SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના એક અત્યંત વિચિત્ર-વિકૃત પાઠ પ્રચારમાં છે. તીર્થકરોની વાણીના પાંત્રીસ અતિશયો છે. એમાં વીસમો, તથા એકવીસમો અતિશય મુત તથા સનતિવિશ્વિત છે. વર્ષોથી આ પાઠ સર્વત્ર સ્વીકૃત થઈ ગયેલો છે. પરંતુ હસ્તલિખિતમાં ગદુત પાઠ જ છે. લિપિ ન સમજવાથી જ આ સ્મત પાઠ પ્રચારમાં આવી ગયો છે. અને આ પાઠની ખોટી પરંપરા શરૂ થઈ ગઈ છે. ડુત અને તિવિશ્વત આ પરસ્પર વિરોધી શબ્દો છે. તીર્થંકર પરમાત્માની વાણી ડુત પણ નથી તેમજ ગતિવિત્નશ્વિત પણ નથી. આ જણાવતા મત અને મતવિશ્વિત આ બે અતિશયો છે. માટે સંશોધન કરનારે પ્રાચીન લિપિનું પણ સૂક્ષ્મતાથી અધ્યયન કરવું જ જોઈએ. મુદ્રિત-અમુદ્રિત ગ્રંથો ઉપરથી નવા ગ્રંથો લખાવવાનો જોરદાર પ્રવાહ હમણાં શરૂ થયો છે. લખાવવાનો પ્રચાર કરનારાઓએ ખાસ ખ્યાલ રાખવાનો છે કે ખોટી પાઠ પરંપરાઓ ઉભી ન થઈ જાય. આંખો મીંચીને લખાવે રાખવામાં આવે અને નિષ્ણાત વિદ્વાનો સિવાય જે તે માણસો એને તપાસશે તો ભવિષ્યમાં ઘણી ખોટી પાઠપરંપરાઓ ઉભી થશે. એટલે લખાવવાની ધૂન કરતાં તે તે ગ્રંથોનું સ્વયંવાચન કરવાની- સ્વયં ગંભીર અધ્યયન કરવાની અને સ્વયં જ સુધારવાની ધૂન ઉભી થવી જોઈએ. તો જ શુદ્ધ પાઠો અને શુદ્ધ અર્થો ટકી રહેશે. - હવે આગમોના સ્વરૂપ વિષે કંઈક વિચારીએ. “આગમોનો ઉચ્છેદ જ થયો છે. એમ વર્તમાન દિગંબર પરંપરા માને છે. શ્વેતાંબરોમાં તિત્વોત્તી પન્નામાં આગમના વિચ્છેદની વાત આવે છે. તિત્યો ની માં આ સંબંધમાં જે વિસ્તૃત પાઠ છે. તે અમે પરિશિષ્ટમાં આપ્યો છે. તેમાં ૮૦૯-૮૨૦ તથા ૮૨૬-૮૨૭ ગાથાઓમાં વિવિધ સૂત્રોના વિચ્છેદની વાત આવે છે. નિત્યોની શ્વેતાંબર પરંપરાનો ગ્રંથ છે. વ્યવહારભાષ્યમાં નીચે પ્રમાણે એક ગાથા છે. तित्थोगाली एत्थं वत्तव्वा होति आणुपुब्बीए । जो जस्स उ अंगस्सा वुच्छेदो जहि विणिहिट्ठो ।।४५३२ ।। આ સંબંધમાં આ પ્ર.પુણ્યવિજયજી મહારાજનું મંતવ્ય આવું છે. श्वेतांबर मूर्तिपूजक वर्ग तित्थोगालि पइण्णय को प्रकीर्णकों की गिनती में शामिल करता है, किन्तु ईस प्रकीर्णक में ऐसी बहुतसी बाते हैं जो श्वेतांबरों को स्वप्न में भी मान्य नहीं है और अनुभव से देखा जाय तो उसमें आगमों के नष्ट होने का जो क्रम दिया है वह संगत भी नहीं है । પરંતુ બીજા વિદ્વાનો વિચ્છેદનું અર્થઘટન બીજી રીતે કરે છે. પ્રો. સાગરમલજી મધ્યપ્રદેશમાં શાજાપુરના વતની છે. અત્યારે શાજાપુરમાં રહે છે. પણ વારાણસીના પાર્શ્વનાથ વિદ્યાશ્રમનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001143
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutram Tika
Original Sutra AuthorN/A
AuthorAbhaydevsuri, Jambuvijay
PublisherMahavir Jain Vidyalay
Publication Year2005
Total Pages566
LanguagePrakrit, Sanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, Dictionary, G000, G015, & agam_samvayang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy