________________
પ્રસ્તાવના
કેટલીક વાતો પ્રાચીનકાળથી જ દુરવબોધ રહેલી છે. આ વાતનો ઉલ્લેખ અભયદેવસૂરિજી મહારાજે અનેક વાર કરેલો છે. નંદીચૂર્ણિમાં જ્ઞાતાધર્મકથામાં સાડા ત્રણ ક્રોડ આખ્યાયિકા જણાવેલી છે. આ સાડા ત્રણ ક્રોડની સંખ્યા નંદીચૂર્ણિમાં જુદી રીતે જણાવી છે. જ્યારે હરિભદ્રસૂરિ મહારાજે નંદીવૃત્તિમાં જુદી રીતે જણાવી છે. અભયદેવસૂરિમહારાજ પણ નંદાવૃત્તિને જ અનુસર્યા છે. અને નંદીવૃત્તિમાં જણાવ્યું છે કે “બીજાઓ બીજી રીતે આ વાતને જણાવે છે. પણ અતિગંભીર હોવાથી બીજાઓના અભિપ્રાયને અમે સમજી શક્તા નથી.' હરિભદ્રસૂરિજી મહારાજ જેવા મહાજ્ઞાની પુરુષો પણ સમજી ન શકે ત્યાં આપણી મતિ ક્યાંથી ચાલે ? એટલે આગમવાંચન કરતાં ઉદ્ભવતા કેટલાયે પ્રશ્નો અનુત્તર રહે છે– અનુત્તર રહેવાના છે.
આગમ ગ્રંથો જૈન પ્રવચનના આધારભૂત ગ્રંથો છે. પ્રભુની મંગલવાણી છે. તેનું વાંચન, અધ્યયન, વાચના, ચિંતન, અનુપ્રેક્ષા જૈન શ્રમણ સંઘમાં થાય એ જરૂરી છે.
સમવાયાંગનું વર્તમાન સ્વરૂપ :- સમવાયાંગમાં ચાર વિભાગો છે. પ્રથમ વિભાગમાં ૧ થી ૧૦૦ સુધીના પદાર્થો, પછી ૧૫૦, ૨૦૦, ૨૫૦, ૩૦૦, ૩૫૦, ૪૦૦, ૪૫૦, ૫૦૦, ૬૦૦, ૭૦૦, ૮૦૦, ૯૦૦, ૧૦૦૦, ૧૧૦૦, ૨૦૦૦, ૩૦૦૦, ૪૦૦૦, ૫૦૦૦, ૬૦૦૦, ૭૦૦૦, ૮૦૦૦, ૯૦૦૦, ૧૦૦૦૦, ૧૦૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦૦, ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ આટલા પદાર્થોનું વર્ણન છે. | દ્વિતીય વિભાગમાં દ્વાદશાંગીનું વર્ણન છે.
તૃતીય વિભાગમાં અજીવરાશિ તથા જીવરાશિનું અને જીવરાશિમાં જીવોના આવાસો, શરીર ઈત્યાદિ ઈત્યાદિ અનેક વિષયોનું વર્ણન છે. પ્રજ્ઞાપનાસૂત્રના અનેક પદોનો આમાં નિર્દેશ છે- અતિદેશ છે.
ચતુર્થ વિભાગમાં તીર્થંકરો-ગણધરો-કુલકરો-ચક્રવર્તીઓ-વાસુદેવો-પ્રતિવાસુદેવો આદિના માતા-પિતા-નગરો આદિનું વર્ણન છે. તિત્વોગાલીમાં પણ આવું વર્ણન આવે છે.
નંદીસૂત્રમાં સમવાયાંગનું જે વર્ણન છે તેમાં પ્રથમના બે વિભાગ પુરતી જ વાત છે.
સ્થાનાંગ તથા સમવાયાંગ સૂત્રમાં આવતા અપાર વિવિધ વિષયોનું વિવેચન જોતાં, આ.ભ.અભયદેવસૂરિજી મહારાજનું જ્ઞાન કેટલું બધું ગંભીર અને વ્યાપક હતું તે સ્પષ્ટ જણાઈ આવે છે. પોતે સંવેગી પક્ષના હતા. પાટણમાં તે સમયે ચૈત્યવાસીઓનું પ્રભુત્વ હતું. બંને વચ્ચે કટ્ટર વિરોધ હતો. છતાં ચૈત્યવાસીઓના અગ્રેસર મહાવિદ્વાન્ દ્રોણાચાર્ય આદિનો સહકાર સાધીને, તેમના પાસે પણ આ ગ્રંથ શુદ્ધ કરાવીને, આ ગ્રંથને તેમણે સર્વ સંઘમાં પ્રમાણભૂત બનાવ્યો છે. આ તેમના ઉદારતા-સરળતા-અત્યંતઋતભક્તિ આદિ ગુણો પણ ખૂબ ખૂબ ખૂબ १. “एवं गुरवो व्याचक्षते। अन्ये पुनरन्यथा, तदभिप्रायं पुनर्वयमतिगंभीरत्वान्नावगच्छामः। परमार्थं त्वत्र विशिष्ट श्रुतविदो विदन्ति ।" - नन्दीवृत्ति हारिभद्री।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org