________________
પ્રસ્તાવના
યોગ્ય લાગે ત્યારે બીજી વાચનાના પાઠભેદો પણ જણાવતા. આ વાત ટીકાકારોએ પોતે જ જણાવી છે.'
આગમો વલભીપુરમાં લખાયા તે સમયે કે તે પૂર્વે કયા ક્યા સંસ્કારો ક્યારે કરવામાં આવ્યા તે કંઈ કહી શકાય તેમ નથી.
જે વાતો એક આગમમાં આવતી હોય તે જ વાતો બીજા આગમમાં પણ આવતી હોય તો તે તે વાતો તે તે આગમમાં જોઈ લેવા અતિદેશ કરવામાં આવ્યો. સમવાયાંગમાં નંદીસૂત્રનો અને પ્રજ્ઞાપના સૂત્રનો અતિદેશ કરવામાં આવ્યો છે. એ તો સ્પષ્ટ હકીકત છે કે ભગવાનું સુધર્માસ્વામી પોતે નંદીસૂત્રના પાઠને જોવાની કે પ્રજ્ઞાપના સૂત્રના પાઠને જોવાની ભલામણ કરે જ નહિ, કારણ કે ભગવાન્ સુધર્માસ્વામીના સમયમાં નંદીસૂત્ર કે પ્રજ્ઞાપના સૂત્રનું અસ્તિત્વ જ નહોતું. એટલે કોઈક સંકલન કરનારે આ રીતે કેટલુંક સંકલન કરેલું છે. કેટલીયે ગાથાઓ જુદા જુદા આગમોમાં, નિર્યુક્તિઓમાં, ભાષ્યમાં, પ્રક્ષેપ ગાથાઓમાં, સંગ્રહણીઓમાં, અક્ષરશઃ અથવા ન્યૂનાધિકપાઠભેદથી જોવા મળે છે. આવી ગાથાઓ પહેલેથી જ તે તે આગમોમાં હતી કે પાછળથી કોઈક નિર્યુક્તિ આદિમાંથી લઈને આગમમાં સંકલિત કરી છે તે નક્કી કરવું કઠીન છે. એટલે આમાં કઈ કઈ ગાથાઓનું મૂળ સ્થાન કર્યું છે અને બીજા ગ્રંથોમાંથી બીજા ગ્રંથોમાં શું શું સંગૃહીત કરવામાં આવ્યું છે એનો નિર્ણય કસ્વો અત્યંત દુષ્કર છે. એટલે વર્તમાન સમયમાં મળતા અંગ આગમોમાં ભગવાન્ સુધર્માસ્વામીની રચના સાથે મિશ્રિત થયેલાં તથા સંસ્કારિત થયેલાં કેટલાંક બીજા સૂત્રો પણ છે. છતાં ભગવાનશ્રી સુધર્માસ્વામીની પરંપરામાં ઘણા જ પ્રાચીન સમયથી સૂત્રોની આ પાઠપરંપરા ચાલી આવે છે, એટલું નિશ્ચિત છે.
પાઠોનો પ્રશ્ન કેવો વિકટ છે? આ વાત આપણે ટીકાકાર આ.ભ.શ્રી અભયદેવસૂરિમહારાજના શબ્દોમાં જ જોઈએ.
सत्सम्प्रदायहीनत्वात् सदूहस्य वियोगतः । सर्वस्वपरशास्त्राणामदृष्टेरस्मृतेश्च मे ॥ वाचनानामनेकत्वात् पुस्तकानामशुद्धितः । सूत्राणामतिगांभीर्यान्मतभेदाच्च कुत्रचित् ।। झूणानि संभवन्तीह केवलं सुविवेकिभिः । सिद्धान्तानुगतो योऽर्थः सोऽस्माद् ग्राह्यो न चेतरः ॥
- ચાનાક્રવૃત્તિ પૃ૧૦૬ . “સાચો અર્થ સમજવા માટે જે ખરેખર ગુરૂ પરંપરાથી અધ્યયનપ્રણાલી જોઈએ તેનો ૧. જ્યોતિષ્કરંડકની ટીકામાં બીજા પ્રાભૃતમાં આ.ભ.શ્રી મલયગિરિએ પણ આજથી લગભગ સાડા આઠસો વર્ષ પૂર્વે આ વાત આ રીતે જણાવી છે- “ તિલ્લાવાર્યપ્રવૃત્ત તુક્કમનુમાવતો કુર્મિકવૃત્ય સાધૂનાં पठनगुणनादिकं सर्वमप्यनेशत्, ततो दुर्भिक्षातिक्रमे सुभिक्षप्रवृत्तौ द्वयोः सङ्घमेलापकोऽभवत्, तद्यथा- एको वा(व)लभ्यामेको मथुरायाम्, तत्र च सूत्रार्थसङ्घटनेन परस्परं वाचनाभेदो जातः, विस्मृतयोहि सूत्रार्थयोः स्मृत्वा सङ्घटने भवत्यवश्यं वाचनाभेदः, न काचिदनुपपत्तिः, तत्रानुयोगद्वारादिकमिदानीं वर्तमानं माथुरवाचनानुगतम्, ज्योतिष्करण्डकसूत्रकर्ता चाचार्यो वालभ्यः, तत इदं सङ्ख्यास्थानप्रतिपादनं वालभ्यवाचनानुगतमिति नास्यानुयोगद्वारप्रतिपादितसङ्ख्यास्थानैः सह विसदृशत्वमुपलभ्य विचिकित्सितव्यमिति ।" - मलयगिरिसूरिविरचिता ज्योतिष्करण्डक गा० ७३ टीका. ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org