________________
w
પ્રસ્તાવના
જ નહીં પણ સમગ્ર આગમોના સંબંધમાં સ્વર્ગસ્થ પૂજ્યપાદ આગમપ્રભાકરજી મુનિભગવત શ્રી પુણ્યવિજયજી મહારાજને તેમના દીર્ઘકાલીન સંશોધન કાર્યમાં કેટલીક બાબતોમાં શંકા અને વિમાસણ પણ થયેલી અને તે સંબંધમાં જૈન આગમોના ગંભીર અભ્યાસી અને અધિકારી
વિર આચાર્યભગવંત પૂજ્યપાદ આગમોદ્ધારકજી મહારાજને અનુકૂળતાએ પ્રત્યક્ષ મળવા વિચારેલું. દરમિયાનમાં સુરતમાં બિરાજમાન પૂજ્યપાદ આગમોદ્ધારકજીને અંતિમ બિમારી આવી. આથી પૂજ્યપાદ આગમપ્રભાકરજી વડોદરાથી સુરત ગયા અને ત્યાં પ્રાયઃ પંદર દિવસ રહ્યા. ત્યાં તેમણે આગમ ગ્રંથોનાં વિચારણીય સ્થાનોની સંપૂર્ણ ચર્ચા-વિચારણા કરી. પૂજ્યપાદ આગમપ્રભાકરજી સુરતમાં રહ્યા તે દિવસોમાં રાત્રે સુવાની વ્યવસ્થા પણ સાથે જ રહી, જેથી નિદ્રા પહેલાના સમયનો પણ ઉપયોગ થતો. આ પ્રસંગે પણ અન્ય વિચારણીય બાબતોની સાથે, દસ પ્રકીર્ણકોની સંખ્યાની સંગતિ માટે વિચારણા થયેલી તેમાં પણ આધારભૂત માહિતી મળી ન હતી.
જૈન સાહિત્યના અન્વેષણ માટે આજીવન અથક પરિશ્રમ કરી જેમણે મહત્ત્વની માહિતીસભર વિપુલ સામગ્રી પ્રકાશિત કરી છે તે સ્વનામધન્ય દિવંગત શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈએ સંકલિત કરેલ અને જૈન કૉન્ફરન્સ દ્વારા પ્રકાશિત થયેલ “જૈન ગ્રંથાવલી' ગ્રંથમાં પ્રકીર્ણકસૂત્રોની દસની સંખ્યા ત્રણ પ્રકારે જણાવી છે. ટૂંકમાં શ્રી દેસાઈ જેવા ખંતીલા અન્વેષકને પણ દસ પ્રકીર્ણકોનાં નિશ્ચિત નામ મળ્યાં ન હતાં.” આગમોનું પ્રાચીન તથા વર્તમાનકાલીન સ્વરૂ૫ -
પ્રારંભમાં આગમોના પઠન-પાઠનની પરંપરા મૌખિક જ હતી. શ્રી વીરનિર્વાણ પછી ઘણાં ઘણાં વર્ષો સુધી આ પરંપરા ચાલી. પરંતુ દુર્મિક્ષ આદિ અનેક અનેક કારણે સાધુ સમુદાયો જુદા જુદા પ્રદેશમાં જવાના કારણે વેરવિખેર થઈ જવાથી પઠન-પાઠનનું સાતત્ય રહ્યું નહિ. એટલે વિસ્મરણ પણ થવા લાગ્યું. છેવટે દુર્મિક્ષ પૂર્ણ થાય એટલે સાધુઓ ભેગા મળે અને જેને જેટલું યાદ રહે તેનું સંકલન કરવામાં આવતું હતું. આવી પાંચ વાંચનાઓ ભિન્ન ભિન્ન સ્થાને, ભિન્ન ભિન્ન કાળે થઈ છે. આમાં કેટલાય પાઠભેદો થઈ જતા, કેટલાય
અંશો લુપ્ત પણ થઈ જતા. છેવટે મેધા આદિ ક્ષીણ થવાને કારણે શાસ્ત્રોને પુસ્તકારૂઢ કરવાનો નિર્ણય કરાયો, અને આ.ભ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના અધ્યક્ષપણામાં વલભીપુરમાં શાસ્ત્રો લખાયાં. આ દીર્ઘકાળ દરમ્યાન કેટલાયે ઘસારા લાગતા ગયા અને અનેક અનેક સંસ્કારો થતા રહ્યા. આ.ભ. દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સમયની કોઈ પણ પ્રતિ મળતી નથી. તેમના સમય પછી પણ અનેક કારણોથી પાઠભેદો થતા રહ્યા.
ટીકાકારો ટીકા રચવા બેઠા ત્યારે એમની સામે વિવિધ પાઠોવાળા હસ્તલિખિત આદર્શો આવ્યા. તેમાંથી પસંદ કરીને કોઈ એક વાચના સામે રાખીને ટીકાકારો ટીકા રચતા અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org