SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના અભાવ છે, સાચો ઉહાપોહ-તર્ક કરવાની શક્તિનો અભાવ છે, સર્વે સ્વ-પર સંપ્રદાયનાં જે શાસ્ત્રો છે તે મેં જોયાં નથી. જે જોયાં છે તે બધાં યાદ પણ નથી, વાચનાઓ-પાઠપરંપરાઓ પણ અનેક પ્રકારની મળે છે, જે પુસ્તકો મળે છે તે પણ અશુદ્ધ છે, સૂત્રો અતિગંભીર હોવાથી વાસ્તવિક અર્થ સમજવો પણ અતિ કઠિન છે, કેટલેક સ્થળે મત-મતાંતર પણ છે. તેથી આ ગ્રંથની વ્યાખ્યામાં ભૂલો થવા સંભવ છે, માટે વિવેકી પુરૂષોએ આમાં જે સિદ્ધાંતાનુસારી અર્થ હોય તે ગ્રહણ કરવો. બીજો નહિ.” સમવાયાંગવૃત્તિના અંતમાં (પૃ.૩૦૮) તેઓ જણાવે છે કેयस्य ग्रन्थवरस्य वाक्यजलधेर्लक्षं सहस्राणि च, चत्वारिंशदहो चतुर्भिरधिका मानं पदानामभूत् । तस्योच्चैश्चलुकाकृतिं निदधतः कालादिदोषात् तथा दुर्लेखात् खिलतां गतस्य कुधियः कुर्वन्तु किं मादृशाः। સમુદ્ર જેવા જે સમવાયાંગસૂત્રનું ૧૪૪૦૦૦ પદ પરિમાણ હતું તે અત્યારે તદ્દન નાનો ચુલુક = ચાંગળા જેવો ગ્રંથ બની ગયો છે. કાળ આદિના દોષથી, તથા હસ્તલિખિત ગ્રંથોમાં અશુદ્ધ લખાણને લીધે, અશુદ્ધ પાઠોને લીધે, અણખેડાયેલી ભૂમિ જેવા થઈ ગયેલા આ ગ્રંથમાં મારા જેવા અલ્પબુદ્ધિમાન શું કરે ? શું કરી શકે ? इह वचसि विरोधो नास्ति सर्वज्ञवाक्त्वात् क्वचन तदवभासो यः स मान्द्यान्नृबुद्धेः । वरगुरुविरहाद्वाऽतीतकाले मुनीशैर्गणधरवचनानां सस्तसंघातनाद्वा ।। વસ્તુતઃ સર્વજ્ઞની વાણી હોવાથી તેમાં વિરોધ હોઈ શકે જ નહિ, છતાં જે વિસંવાદ દેખાય છે તે ભૂતકાળમાં થઈ ગયેલા મુનિવરો દ્વારા ધરવવનાનાં ત્રસ્તસંધાતની ખંડિત થયેલાં ગણધરનાં વચનોમાં પાઠ જોડવા જતાં વિસંવાદો ઉભા થયા છે' એમ પણ તેમણે સમવાયાંગવૃત્તિના અંતમાં (પૃ. ૩૦૯માં) જણાવ્યું છે. દીર્ઘકાળમાં થયેલા વાચનાભેદો તથા પાઠભેદોના પરિણામે આગમોમાં કેટલીકવાર વિસંવાદો પણ જોવામાં આવે છે. જેમકે સમવાયાંગમાં ભગવતીસૂત્રનું પદ પરિમાણ ૮૪૦૦૦ કહ્યું છે, જ્યારે નંદીસૂત્રમાં ભગવતીસૂત્રનું પદપરિમાણ ૨૮૮૦૦૦ જણાવ્યું છે. સમવાયાંગમાં એક જ ગ્રંથમાં પણ સૂત્રમાં પરસ્પર વિસંવાદ જોવામાં આવે છે. ૩૧ માં સ્થાનકમાં વિજય-વૈજયન્ત-જયંત- અપરાજિતમાં જઘન્યથી ૩૧ સાગરોપમ સ્થિતિ કહી છે, જ્યારે ૧૫૧ માં સ્થાનકમાં જઘન્યથી ૩૨ સાગરોપમ કહી છે. આ.ભ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણની અધ્યક્ષતામાં લખાયેલા એક જ ગ્રંથમાં પરસ્પર વિસંવાદ કેમ? આ.ભ. દેવગિણિ ક્ષમાશ્રમણને આગમોમાં આવતા પરસ્પર વિસંવાદો પણ ખ્યાલમાં હોય જ. પરંતુ એમ લાગે છે કે જેને જેવું યાદ હતું તેવું લખી લેવામાં આવ્યું. એટલે આ વિસંવાદો છે. અથવા તો તેમના સમય પછી જે પાઠભેદો કે વાચનાભેદો થયા તેને કારણે આ વિસંવાદો જોવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001143
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutram Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2005
Total Pages566
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, G000, G015, & agam_samvayang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy