજશ્રી દીપરત્નસાગરજીએ કર્યું છે.
મૂળમાત્ર સમવાયાંગનું પ્રકાશન શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા, લાખાબાવળ-શાંતિપુરી, વાયા-જામનગર, સૌરાષ્ટ્ર (સંપાદક - આ. શ્રી જિનેન્દ્રસૂરિજી મહારાજ) તરફથી ઈ.સ. ૧૯૭૫ માં થયું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org