________________
પ્રસ્તાવના
પ્રશંસા માગી લે છે. તેમનું અદ્ભુત જીવન ચરિત્ર સ્વતંત્રરૂપે આ પ્રસ્તાવના પછી આપેલું છે. આ દ્રોણાચાર્યે જ ઓઘનિર્યુક્તિ ઉપર વિસ્તૃત વૃત્તિ લખેલી છે.
આ સટીક ગ્રંથનું ઘણા પરિશ્રમે સંશોધન પૂ.આ.પ્ર.મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે કર્યું હોવાથી આના આદ્યસંશોધક તરીકે પુણ્યવિજયજી મ.નો અમે નિર્દેશ કર્યો છે. જો કે તેમના સ્વર્ગવાસ પછી ચોત્રીસ વર્ષે આ ગ્રંથ પ્રકાશિત થાય છે, તો પણ એમનો પરિશ્રમ ઘણાં ઘણાં વર્ષ પછી પણ સફળ થયો છે, એ અમારે મન ઘણી આનંદની વાત છે. અમારી સંશોધન-સંપાદિત શૈલી વિષે પહેલાંના ગ્રંથોમાં અમે અનેક વાર જણાવેલું જ છે.
આમાં અનેક પરિશિષ્ટો આપેલાં છે. પ્રથમ પરિશિષ્ટમાં સમવાયાંગ સૂત્રમાં આવતા વિશિષ્ટશબ્દોની સૂચિ, બીજા પરિશિષ્ટમાં સમવાયાંગસૂત્રમાં આવતી ગાથાઓના અર્ધભાગનો અકારાદિક્રમ, સટીક સમવાયાંગસૂત્રના જે પાઠો વિષે કંઈક વિશિષ્ટ જણાવવાનું હોય ત્યાં અમે તે પાઠ ઉપર જ આવું ચિહ્ન કરેલું છે એટલે આવા પાઠો ઉપરનાં તુલના તથા વિવરણાદિરૂપ વિશિષ્ટ ટિપ્પણો ત્રીજા પરિશિષ્ટમાં, ચોથા પરિશિષ્ટમાં સમવાયાંગટીકામાં આવતા સાક્ષિપાઠોની અકારાદિક્રમથી સૂચિ, પાંચમા પરિશિષ્ટમાં સમવાયાંગટીકામાં આવતા વિશેષ નામોની સૂચિ, છઠ્ઠા પરિશિષ્ટમાં તિત્વોગાલી પ્રકીર્ણકનો ઉપયોગી અંશ, સાતમા પરિશિષ્ટમાં સંપૂર્ણ હિમવંત થેરાવલી. હિમવંતPરાવલીમાં ઘણી મહત્ત્વની આગમ આદિ સંબંધી વાતો આવે છે. ઘણાં જ વર્ષો પહેલાં આ.પ્ર.મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજ તથા પં. લાલચંદભાઈ ભગવાન ગાંધીએ મળીને એ છપાવી હતી. પણ આજે એ ગ્રંથ ક્યાંયે જોવા જ મળતો નથી. અમારી જાણમાં આવ્યું કે એની એક કોપી આ.મ. હેમચંદ્રસૂરિ મ.ના શિષ્ય મહાબોધિવિજયજી મ. પાસે છે. અમે તેમને વિનંતિ કરી. તેમણે અત્યંત સૌજન્યથી હિમવંતભેરાવલિની નકલ મોકલી આપી. બધાને સુલભ થાય એ દૃષ્ટિથી સાતમા પરિશિષ્ટમાં હિમવંતર્થરાવલી આપી છે. આઠમા પરિશિષ્ટમાં સંપાદનમાં ઉપયોગમાં લીધેલા ગ્રંથોની સંકેતસૂચિ આપી છે.
આ સટીક ગ્રંથો એક પછી એક શૃંખલારૂપે પ્રકાશિત થઈ રહ્યા છે એટલે પૂર્વપ્રકાશિત સ્થાનાંગસૂત્ર સટીકના ત્રણ વિભાગોમાં અમારા અનવધાન આદિથી જે અશુદ્ધિઓ-ત્રુટિઓ-અપૂર્ણતા આદિ રહી ગયાં છે, તેનું પરિમાર્જન કરવા માટે નવમા પરિશિષ્ટમાં શુદ્ધિ-વૃદ્ધિપત્ર આપ્યું છે.
તે પછી, સમવાયાંગસૂત્રમાં જંબૂદ્વીપ આદિ ક્ષેત્ર આદિ સાથે સંબંધ ધરાવતાં જે સૂત્રો આવે છે તે બરાબર સમજાય તે માટે તે તે ક્ષેત્ર આદિના નકશાઓ-ચિત્રો આપવામાં આવ્યા છે. આ નકશાઓ આ.શ્રી રાજેન્દ્રસૂરિસંકલિત ચિત્રસંપુટને આધારે તથા આ.શ્રી યશોદેવસૂરિ મહારાજે સંપાદિત કરેલા સંગ્રહણીરત્ન પુસ્તકને આધારે આપ્યા છે.
એક વિજ્ઞતિઃ અમે અત્યંત કાળજીપૂર્વક બધાં મુફો ત્રણ-ચાર વાર વાંચીએ છીએ. છતાં આ બધા ગ્રંથો વિશાળ અને બૃહત્કાય હોવાને લીધે પ્રફો વાંચતાં વાંચતાં દષ્ટિ થાકી જવાથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org